રાજસ્થાનના સીએમનું મોટું નિવેદન, અશોક ગેહલોતે કહ્યું- સોનિયા ગાંધી પાસે છે મારું રાજીનામું
Rajasthan CM Ashok Gehlot Resignation: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે, તેમનું રાજીનામું હમેશાં તૈયાર રહે છે. તેમણે કહ્યું- મારું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે જ છે.
Trending Photos
Rajasthan CM Ashok Gehlot Resignation: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને હજી તો ઘણી વાર છે એવામાં રાજસ્થાનમાં અત્યારથી જ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. કોંગ્રેસમાં જૂથવાદનો કકળાટ છે તો બીજી તરફ ભાજપમાં આંતરિક વિખવાદના સમાચારે જોર પકડ્યું છે. એવામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના એક નિવેદને રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મારું તો કાયમી રાજીનામું સોનિયા ગાંધી પાસે રાખ્યું છે. તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સચિન પાયલોટને મળ્યા હતા. ત્યારે આ સમયમાં અશોક ગેહલોતના આ નિવેદનથી સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે. તો બીજી તરફ અશોક ગહેલોતના આ નિવેદન બાદ હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે, પ્રશાંત કિશોરના પ્લાન અંતર્ગત અશોક ગેહલોત બિન-ગાંધી પરિવારના કોંગ્રેસ અધ્યક્ષ બને અથવા ઉપપ્રમુખ બની ચૂંટણી કામગીરી સંભાળશે. જો આવું થાય તો સચિન પાયલોટને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
મીડિયા સાથે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ચર્ચા દરમિયાન આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, સમય-સમય પર મીડિયામાં તેમના રાજીનામાના સાચાર ચાલતા રહે છે. ત્યારે આ વિશે તેમણે જણાવ્યું હતું કે, મારું રાજીનામું તો હંમેશાથી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે જ છે. તેઓ કોઈપણ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. હું તો એ જ અપીલ કરું છુ કે તમે આ અફવાઓને હવા ન આપો. તો બીજી તરફ રાજસ્થાનના રાજકારણમાં નેતૃત્વ પરિવર્તન જોર પડી રહ્યું છે. પાયલોટ જૂથના નેતાઓ સતત એવો દાવો પણ કરી રહ્યા છે. ગુરુવારના સચિન પાયલોટે પણ કહ્યું હતું કે, ખરેખરમાં અમે તેના પર ચર્ચા કરી રહ્યા છીએ. તે ચર્ચામાં બધુ જ સામેલ છે. શું કરીએ, શું ના કરીએ. છેલ્લો નિર્ણય પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે.
તેમણે કહ્યું કે, અમારા જેવા લોકો જે જમીન પર કામ કરી રહ્યા છે, આ અમારી જવાબદારી છે કે અમે યોગ્ય પ્રતિસાદ આપીએ. આ ઉપરાંત સચિન પાયલોટે એમ પણ કહ્યું હતું કે, 2023 માં રાજસ્થાનમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે, આ અંગે સોનિયા ગાંધી સાથે મંથન થયું. પરંતુ તે મુલાકાત બાદ હવે અશોક ગહેલોતે રાજીનામાની અફવાઓ પર પૂર્ણવિરામ મુકવાનું કામ કર્યું છે. ભાર આપીને કહ્યું કે, જ્યારે સીએમ બદલાવવાનો હશે તો તેની ખબર કોઈને પડશે નહીં અને આ કામ રાતોરાત થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે