નેપાળ

નેપાળ: ઓલી સરકારે બંધારણની વિરુદ્ધ જઈને સંસદ ભંગ કરવાની ભલામણ કરતા રાજકીય ભૂકંપ

નેપાળમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાર્ટીની અંદર જ વિરોધી ઝેલી રહેલા નેપાળી પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ રવિવારે અચાનક મંત્રીમંડળની બેઠકમાં સંસદ ભંગ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળ તરફતી સદનને ભંગ કરવાની ઔપચારિક ભલામણ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પાસે કરવામાં આવી છે. 

Dec 20, 2020, 12:29 PM IST

વિશ્વના સર્વોચ્ચ શિખરની ઉંચાઇમાં થયો વધારો, વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત, પરીક્ષાર્થીઓ ખાસ વાંચે

વિશ્વની સૌથી ઉંચા પર્વત તરીકે માઉન્ટ એવરેસ્ટ (Mt. Everest) ની ગણત્રી થાય છે. જો કે હવે તેની ઉંચાઇમાં પણ 0.86 મીટર જેટલો વધારો થયો છે. નેપાળ અને ચીનનાં બે વર્ષ સુધી સર્વે વર્ક પુર્ણ કર્યા બાદ Mount Everest ની ઉંચાઇ અંગે સંયુક્ત જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હવે વિશ્વનાં પુસ્તકોમાં પણ એવરેસ્ટની ઉંચાઇના આંકડામાં ફેરફાર થશે. મળતી માહિતી અનુસાર વર્ષ 2015 માં આવેલા વિનાશકારી ભૂકંપમાં એવરેસ્ટની ટોચની ઉંચાઇ મુદ્દે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા. જેને જોતા નેપાળ સરકારે આ ટોચનો ફરી એકવાર સર્વે કરવા માંગતી હતી. 

Dec 8, 2020, 08:58 PM IST

દિવાળીના બીજા દિવસે અહીં થાય છે શ્વાનની પૂજા, ભોજન આપી કરવામાં આવે છે સન્માન

નેપાળી પરંપરાઓ પ્રમાણે પાંચ દિવસીય તહેવારના પ્રથમ દિવસે 'કાગ તિહાર' અને બીજા દિવસે 'કુકુર તિહાર' ઉજવવામાં આવે છે. 

Nov 14, 2020, 09:15 PM IST

મુશ્કેલમાં ફસાયેલા નેપાળને કામ ન આવ્યું ચીને, ભારતે મદદમાં મોકલ્યા 28 વેન્ટિલેટર

 નેપાળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 94 હજારથી વધુ છે. કોરોનાને કારણે અત્યાર સુધી 1108 લોકોના મૃત્યુ થયા છે. તો નેપાળમાં સંક્રમણને માત આપીને સારવાર બાદ 1 લાખ 58 હજાર લોકો સાજા થયા છે. 

Nov 8, 2020, 10:21 PM IST

ભારતને જૂના નક્શા સાથે શુભેચ્છા સંદેશ પાઠવ્યો, વિરોધ થતા નેપાળી PM ઓલીનો યુ ટર્ન 

નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીએ હવે વિજયાદશમીના શુભેચ્છા સંદેશમાં નેપાળનો જૂનો નક્શો વાપર્યો. આ નક્શામાં નેપાળના માનચિત્રમાંથી લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરાની જગ્યાએ રાષ્ટ્રીય પ્રતિક પર ઓલીનું ચિત્ર છપાયેલું છે. ત્યારબાદ તેઓ પોતાના જ દેશમાં નવા વિવાદમાં ઘેરાઈ ગયા. હવે નેપાળી પ્રધાનમંત્રી કાર્યાલય સ્પષ્ટતા કરે છે કે સંશોધિત માનચિત્રનો આકાર નાનો છે. આથી કેટલાક વિસ્તારો દેખાતા નથી. 

Oct 25, 2020, 02:36 PM IST

ભારતીય ગુપ્તચર એજન્સીઓેએ આપ્યું એલર્ટ, નેપાળની ઘણી જગ્યાઓ પર ચીનનો ગેરકાયદેસર કબજો

India Nepal China Relations: ચીને નેપાળની સરહદ પર આવેલા 7 જિલ્લાના ઘણા વિસ્તારમાં ગેરકાયદેસર કબજો કરી લીધો છે. પરંતુ ચીનની આ હરકત બાદ ભારતીય ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. 
 

