પેરાલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર વરુણ ભાટીના પરિવાર પર હુમલો, દાદા-દાદીની હત્યા
રાજધાની દિલ્હી નજીક આવેલા ગ્રેટર નોઈડામાં બદમાશોએ પેરાલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર વરુણ ભાટીના એક સંબંધીના ઘર પર હુમલો કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી/ગ્રેટર નોઈડા: રાજધાની દિલ્હી નજીક આવેલા ગ્રેટર નોઈડામાં બદમાશોએ પેરાલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર વરુણ ભાટીના એક સંબંધીના ઘર પર હુમલો કર્યો છે. બદમાશોએ દંપત્તિનું ગળું ચીરીને હત્યા કરી નાખી અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયાં. આ મામલો ગ્રેટર નોઈડા કોટવાલી વિસ્તારના દનકૌરના જમાલપુર ગામનો છે. કહેવાય છે કે જીવ ગુમાવનાર દંપત્તિ પેરાલ્મિપકમાં સિલ્વર મેડલ જીતનાર વરુણ ભાટીના દાદા અને દાદી હતાં.
મળતી માહિતી મુજબ બદમાશોએ કહેર વર્તાવતા પાડોશમાં રહેતા અન્ય પરિવારના સુધીર અને તેમના પત્ની ઉપર પણ હથિયારથી હુમલો કર્યો અને તેમને ગંભીર ઈજા પહોંચાડી. સૂચના મળતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે. અહીં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે બદમાશોએ ગામમા રહેતા આઝાદ અને તેમની પત્ની વેદવતી પર ધારદાર હથિયારથી હુમલો કર્યો, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું.
પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ લૂંટનો આશય સામે આવી રહ્યો છે. જો કે પોલીસ આ હત્યાઓ અંગે કઈ પણ કહેતા બચી રહી છે. મામલાની જાણકારી મળતા જ પોલીસના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં. દનકૌરના જમાલપુરમાં શુક્રવારે રાતે ડકૈતીની ઘટના બાદ સવારે ગામમાં એસએસપી ડો. અજયપાલ શર્મા પોતાની ટીમ સાથે પહોંચ્યા હતાં.
ઘટનાસ્થળ પર ફોરેન્સિક ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ગ્રામીણોની પણ પૂછપરછ કરી રહી છે. પોલીસ અધિકારીએ ઘટનાના ખુલાસા માટે 5 ટીમોની રચના કરી છે. અત્રે જણાવવાનું કે જકાર્તામાં ચાલી રહેલા પેરા એશિયાડમાં ઊંચી કૂદમાં સિલ્વર મેડલ જીતનારા ગ્રેટર નોઈડાના પેરા એથલિટ વરુણ ભાટી ઘટનાવાળા દિવસે જ ઘરે પાછા ફર્યા હતાં. સપ્ટેમ્બર મહિનામાં થયેલા રિયો પેરાલમ્પિક રમતોત્સવમાં વરુણ ભાટીએ 1.86 મીટરની છલાંગ લગાવીને કાસ્ય પદક પોતાના નામે કર્યો હતો. ઘટના બાદથી પરિવારમાં કોહરામ મચ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે