Gujarat Police Grade Pay: પોલીસ ગ્રેડ પે મામલે મોટા સમાચાર, સાંજ સુધીમાં રાજ્ય સરકાર કરી શકે મોટી જાહેરાત
Gujarat Police Grade Pay: પોલીસના ગ્રેડ પે અંગે આજે સાંજે 6 વાગ્યે મોટી જાહેરાત થઈ શકે છે. ગ્રેડ પેમાં વધારાની શક્યતા નહીવત દેખાઈ રહી છે. પરંતુ પોલીસના મોંઘવારી સહિતનાં ભથ્થામાં વધારો થઈ શકે છે. સાંજ સુધીમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી મોટી જાહેરાત કરી શકે છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: ગ્રેડ પે અંગે આજે મોટી જાહેરાત થઈ શકે છે. આજે મોડી સાંજ સુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેરાત કરી શકે છે. 28 ઑક્ટોબરે પોલીસ ગ્રેડ પે મામલે કમિટીની રચના થઈ હતી. 31 ઓક્ટોબરે પહેલી બેઠક મળી હતી. ત્યારબાદ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી સાથે ગત સપ્તાહે ગૃહ વિભાગ અને સમિતિની અંતિમ બેઠક યોજાઈ હતી. જેમાં પોલીસ ગ્રેડ પે મુદ્દો, પોલીસના મોંઘવારી ભથ્થામાં સરકાર વધારો કરી શકે છે. આ સિવાય બાકીના એલાઉન્સમાં પણ વધારો કરી શકે છે. પરંતુ હા.. ગ્રેડ પેમાં વધારાની શક્યતા નહિવત દેખાઈ રહી છે.
પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 14, 2022
પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 14, 2022
પોલીસના ગ્રેડ પે અંગે આજે સાંજે 6 વાગ્યે મોટી જાહેરાત થઈ શકે છે. ગ્રેડ પેમાં વધારાની શક્યતા નહીવત દેખાઈ રહી છે. પરંતુ પોલીસના મોંઘવારી સહિતનાં ભથ્થામાં વધારો થઈ શકે છે. સાંજ સુધીમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી મોટી જાહેરાત કરી શકે છે. જેની લાંબા સમયથી ગુજરાતના પોલીસકર્મીઓ રાહ જોઈ રહ્યા છે, તેની આજે જાહેરાત થઈ શકે છે.
આજે સાંજ સુધીમાં મુખ્યમંત્રી ભૂરેન્દ્ર પટેલ પોલીસકર્મીના ગ્રેડ પેને લઈ જાહેરાત કરી શકે છે. સરકારે વાયદો કર્યો હતો કે 15 ઓગસ્ટ પહેલા જ આ અંગે જાહેરાત કરાશે. ત્યારે આજે પોલીસકર્મીઓના મોંઘવારી ભથ્થા અને બાકીના એલાઉન્સમાં વધારો થઈ શકે છે. પરંતુ હજુ સુધી ગ્રેડ પેમાં વધારાની શક્યતા નહીવત દેખાઈ રહી છે.
મહત્વનું છે કે ગ્રેડ પે મુદ્દે 28 ઑક્ટોબરે કમિટીની રચના થઈ હતી અને 31 ઓક્ટોબરે કમિટીની પહેલી બેઠક મળી હતી. ત્યાર બાદ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં પણ બેઠકો મળી હતી. તો ગત સપ્તાહે મુખ્યમંત્રી સાથે ગૃહ વિભાગ અને સમિતિની અંતિમ બેઠક યોજાઈ હતી. ત્યારે આજે સાંજે પોણા 6 વાગ્યા સુધીમાં સુરત ખાતેથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પત્રકાર પરિષદ કરીને પોલીસના ગ્રેડ પે અંગે જાહેરાત કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે