દેશના દિગ્ગજ પત્રકાર અને ફેમસ એન્કર સુધીર ચૌધરીને મળ્યો મોસ્ટ પોપુલર ફેસ એવોર્ડ
સુધીર ચૌધરી Zee News, WION અને Zee Business ના CEO અને એડિટર-ઈન-ચીફ છે અને લાંબા સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં સક્રિય છે. હાલમાં, તે ઝી ન્યૂઝનો પ્રાઇમ ટાઇમ ન્યૂઝ શો ડેઇલી ન્યૂઝ એન્ડ એનાલિસિસ (DNA) રજૂ કરે છે. આ દેશનો નંબર 1 ન્યૂઝ શો છે.
Trending Photos
નવી દિલ્હી: ગવર્નન્સ નાઉ (Governance Now) એ વર્ષ 2021 માટે વિઝનરી એવોર્ડ 2021 (Visionary Awards 2021) ની જાહેરાત કરી છે. જાણીતા એન્કર અને પત્રકાર સુધીર ચૌધરીની મોસ્ટ પોપ્યુલર ફેસ ન્યૂઝ (હિન્દી) માટે પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુ (Kiren Rijiju) 29 જાન્યુઆરીએ વર્ચ્યુઅલ રીતે આયોજિત કાર્યક્રમમાં 7 વિવિધ કેટેગરીમાં પસંદ કરાયેલા વિજેતાઓને સન્માનિત કરશે.
Zee News ના એડિટર-ઇન-ચીફ છે સુધીર ચૌધરી
સુધીર ચૌધરી Zee News, WION અને Zee Business ના CEO અને એડિટર-ઈન-ચીફ છે અને લાંબા સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં સક્રિય છે. હાલમાં, તે ઝી ન્યૂઝનો પ્રાઇમ ટાઇમ ન્યૂઝ શો ડેઇલી ન્યૂઝ એન્ડ એનાલિસિસ (DNA) રજૂ કરે છે. આ દેશનો નંબર 1 ન્યૂઝ શો છે. 90ના દાયકામાં પત્રકારત્વની કારકિર્દી શરૂ કરનાર સુધીર ચૌધરીએ 2001માં સંસદ પર હુમલો અને કારગિલ યુદ્ધ સહિત અનેક મોટી ઘટનાઓને કવર કરી છે. સુધીર ચૌધરીને તેમના ઉત્તમ પત્રકારત્વ માટે રામનાથ ગોએન્કા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
7 અલગ-અલગ કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા વિજેતા
વિઝનરી એવોર્ડ્સ 2021 (Visionary Awards 2021) માટે સુધીર ચૌધરી ઉપરાંત, મનોરંજન ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નિયમનકારી અને નાણાકીય ક્ષેત્રમાં તેમના યોગદાન માટે આશિષ ચૌહાણ, MD, COVID-19 પરિસ્થિતિને સંભાળવા બદલ શ્રેષ્ઠ વહીવટકર્તાના રૂપમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઈકબાલ ચહલને, ફોર મોસ્ટ પોપ્યુલર ફેસ ન્યૂઝ (અંગ્રેજી) માટે ઈન્ડિયા ટુડે ગ્રુપ કન્સલ્ટિંગ એડિટર રાજદીપ સરદેસાઈ અને પોલિટિકલ સ્પોકપર્સન ઓફ ધ ઇયરના રૂપમાં ભાજપના નેતા શહજાદ પૂનાવાલાની પસંદગી કરવામાં આવી છે.
અને ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાને વર્ષના રાજકીય પ્રવક્તા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
ગવર્નન્સ નાઉ (Governance Now) એ અધિકારી બ્રધર્સ દ્વારા સંચાલિત મેગેઝિન છે, જે જાહેર નીતિ અને શાસનના વિશ્લેષણ માટે જાણીતું છે. હાલમાં, ગવર્નન્સ નાઉ વેબસાઈટ પર અને એક પાક્ષિક મેગેઝિન (Fortnightly Magazine) તરીકે ઉપલબ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે