ખરાબ હવામાન હોવાછતાં બોર્ડર પર જવાનો સારી રીતે કરી શકશે કોમ્યુનિકેશન
તેનાથી દેશના કોઇપણ ખૂણાથી બીજા છેડે એક સમયમાં વધુ 3 લોકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી શકાય છે અને ડેટા મોકલી શકાય છે. ઇન્ટરનેટ અને કોલ અને વીડિયો મલ્ટીમીડિયાથી સજ્જ આ ટેક્નોલોજીમાં ભવિષ્યમાં પીએસટી એક કનેક્ટ પ્રસ્તાવિત છે જેથી સીમા પર જવાન પોતાના પરિવાર સાથે તેમના મોબાઇલ અથવા ટેલીફોન વડે સંપર્કમાં રહી શકશે.
Trending Photos
નવી દિલ્હી: દેશભરના સરહદ વિસ્તારોમાં તૈનાત જવાનો અવાર-નવાર કોમ્યુનિકેશનની સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણીવાર ખરાબ હવામાનના લીધે આ સમસ્યા ખૂબ જટિલ બનતી જાય છે. પરંતુ હવે આ જવાનો માટે 'POLNET' નામથી નવી ટેક્નોલોજી લોન્ચ થઇ છે. Directorate of Coordination Police Wireless (DCPW) ના POLNET 2.0ની શરૂઆતથી દેશમાં પોલીસ સંગઠનો અને અર્ધસૈનિક બળોની સંચાર વ્યવસ્થા મજબૂત થશે. સાથે જ ઇમરજન્સીમાં દરેક ખૂણે સંચારની સુવિધા મળશે. પોલનેટ 2.0 એક એવી સંચાર સુવિધા છે જે ભારતમાં પહેલીવાર પોલીસ અને ઇમરજન્સી સંસ્થાઓ માટે પ્રારંભ કરવામાં આવી રહી છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે તેનું ઉદઘાટન વિજ્ઞાન ભવનમાં કર્યું.
તેનાથી દેશના કોઇપણ ખૂણાથી બીજા છેડે એક સમયમાં વધુ 3 લોકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી શકાય છે અને ડેટા મોકલી શકાય છે. ઇન્ટરનેટ અને કોલ અને વીડિયો મલ્ટીમીડિયાથી સજ્જ આ ટેક્નોલોજીમાં ભવિષ્યમાં પીએસટી એક કનેક્ટ પ્રસ્તાવિત છે જેથી સીમા પર જવાન પોતાના પરિવાર સાથે તેમના મોબાઇલ અથવા ટેલીફોન વડે સંપર્કમાં રહી શકશે.
તેના માધ્યમથી એક સમયમાં દેશના વિભિન્ન ભાગમાં સ્થિત 40 લોકો સાથે વીડિયો કોન્ફ્રેસિંગ કરવાની સુવિધા દિલ્હીમાં ઉપલબ્ધ થશે. POLNET 2.0 માં વધુ પ્રભાવી અને ઉન્નત પ્રકારના C Band માં સેટેલાઇટ દ્વારા Communication થાય છે અને કોઇપણ હવામાનમાં આ કામ કરતું રહેશે.
તેમાં ઇસરોના ઉપગ્રહનો ઉપયોગ થાય છે અને તેના માટે એક 36 MHz નું ટ્રાંસપોન્ડર DCPW પાસે છે. હવે અત્યાર સુધી દેશના તમામ રાજ્યોની રાજધાનીઓમાં સ્થિત આંતર રાજ્ય પોલીસ બેતાર સ્ટેશનો અને તમામ રાજ્યોના ડીજીપી કાર્યાલયોમાં સ્થાપિત કરવામાં આવ્યો છે.
સૂત્રોના અનુસાર આગામી બે વર્ષોમાં દેશના 3000 વિભિન્ન કેન્દ્રો પર આ POLNET 2.0 સંચાર તંત્ર સ્થાપિત થઇ જશે અને તેનાથી આંતરિક સુરક્ષા અને ઇમરજન્સી કાર્યોમાં ખૂબ મદદ મળશે.
જો દેશના કોઇ સુદુર વિસ્તારમાં ઇમરજન્સી આવી જાય અને તમામ સંચાર માધ્યમ બંધ હોય, તો એવી સ્થિતિમાં POLNET 2.0 ખૂબ કારગર સાબિત થશે અને તેનાથી ઉન્નત ટેક્નોલોજી અને C Bandના માધ્યમથી દિલ્હી સહિત અને 3 લોકો સાથે સામાન્ય રૂપથી વીડિયો કોન્ફસિંગ થઇ શકશે અને જાણકારી આપી શકાશે.
આવી સુવિધાથી સુનિશ્વિત રીતે જમીની વાસ્તવિકતાની સટીક જાણકારી તાત્કાલિક મળી શકશે અને વધુમાં વધુ લોકોને બચાવી શકાશે. સાથે જ તેમાં એવી વ્યવસ્થા છે કે તેનાથી Flyaway Terminals દ્વારા કોઇપણ પરિસ્થિતિ અને સ્થાન પર અડધા કલાકમાં કોન્ફસિંગ સહિત આ નેટવર્કને સ્થાપિત કરી શકાશે અને સૂચનાઓ મોકલી શકાશે. તેનાથી કોઇપણ ઇમરજન્સી પ્રભાવિત લોકો સુધી તાત્કાલિક મદદ પહોંચાડવામાં સંચાર ઠોસ ભૂમિકાને વધુ સારી રીતે કરી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે