જ્યારે બીમાર કર્મચારીના હાલ પૂછવા તેના ઘરે પહોંચ્યા Ratan Tata, પછી...
ટાટા ઇન્ડસ્ટ્રી (Tata Industry)ના પૂર્વ ચેરમેન રતન ટાટા (Ratan Tata)ની એક તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ જ વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ તેમના પૂર્વ કર્મચારી સાથે વાત કરતા જોવા મળી રહ્યાં છે. આ તસવીર વાયરલ થયા બાદ રતન ટાટાની ખુબ જ પ્રશંસા થઈ રહી છે
Trending Photos
પુણે: ટાટા ઇન્ડસ્ટ્રી (Tata Industry)ના પૂર્વ ચેરમેન રતન ટાટા (Ratan Tata)ની એક તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ જ વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ તેમના પૂર્વ કર્મચારી સાથે વાત કરતા જોવા મળી રહ્યાં છે. આ તસવીર વાયરલ થયા બાદ રતન ટાટાની ખુબ જ પ્રશંસા થઈ રહી છે. તમને જણાવી દઇએ કે, ટાટા ગ્રુપની કંપનીમાં કામ કરી ચુકેલો આ શખ્સ ઘણા લાંબા સમયથી બીમાર છે. રતન ટાટા (Ratan Tata) તેમના આ પૂર્વ કર્મચારીના હાલ ચાલ પૂછવા તેના ઘરે પહોંચ્યા હતા.
કર્મચારીને મળવા મુંબઇથી પહોંચ્યા પુણે
83 વર્ષીય રતન ટાટાએ ફરી એકવાર દરિયાદિલી દેખાળી છે. દિગ્ગજ ઉદ્યોગપતિ આ કર્મચારીને મળવા મુંબઇથી પુણેની ફ્રેન્ડ્સ સોસાયટી પહોંચ્યા હતા. અહીં તેમણે 2 વર્ષથી બીમાર પૂર્વ કર્મચારી અને તેના પરિવારની મુલાકાત લીધી હતી. રનત ટાટાની આ સ્ટોરી તેમના નજીકના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્યારબાદ દિગ્ગજ ઉદ્યોગપતિની લોકો ખુબજ પ્રશંસા કરી રહ્યાં છે.
પરિવારને આપી મદદની ખાતરી
ટાટાએ તેમના પૂર્વ કર્મચારીના પરિવારને ખાતરી આપી છે કે, તેમની પાસે કોઈપણ વસ્તુનો અભાવ રહેશે નહીં. તેમણે તેમના પૂર્વ કર્મચારીના બાળકોના અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવ્યો છે. ટાટાએ પ્રશંસનીય કાર્ય કર્યું છે. નહીં તો આજના યુગમાં ભાગ્યે જ કોઈ ઉદ્યોગપતિ હશે કે જે તેમની કંપનીના કર્મચારીની સંભાળ લેવા તેના ઘરે પહોંચ્યા હોય. તેમને જણાવી દઇએ કે, રતન ટાટાએ આવા જાહેર કાર્યો દ્વારા ઘણીવાલ લોકોનું દિલ જીતી લીધું છે.
રતન ટાટા અને બીમાર શખ્સની મુલાકાતની તસવીર અને ત્યારબાદની કહાલીને યોગેશ દેસાઈ નામના શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઈન (LinkedIn) પર શરે કરી. ત્યારબાદ આ તસવીર વાયરલ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે