Rakesh Jhunjhunwala Home: અંબાણી કરતા પણ શાનદાર છે બિગબુલનું ઘર, તસવીરોમાં જુઓ સપનાનો મહેલ

Rakesh Jhunjhunwalas mansion: રાકેશ ઝુનઝુનવાલાના નિધન બાદ મુંબઇમાં મલબાર હિલ્સ વિસ્તારમાં બનાવેલું તેમનું ઘર ફરી એકવાર ચર્ચામાં છે. ઝુનઝુનવાલાના આ ઘરની શું ખાસિયત છે આવો જાણીએ...

Rakesh Jhunjhunwala Home: અંબાણી કરતા પણ શાનદાર છે બિગબુલનું ઘર, તસવીરોમાં જુઓ સપનાનો મહેલ

Rakesh Jhunjhunwalas mansion: પોતાના પરિવાર સાથે એક એપાર્ટમેન્ટમાં બે માળના સુંદર ઘરમાં રહેતા રાકેશ ઝુનઝુનવાલા જે 14 માં માળના ઘરને નવું આશિયાના બનાવવા માંગતા હતા. લાંબા સમય સુધી સાથે રહેવાની તેમની ઇચ્છા યોગ્ય રીતે પૂણ થઈ શકી નહીં. તેમના નિધન બાદ મુંબઇમાં મલબાર હિલ્સ વિસ્તારમાં બનાવેલું તેમનું ઘર ફરી એકવાર ચર્ચામાં છે. ઝુનઝુનવાલાના આ ઘરની શું ખાસિયત છે આવો જાણીએ...

શેર બજારના ધનકુબેર ઝુનઝુનવાલાના ઘરની સરખામણી લોકોએ અંબાણી ફેમિલીના એન્ટીલિયા સાથે કરી. આ બિલ્ડિંગને મહેલ પણ કહેવામાં આવ્યો કેમ કે, તેમાં અત્યાધુનિક સુવિધાઓ અને કમ્ફર્ટ મળી રહે છે. 14 માળની આ બિલ્ડિંગને રાકેશ અને તેમની પત્નીએ બે ભાગમાં ખરીદી હતી.

રાકેશ ઝુનઝુનવાલાએ પહેલા તેના સાત માળ ખરીદ્યા હતા. થોડા વર્ષ પછી તેના બાકીના માળ પણ ખરીદી લીધા. મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર 70 હજાર સ્ક્વેર ફૂટ જગ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાકેશ અને તેમની પત્નીનો બેડરૂમ 12 માં માળ પર છે. આ સેટમાં એક ડ્રેસિંગ રૂમ, લિવિંગ એરિયા, સેપરેટ બાથરૂમ, બાલકની, પેન્ટ્રી અને સલૂન છે. આ ઉપરાંત સ્ટાફ માટે અલગ વોશરૂમ છે.

મલબાર હિલ્સના વ્યસ્ત ખેરી માર્ગ પર ઝુનઝુનવાલાની આ પ્રોપર્ટીનો એરિયા 2700 વર્ગ ફૂટ છે. અહીં પહેલા 14 ફ્લેટ હતા જેને બિગબુલે 371 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. પછી તે ફ્લેટ્સને તોડીને નવો બંગલો બનાવ્યો હતો.

અહીં બેડરૂમ ઉપરાંત ડ્રેસિંગ રૂમ, લિવિંગ એરિયા અને સેપરેટ બાથરૂમ પણ છે. અહીં કેટલાક ફ્લોર પર બાલકની, પેન્ટ્રી અને સલૂન છે. 11 માં માળે બાળકોનો બેડરૂમ છે. ચોથા માળે મહેમાનો માટે બેડરૂમ છે.

તેના 10 માં માળે આવાજવાના હિસાબથી ડિઝાઈન કરવામાં આવી છે. અહીં પૂજા ઘર, રસોડું અને લિવિંગ રૂમ છે. આ ખાસ મેંશનમાં ફૂટબોલ કોર્ટ અને પાર્કિંગ સ્પેસ પણ છે. તેના 9 માં માળ પર ઝુનઝુનવાલાની એક ઓફિસ છે. 14 માં માળ પર એક શાનદાર સ્વિમિંગ પૂલ, પિઝા કોર્નર, આઉટ ડોર ટેરેસ, રીહીટિંગ કિચન છે. 8 માં માળે મસાજ રૂમ અને વોશરૂમ છે.

આ ઘરના ટોપ ફ્લોર પર સ્વિમિંગ પૂલ છે આ ઉપરાંત આ આલીશાન મહેલમાં બેંક્વેટ હોલ, જિમ અને હોમ થિયેટર માટે અલગથી સ્પેસ છે. અહીં એક વેજીટેબલ ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news