ભારતમાં આ જગ્યાએ બે લગ્ન કરે છે દરેક પુરૂષ, એક છત નીચે બહેનની જેમ રહે છે બંને પત્નીઓ
Rajasthan News: રાજસ્થાનનું એક ગામ એવું છે, જ્યાં દરેક પુરૂષ બે લગ્ન કરે છે અને બંને પત્નીને એક છત નીચે રાખે છે. સાથે બંને પત્નીઓ પોતાના પતિને વારાફરથી વેચે છે અને સાથે બહેનોની જેમ રહે છે.
Trending Photos
Rajasthan News: રાજસ્થાનમાં ઘણા અનોખા ગામ છે, જ્યાં અલગ-અલગ પરંપરા નિભાવવામાં આવે છે. તેમાંથી આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવીશું જ્યાં દરેક પુરૂષ બે લગ્ન કરે છે અને બંને પત્નીઓ બહેનની જેમ સાથે રહે છે.
રાજસ્થાનમાં આ ગામ જેસલમેરમાં છે, જેને રામદેયોની બસ્તીના નામથી ઓળખવામાં આવે છે. આ ખુબ અનોખું ગામ છે કારણ કે અહીં જેટલા વૃદ્ધો છે તેણે બે લગ્નો કર્યા છે, જેની પત્નીઓ બે બહેનોની જેમ સાથે રહે છે.
અહીં ઘણા પુરૂષોએ બે લગ્નો કર્યાં છે, જેની બંને પત્નીઓ બહેનની જેમ એક છત નીચે રહે છે. અહીં રહેતા લોકોનું કહેવું છે કે બે લગ્નોને કારણે અહીં અત્યાર સુધી કોઈ મહિલાઓમાં ઝગડો થયો નથી.
અહીં બંને પત્નીઓ બહેનોની જેમ રહે છે અને આપસી સહમતિથી પોતાના પતિને એક છત નીચે વિભાજીત કરે છે. આ પરંપરાને લઈને લોકોનું કહેવું છે કે કોઈપણ પુરૂષ પ્રથમ લગ્ન કરે છે તો તેની પત્ની ગર્ભવતી થતી નથી કે પછી તેને પુત્રી થાય છે.
તેના કારણે પુત્ર માટે અહીં પુરૂષો બીજા લગ્ન કરે છે. કહેવાય છે કે જ્યારે પુરૂષ બીજા લગ્ન કરે છે તો તેને પુત્રની પ્રાપ્તિ થાય છે. તેવામાં અહીં દરેક પુરૂષ બે લગ્ન કરે છે. પરંતુ હવેની યુવા પેઢી આ પરંપરામાં માનતી નથી, કારણ કે તે તેની સાથે સહમત નથી. સાથે ઘણા લોકોનું કહેવું છે કે પુરૂષોએ પોતાના ફાયદા માટે આ પરંપરા શરૂ કરી, જેનાથી બીચારી મહિલાઓ પોતાનું ભાગ્ય સમજી અપનાવી રહી હતી.
મહત્વનું છે કે જ્યારે પુરૂષ બીજા લગ્ન કરે છે તો તેની પહેલી પત્ની લગ્નની તૈયારી કરે છે. ત્યારબાદ તે નવી વહૂનો હાથ પકડી તેને ઘરમાં લાવે છે. આ સાથે સુહાગરાતની તૈયારી પણ પ્રથમ પત્ની કરે છે.
ડિસ્ક્લેમરઃ આ લેખ સામાન્ય જાણકારી અને લોકો દ્વારા જણાવવામાં આવેલી કહાનીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે