Samruddhi Mahamarg: PM મોદીએ મહારાષ્ટ્રને આપી 75 હજાર કરોડની ભેટ, કહ્યું- આ પ્રોજેક્ટ રાજ્યને આપશે નવી દિશા
PM Modi In Nagpur: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે નાગપુરમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું. સૌથી પહેલા તેમણે નાગપુર રેલવે સ્ટેશનથી નાગપુર-બિલાસપુર વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડ઼ી. ત્યારબાદ પીએમ મોદીએ નાગપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું પણ ઉદ્ધાટન કર્યું.
Trending Photos
PM Modi In Nagpur: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે નાગપુરમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું. સૌથી પહેલા તેમણે નાગપુર રેલવે સ્ટેશનથી નાગપુર-બિલાસપુર વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડ઼ી. ત્યારબાદ પીએમ મોદીએ નાગપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું પણ ઉદ્ધાટન કર્યું. તેમણે ફ્રીડમ પાર્કથી ખપરી સુધી મુસાફરી પણ કરી. તેમણે નાગપુર મેટ્રો ફેઝ-2ની આધારશીલા પણ મૂકી. પીએમ મોદીએ સમૃદ્ધિ મહામાર્ગનું પણ ઉદ્ધાટન કર્યું.
પીએમ મોદીએ કર્યું સંબોધન
વિભિન્ન વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આજે મહારાષ્ટ્ર માટે ખાસ દિવસ છે. નાગપુરથી એવા વિકાસ કાર્યોની શરૂઆત થઈ રહી છે જે લોકોના જીવનમાં ફેરફાર લાવશે. આજે જે પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન થયું છે તે મહારાષ્ટ્રના વિકાસને નવી દિશા આપશે. આ પ્રોજેક્ટ્સ રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સમગ્ર દ્રષ્ટિ પ્રદાન કરે છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ એ વાતનો પુરાવો છે કે મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ડબલ એન્જિનની સરકાર કેટલી ઝડપથી કામ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવમાં 75,000 કરોડ રૂપિયાના આ વિકાસ કાર્યો માટે હું મહારાષ્ટ્ર અને અહીંની જનતાને શુભેચ્છાઓ પાઠવું છું.
AIIMS નું પણ કર્યુ ઉદ્ધાટન
પીએમ મોદીએ નાગપુરમાં AIIMS નું પણ લોકાર્પણ કર્યું. આ એમ્સની આધારશિલા પીએમ મોદીએ 2017માં રાખી હતી.
PM Modi inaugurates AIIMS Nagpur with state-of-the-art facilities. Its foundational stone was also laid by him in July 2017.
The hospital will provide modern healthcare facilities to the Vidarbha region & will be a boon to the tribal areas of Gadchiroli, Gondia and Melghat. pic.twitter.com/kmQjdvKAui
— ANI (@ANI) December 11, 2022
સમૃદ્ધિ મહામાર્ગનું કર્યું ઉદ્ધાટન
પીએમ મોદીએ નાગપુરમાં સમૃદ્ધિ મહામાર્ગ (Hindu Hrudaysamrat Balasaheb Thackeray Maharashtra Samruddhi Mahamarg) નું એટલે કે નાગપુર-મુંબઈ સુપર કમ્યુનિકેશન એક્સપ્રેસ પ્રોજેક્ટના પહેલા તબક્કાનું ઉદ્ધાટન કર્યું. 520 કિલોમીટરવાળો આ રોડ નાગપુરને શિરડીથી જોડશે. મહારાષ્ટ્રના નાગપુરમાં હજારો કરોડના પ્રોજેક્ટના ઉદ્ધાટન બાદ પીએમ મોદી ગોવા જશે. અહીં તેઓ વિશ્વ આયુર્વેદ કોંગ્રેસના સમાપન સમારોહને સંબોધન કરશે. આ સાથે જ 3 રાષ્ટ્રીય આયુષ સંસ્થાનોનું પણ ઉદ્ધાટન કરશે. તથા પીએમ મોદી ગોવામાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું પણ ઉદ્ધાટન કરશે.
Nagpur, Maharashtra | PM Modi inaugurates the Phase-I of Hindu Hrudaysamrat Balasaheb Thackeray Maharashtra Samruddhi Mahamarg, covering a distance of 520 Kms and connecting Nagpur and Shirdi pic.twitter.com/Vo9Xkn394P
— ANI (@ANI) December 11, 2022
સમૃદ્ધિ મહામાર્ગનો પહેલો તબક્કો 520 કિલોમીટરનું અંતર કવર કરશે. આ મહામાર્ગના જે પહેલા તબક્કાને ખોલવામાં આવી રહ્યો છે તે નાગપુરને શિરડીથી જોડશે. હાલ આ બે શહેરો વચ્ચે મુસાફરીનો સમય જે 10 કલાકનો છે તે ઘટીને પાંચ કલાકનો થઈ જશે. આ મહામાર્ગનું અસલ નામ હિન્દુ હ્રદયસમ્રાટ બાલાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ છે. જે મહારાષ્ટ્રના 10 જિલ્લામાંથી પસાર થશે.
The 701 Km Hindu Hrudaysamrat Balasaheb Thackeray Maharashtra Samruddhi Mahamarg - being built at a cost of about Rs 55,000 crore - is one of India's longest expressways, passing through Maharashtra’s 10 districts and prominent urban regions of Amravati, Aurangabad and Nashik.
— ANI (@ANI) December 11, 2022
વંદેભારત ટ્રેનને આપી લીલીઝંડી
પીએમ મોદીએ નાગપુરથી છત્તીસગઢના બિલાસપુર વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી. વંદે ભારત ટ્રેન શરૂ થવાના કારણે હવે પહેલાની સરખામણીએ નાગપુરથી બિલાસપુર કે પછી બિલાસપુરથી નાગપુરની મુસાફરી હવે શક્ય બની શકશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અન્ય સુપરફાસ્ટ ટ્રેનોની સરખામણીએ વધુ સુવિધાવાળી છે.
Maharashtra| PM in Nagpur, flags off Vande Bharat Express, to flag off 2 metro trains & unveil AIIMS Nagpur
Our so many dreams have come true under PM Modi’s leadership, says a local
So proud of these development works, after so long something good happening, says another local pic.twitter.com/e8zLXozveU
— ANI (@ANI) December 11, 2022
નાગપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ધાટન
પીએમ મોદીએ નાગપુર મેટ્રો રેલવે પ્રોજેક્ટનું પણ ઉદ્ધાટન કર્યું. તેમે ફ્રીડમ પાર્કથી ખપરી સુધીની મુસાફરી કરી. આ દરમિયાન નાગપુર મેટ્રોમાં સવાર વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીએ વાતચીત પણ કરી. પ્રધાનમંત્રીએ નાગપુર મેટ્રોના ફેઝ-2ની આધારશીલા પણ મૂકી. જેા પર 6700 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે.
Maharashtra | PM Modi inaugurates Phase I of the Nagpur Metro rail project, lays the foundation stone of Phase- II of the rail project, which will be developed at a cost of more than Rs 6700 crore pic.twitter.com/5JqTsBWIn6
— ANI (@ANI) December 11, 2022
Maharashtra | PM Narendra Modi takes a ride on Nagpur Metro from Freedom Park to Khapri, interacts with students
PM purchased his ticket at Freedom Park station of the Nagpur Metro. pic.twitter.com/3bL34qk3LW
— ANI (@ANI) December 11, 2022
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે