Kiren rijiju News

મોદી સરકારના કાયદા મંત્રીનું મોટું નિવેદન, ‘રાજકારણીઓ ફસાય ત્યારે જજને આગળ વધારે છે’
ગાંધીનગરમાં આવેલ NFSU ના નવા પ્રકલ્પોની કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ (kiren rijiju) એ આજે શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે સુપ્રિમ કોર્ટના જજ એમ.આર. શાહ, ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય જજ આર.એમ.છાયા પણ હાજર રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે કાયદા મંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે એક મુદ્દે હળવી ટકોર કરતા કહ્યું કે, અમે રાજકારણીઓ જ્યારે ફસાઈ જઈએ છીએ ત્યારે જજોને આગળ કરી દઈએ છીએ. અમારી વચ્ચે કોઈ ટકરાવ નથી. જજો જે કહે છે તે લાગુ અમારે કરવાનું હોય છે, એટલે અમે એમને ખૂબ સાંભળીએ છીએ. સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે તાલમેલ ખૂબ જરૂરી છે. એવા ઘણા કાયદાઓ છે જેમનો અમલ નથી થતો. આ સરકાર એકદમ એક્શન મોડમાં છે અને આરામ શબ્દ અમારી ડિક્શનરીમાં જ નથી. પ્રધાનમંત્રી રજા નથી લેતા, તો મંત્રીઓ કેવી રીતે લઈ શકે. 
Sep 26,2021, 13:27 PM IST
મહિલા ખેલાડીએ નોંધાવી સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ, રિજિજૂએ આપ્યું નિવેદ
Jan 18,2020, 21:21 PM IST

Trending news