Oct 24, 2020, 08:53 PM IST

નેપાળમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો, બિહારના આ જિલ્લાઓમાં પણ જોવા મળી અસર

બિહારમાં આજે સવારે નેપાળ સરહદે આવેલા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા. બિહારના સહરસા, પૂર્વ ચંપારણ, મુઝફ્ફરપુરમાં ધરા ધ્રુજી. સવારે 5:04 વાગે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

Sep 16, 2020, 08:38 AM IST

નેપાળને સતત ભારત વિરુદ્ધ ભડકાવતા રહેતા ચીની રાજદૂતને મળ્યો મસમોટો ઝટકો

નેપાળ (Nepal) ને ભારત વિરુદ્ધ ભડકાવતા રહેતા ચીન (China) ના રાજદૂત હાઓ યાંકી (Hou Yanqi) ને મોટો ઝટકો લાગ્યો છે. ચીની રાજદૂત હવે નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી અને રાષ્ટ્રપતિને સીધી રીતે મળી શકશે નહીં. હકીકતમાં નેપાળના વિદેશ મંત્રાલયે વિદેશી રાજનયીકો માટે નિયમોમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. જે મુજબ હવે કોઈ પણ ફોરેન ડિપ્લોમેટ કોઈ પણ નેતા સાથે સીધી મુલાકાત કરી શકશે નહીં. 

Aug 28, 2020, 09:01 AM IST

માઉન્ટ એવરેસ્ટ પર ચીનની નવી ચાલ, નેપાળ સાથે મળીને બતાવશે શિખરની નવી ઉંચાઇ

નેપાળ (Nepal) અને ચીન મળીને જલદી જ દુનિયાની સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ (Mount Everest)ની નવી ઉંચાઇની જાહેરાત કરી શકે છે. આ જાહેરાત ગત વર્ષે બંને દેશો વચ્ચે થયેલા એક કરાર હેઠળ કરવામાં આવશે.

Aug 18, 2020, 08:00 PM IST

ઓલીના કોલથી ઓગળ્યો 'સંબંધોનો બરફ', ભારત-નેપાળ વચ્ચે આજે થશે વાતચીત

નેપાળ-ભારત વચ્ચે સરહદ વિવાદને કારણે થીજેલો બરફ ઓગળતો જોવા મળે છે. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP Sharma oli) દ્વારા 15 ઓગસ્ટે પીએમ મોદી (PM Modi)ને ફોન કર્યા બાદ ભારત હવે તેમની સાથે વાતચીત શરૂ કરવા જઈ રહ્યું છે. 17મી ઓગસ્ટે કાઠમંડુમાં યોજાનારી આ બેઠક નેપાળમાં ભારત દ્વારા ચલાવવામાં આવતા વિકાસલક્ષી પ્રોજેક્ટ પર આધારિત હશે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક સાથે બંને દેશોમાં રાજદ્વારી સંવાદના માર્ગ પણ ખોલી શકાશે.

Aug 16, 2020, 11:47 PM IST

નકશા વિવાદ બાદ PM મોદી અને નેપાળના PM ઓલી વચ્ચે પહેલીવાર થઇ વાતચીત

ભારત (India) અને નેપાળ (Nepal) વચ્ચે થયેલા નકશા વિવાદ બાદ આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને નેપાળના વડાપ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP Sharma Oli) વચ્ચે આજે પહેલીવાર વાતચીત થઇ. 

Aug 15, 2020, 05:30 PM IST

રામ જન્મભૂમિમાં રસ છે, તો એ પણ જાણો કે ભારતના કયા સ્થળે માતા સીતા રમીને મોટા થયા હતા

વાલ્મીકી રામાયણ અનુસાર, માતા સીતાનો જન્મ જનકપુરમાં થયો હતો. અહી માતા સીતાનું મંદિર બનેલુ છે. કહેવામાં આવે છે કે, મંદિર અંદાજે 4860 વર્ગ ફીટમાં ફેલાયેલું છે. મંદિરના વિશાળ પરિસરની આસપાસ લગભગ 115 સરોવર છે. આ ઉપરાંત અનેક કુંડ પણ આવેલા છે. આ મંદિરમાં માતા સીતાના પ્રાચીન મૂર્તિ છે, જે 1657 ની આસપાસની હોવાનું કહેવાય છે

Aug 14, 2020, 08:33 AM IST

બુદ્ધના જન્મસ્થળ અંગે થયેલા વિવાદને લઈને નેપાળના નિવેદન બાદ ભારતે આપ્યું આ રિએક્શન 

ભારતે ગૌતમ બુદ્ધ (Gautama Buddha) ના જન્મસ્થળને લઈને ઊભા થયેલા વિવાદને ફગાવતા રવિવારે કહ્યું કે વિદેશ મંત્રી એસ. જયશંકર(S. Jaya Shankar) ની એ ટિપ્પણી 'આપણો સંયુક્ત બૌદ્ધ વારસો' અંગે હતી અને તેમાં કોઈ શંકા નથી કે બૌદ્ધ ધર્મના સંસ્થાપકનો જન્મ નેપાળ (Nepal)ના લુમ્બિની (Lumbini)માં થયો હતો. 

