Maharashtra Cabinet Expansion: શિંદે-ફડણવીસ સરકારના મંત્રીઓ વચ્ચે થઈ વિભાગોની ફાળવણી, અહીં જુઓ લિસ્ટ

Maharashtra Cabinet: મહારાષ્ટ્રમાં મંત્રીઓ વચ્ચે વિભાગોની ફાળવણી કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાની પાસે શહેરી વિકાસ મંત્રાલય રાખ્યું છે. 

Maharashtra Cabinet Expansion: શિંદે-ફડણવીસ સરકારના મંત્રીઓ વચ્ચે થઈ વિભાગોની ફાળવણી, અહીં જુઓ લિસ્ટ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મંત્રીઓ વચ્ચે વિભાગોની ફાળવણી થઈ ગઈ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાની પાસે શહેરી વિકાસ મંત્રાલય (Ministry of Urban Development)  રાખ્યું છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ગૃહ અને નાણા મંત્રાલય મળ્યું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય મંત્રીમંડળના નવ નિયુક્ત મંત્રીઓને વિભાગોની ફાળવણીની જાહેરાત કરી છે. 

મુખ્યમંત્રીની પાસે સામાન્ય વહીવટ, શહેરી વિકાસ, સૂચના તથા ટેક્નોલોજી, સૂચના તથા જનસંપર્ક, લોક નિર્માણ (જાહેર પરિયોજનાઓ), પરિવહન, માર્કેટિંગ, સામાજિક ન્યાય અને વિશેષ સહાય, રાહત અને પુનર્વસન, આપત્તિ વ્યવસ્થાપન, જમીન અને જળ સંરક્ષણ, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, લઘુમતી અને ઔકાફ મંત્રાલય હશે. તો નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પાસે ગૃહ, નાણાં અને આયોજન, કાયદો અને ન્યાય, જળ સંસાધન અને નફાકારક ક્ષેત્ર વિકાસ, આવાસ, ઉર્જા વિભાગો હશે.

— ANI (@ANI) August 14, 2022

અન્ય 18 મંત્રીઓના ખાતા નીચે મુજબ છે...

1- રાધાકૃષ્ણ વિખે પાટીલ- મહેસૂલ, પશુપાલન અને ડેરી વિકાસ,

2- સુધીર મુનગંટીવાર- વન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને મત્સ્યોદ્યોગ

3- ચંદ્રકાંત પાટીલ- ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાપડ ઉદ્યોગ અને સંસદીય બાબતો

4- ડૉ. વિજયકુમાર ગાવિત- આદિજાતિ વિકાસ

5- ગિરીશ મહાજન- ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ, તબીબી શિક્ષણ, રમતગમત અને યુવા કલ્યાણ.

6- ગુલાબરાવ પાટીલ- પાણી પુરવઠો અને સ્વચ્છતા

7- દાદા ભૂંસે- બંદર અને ખાણ

8- સંજય રાઠોડ- ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન

9- સુરેશ ખાડે- શ્રમ મંત્રાલય

10- સંદીપન ભુમરે- રોજગાર ગેરંટી યોજના અને બાગાયત

11- ઉદય સામંત- ઇન્ડસ્ટ્રીઝ

12- તાનાજી સાવંત- જાહેર આરોગ્ય અને કુટુંબ કલ્યાણ

13- રવિન્દ્ર ચવ્હાણ- જાહેર બાંધકામ (જાહેર સાહસો સિવાય), અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા

14- અબ્દુલ સત્તાર- ખેતી

15- દીપક કેસરકર- શાળાકીય અને મરાઠી ભાષા

16- અતુલ સેવ- સહકારી, અન્ય પછાત વર્ગો અને બહુજન કલ્યાણ

17- શંભુરાજ દેસાઈ- રાજ્ય આબકારી જકાત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news