Farmers Protest: KMP પર ઉતરશે કિસાન, ગાઝિયાબાદ અને પલવલથી નીકળશે ટ્રેક્ટર રેલી

સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ ગુરુવારે સવારે 11 વાગ્યે ખેડુતોની ટ્રેક્ટર યાત્રા ગાજીપુર સરહદથી પલવલ સુધી નીકળશે. ખેડૂત નેતા રાકેશ ટીકેતના નેતૃત્વમાં આ ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે

Farmers Protest: KMP પર ઉતરશે કિસાન, ગાઝિયાબાદ અને પલવલથી નીકળશે ટ્રેક્ટર રેલી

નવી દિલ્હી: આજે કિસાન આંદોલનનો 41મો દિવસ છે. તેમની માંગ પૂર કરાવવા માટે કિસાનોએ નવી રણનીતિ તૈયાર કરી છે. 8 જાન્યુઆના કિસાનોની સરકાર સાથે ફરી એકવાર ચર્ચા થશે, પરંતુ તે પહેલા આવતીકાલે 7 જાન્યુઆરીના ખેડૂતો મોટું પ્રદર્શન કરવા જઈ રહ્યાં છે. જો 8 જાન્યુઆરીની બેઠકથી કોઈ સમાધાન ઉકેલાય નહીં તો 9 જાન્યુઆરીએ કૃષિ કાયદાની નકલો સળગાવવાની તૈયારી ચાલી રહી છે. તેમજ 9 જાન્યુઆરીથી હરિયાણામાં ખેડૂત સંગઠનો ઘરે ઘરે જઈને લોકોનો સંપર્ક શરૂ કરશે અને 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડની ચેતવણી આપવામાં આવી છે.

ગાજીપુર બોર્ડરથી પલવલ સુધી ટ્રેક્ટર રેલી
સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ ગુરુવારે સવારે 11 વાગ્યે ખેડુતોની ટ્રેક્ટર યાત્રા ગાજીપુર સરહદથી પલવલ સુધી નીકળશે. ખેડૂત નેતા રાકેશ ટીકેતના નેતૃત્વમાં આ ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે.

ખેડુતોએ બનાવી પોતાની કંપની
ત્રણ નવા કેન્દ્રીય કૃષિ કાયદા અને અન્ય માંગણીઓ અંગે ખેડુતો 42 દિવસથી દિલ્હીની સરહદો પર છાવણી કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર સાથે અનેક રાઉન્ડની વાતચીત બાદ પણ તેનું પરિણામ બહાર આવ્યું નથી. આવી સ્થિતિમાં મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કેટલાક ખેડૂતોએ નવો માર્ગ અપનાવ્યો છે. તેઓએ પોતાનું ભાવિ બદલવાનું વચન આપ્યું છે. અહીં ખેડૂતોએ એકત્રીત થઈને પોતાની કંપની બનાવી છે, જેના બેનર હેઠળ હવે તેઓ બજારમાં જ પોતાનું ઉત્પાદન વેચવા જાય છે અને પહેલેથી જ બમણો નફો મેળવી રહ્યા છે, કંપની બનાવનારા આ ખેડુતોને મંડળની ચિંતા નથી, કે નથી વચેટિયાઓનો ખોફ.

આવતીકાલે ખેડુતોની ટ્રેક્ટર રેલી
મંગળવારે, ખેડૂત સંગઠનોએ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન પર ખેડુતોની પરેડ નીકાળવાની વાતનો પુનરોચ્ચાર કરતા કહ્યું હતું કે 7મી જાન્યુઆરીએ કેએમપી એક્સપ્રેસ વે પર તેની ઝાંખી જોવા મળશે. જે રેલી અગાઉ 6 તારીખના યોજાવાની હતી, તે બદલીને 7 જાન્યુઆરી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news