Aug 10, 2020, 07:36 AM IST

ભગવાન રામ બાદ હવે ગૌતમ બુદ્ધને ભારતીય કહેવા પર ભડક્યું નેપાળ, જયશંકરના નિવેદનનો કર્યો વિરોધ

ભારતની સાથે સરહદ વિવાદને લઈને ઝગડતા નેપાળે હવે ભારતીય દેવી-દેવતાઓ અને મહાપુરૂષો પર વિવાદ ઊભો કરવાનું શરૂ કરી દીધું છે. નેપાળે ભારતીય વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકરના ભગવાન ગૌતમ બુદ્ધને ભારતીય કહેવા પર વિરોધ વ્યક્ત કરતા તેમને નેપાળી ગણાવી દીધા છે. 

Aug 9, 2020, 07:17 PM IST

ભારતની દરિયાદિલી, કોરોના સામે જંગમાં નેપાળની સેનાને ભેટમાં આપ્યા 10 વેન્ટિલેટર

ભારતીય સેનાએ કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડવાના પ્રયત્નોના સમર્થન માટે રવિવારે નેપાળની સેનાને દસ ICU વેન્ટિલેટર ભેટ આપ્યાં. નેપાળી સેનાના હેડક્વાર્ટરમાં આયોજિત એક સમારોહમાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ નેપાળી આર્મીના ચીફ ઓફ આર્મી સ્ટાફ સુકર્તિમાયા રાષ્ટ્રદીપ જનરલ પૂર્ણ ચંદ્રા થાપાને વેન્ટિલેટર હેન્ડઓવર કર્યાં. 

Aug 9, 2020, 02:07 PM IST

ચીનની ઉશ્કેરણી પર નેપાળનું ભારતની સામે નવું પ્લાનિંગ, બોર્ડર પર બનાવી રહ્યું છે 200 પોસ્ટ

ચીન (China) એક તરફ પાકિસ્તાન ને સંપૂરણ રીતે મદદ કરવામાં રોકાયેલું છે. તો બીજી તરફ નેપાળ (Nepal)ને ઉશ્કેરવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. નેપાળ ચીનની ઉશ્કેરણી પર આવી ગયું છે અને ભારત-નેપાળ સરહદ પર અનેક સ્થળોએ તેની પ્રવૃત્તિઓ તીવ્ર બનાવી દીધી છે. મળતી માહિતી મુજબ, નેપાળે આખા સરહદ પર તેની બાજુ 200થી વધુ નવી બોર્ડર આઉટ પોસ્ટ્સ બનાવવાનું કામ વેગ આપ્યો છે, જે નેપાળ પહેલાં કરી રહ્યું ન હતું.

Aug 3, 2020, 11:30 PM IST

નેપાળના PM ઓલી ભારતીય ન્યૂઝ ચેનલો પરથી પ્રતિબંધ દૂર કરવા બન્યા મજબૂર

ભારત (India) થી વિવાદ અને ચીન (China) સાથે નિકટતાના લીધે પોતાની ખુરશી ગુમાવવાની અણી પર ઉભેલા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (K. P. Sharma Oli)ના વલણ નરમ પડી ગયા છે.

Aug 3, 2020, 10:56 AM IST

UNમાં નેપાળની નક્શા'બાજી' ન ચાલી, ઓલી સરકારને પડ્યો જબરદસ્ત ફટકો!

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations)એ કહ્યું છે કે અધિકૃત કામકાજ માટે સંસ્થા ન તો નેપાળનો વિવાદિત નક્શો સ્વીકારશે કે ન તો માન્યતા આપશે. હકીકતમાં નેપાળે આ વર્ષે જ નવો રાજનીતિક નક્શો તૈયાર કર્યો છે તેમા તેણે ભારતના હિસ્સાવાળા લિંપિયાધૂરા, લિપુલેખ, અને કાલાપાની વિસ્તારને નેપાળના ગણાવ્યાં છે. જ્યારે આ વિસ્તારો પર ભારતનો દાવો છે અને ભારત પહેલા જ સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે તે આવા કોઈ નક્શાને સ્વીકારશે નહીં કે જેના ઐતિહાસિક પુરાવા ન હોય. 

Aug 2, 2020, 02:29 PM IST

Exclusive: હવે લિપુલેખ પર ચિનનું દુઃસાહસ, તૈનાત કર્યાં 1 હજારથી વધુ સૈનિક

પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલાં તણાવ વચ્ચે ચીને હવે લિપુલેખ પર દુઃસાહસ દેખાડ્યું છે. ચીને લિપુલેખની પાસે પોતાની સેના તૈનાત કરી છે. 
 

Aug 1, 2020, 11:39 PM IST

નેપાળે કરી ભારત-ચીન વચ્ચે સારા સંબંધોની વકીલાત, એશિયાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ

ભારત-ચીન (India China) વિવાદને લઇને હવે નેપાળ (Nepal)નું નિવેદન સામે આવ્યું છે. નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલી (Pradeep Gyawali)એ ભારત ચીન વચ્ચેના સારા સંબંધોની વકીલાત કરી છે.

Aug 1, 2020, 08:55 AM IST