Coronavirusને કાબૂમાં રાખવા રેલવેની મોટી જાહેરાત, આપી ડેન્જરસ ટ્રેનોની જાણકારી

કોરોના વાયરસ એટલે કે કોવિડ 19ના સૌથી વધારે પોઝિટિવ કેસ દેશના મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં શનિવાર સુધી 52 જેટલા કેસ નોંધાયા છે. 

Coronavirusને કાબૂમાં રાખવા રેલવેની મોટી જાહેરાત, આપી ડેન્જરસ ટ્રેનોની જાણકારી

નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ને કારણે દેશભરમાં ચિંતાનો માહોલ છે. કોરોના વાઈરસના ઈન્ફેક્શનથી દેશની સ્થિતિ ગંભીર થઈ રહી છે. દેશમાં શનિવારે 44 નવા કેસ સામે આવ્યા છે. તેમાં સૌથી વધારે 13 નવા કેસ મહારાષ્ટ્રના નોંધાયા છે. હવે મહારાષ્ટ્રમાં કુલ 65 અને સમગ્ર દેશમાં 296 ઈન્ફેક્શનના કેસ છે. જોકે તેમાંથી 267 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને 23 લોકો સારવાર પછી ઠીક થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી કુલ 4 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં પણ શનિવારે સુધી કોરોનાના 14 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. આ સંજોગોમાં કોરોના વાયરસને કાબૂમાં રાખવા માટે રેલવે મંત્રાલય તરફથી શનિવારે જાહેરાત કરવામાં આવી છે કે 13થી 16 માર્ચ દરમિયાન કોરોના વાયરસના પોઝિટિવ આવેલા 12 જેટલા લોકો રેલવે (Indian Railway)માં મુસાફરી કરી ચુક્યા છે. આથી રેલવે તરફથી લોકોને કોરોના વાયરસથી બચવા માટે ટ્રેનની મુસાફરી મુલતવી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે.

રેલવે તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે, "રેલવેને માલુમ પડ્યું છે કે કોરોના વાયરસના પોઝિટિવ આવેલા કેટલાક લોકો ટ્રેનની મુસાફરી કરી ચુક્યા છે, જેના કારણે રેલવેની મુસાફરી કરવી વધારે જોખમી બની જાય છે. જો તમારો સાથી મુસાફર કોરોના પોઝિટિવ હોય તો તેનો ચેપ તમને પણ લાગી શકે છે. આથી રેલવેની મુસાફરી કરવાનું ટાળો. હાલ પુરતી તમામ મુસાફરી મુલતવી રાખો અને તમારી જાત અને તમારા પરિજનોને સુરક્ષિત રાખો."

રેલવે મંત્રાલયે અલગ અલગ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, "16 માર્ચના રોજ મુંબઈથી જબલપુર ગોડાન એક્સપ્રેસ (ટ્રેન નંબર 11055)ના કોચ બી-1માં મુસાફરી કરનારા ચાર મુસાફરોનો કોવિડ 19 ટેસ્ટ પરીક્ષણમાં પોઝિટિવ આવ્યો છે. આ લોકો ગત દિવસોમાં દુબઈ ફરીને આવ્યા હતા. તમામ સંબંધિત અધિકારીઓને કાર્યવાહી કરવા માટે સતર્ક કરી દેવામાં આવ્યા છે."

Avoid train travel as you may also get infected if your co-passenger has Coronavirus.

Postpone all journeys and keep yourself and your loved ones safe. #NoRailTravel

— Ministry of Railways (@RailMinIndia) March 21, 2020

બીજા એક ટ્વિટમાં રેલવે મંત્રાલયે લખ્યું છે કે, "હોમ ક્વોરન્ટીનનો સ્ટેમપ હોય તેવા બે મુસાફરો બેંગલુરુ અને દિલ્હી વચ્ચે રાજધાની ટ્રેનમાં મુસાફરી કરતા મળી આવ્યા છે. તેમને તાત્કાલિક ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને કોચને સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ સામાજિક અંતર બનાવીને રાખે."

વધુ એક ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, "13 માર્ચના રોજ દિલ્હીથી રામગુંડમ જતી એપી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં મુસાફરી કરનારા 8 મુસાફોનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે."

કોરોના વાયરસ એટલે કે કોવિડ 19ના સૌથી વધારે પોઝિટિવ કેસ દેશના મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં શનિવાર સુધી 52 જેટલા કેસ નોંધાયા છે. જેમાં ત્રણ વિદેશીનો પણ સમાવેશ થાય છે. કોરોનાનો ચેપ ન લાગે તે માટે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. મુંબઈમાં પહેલા જ શટડાઉનની જાહેરાત કરવામાં આવી ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news