સરકારી ઓફિસોમાં RSS પર પ્રતિબંધ મામલે શિવરાજ ચૌહાણે કોંગ્રેસને આપ્યો સણસણતો જવાબ

કોઈ પણ આરએસએસની શાખાઓમાં સરકારી કર્મચારીઓના જવા પર પ્રતિબંધ લગાવવા સંબંધી કોંગ્રેસના વચનપત્રમાં કરવામાં આવેલ વાયદા પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે પલટવાર કરતા કહ્યું કે, સંઘના દરેક આયોજનમાં જવાની બધાને છૂટ છે, અને આગળ પણ રહેશે.

Updated By: Nov 13, 2018, 10:55 AM IST
સરકારી ઓફિસોમાં RSS પર પ્રતિબંધ મામલે શિવરાજ ચૌહાણે કોંગ્રેસને આપ્યો સણસણતો જવાબ

ખરગોન : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આરએસએસની શાખાઓ રાજ્યના સરકારી ઓફિસોમાં લાગતી રહેશે અને કર્મચારીઓને તેમાં સામલ થવા પર કોઈ પ્રતિબંધ નહિ હોય. આ સાથે જ તેમણે કહ્યું કે, કોઈ પણ આરએસએસની શાખાઓમાં સરકારી કર્મચારીઓના જવા પર પ્રતિબંધ લગાવવા સંબંધી કોંગ્રેસના વચનપત્રમાં કરવામાં આવેલ વાયદા પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે પલટવાર કરતા કહ્યું કે, સંઘના દરેક આયોજનમાં જવાની બધાને છૂટ છે, અને આગળ પણ રહેશે.

જિલ્લાના બડવાહ વિધાનસભા ક્ષેત્રના બેડિયામાં ભાજપા ઉમેદવારના સમર્થનમાં ઈલેક્શન સભા માટે આવેલ ચૌહાણે સોમવારે મીડિયા સાથેની વાતચીતમાં સંઘને દેશભક્તોનું સંગઠન ગણાવ્યું. તેમણે કહ્યું કે, સરકારી કર્મચારીઓ જ નહિ, દરેક દેશભક્ત સંઘની શાખામાં જઈ શકે છે. મેં જ 2006માં સંઘની શાખામાં જવાનો પ્રતિબંધ હટાવ્યો હતો. કોંગ્રે અહંકારમાં જીવી રહી છે, સંઘના દરેક આયોજનમાં તમામને જવાની છૂટ છે અને રહેશે.

આ વચ્ચે જિલ્લામાં ઈલેક્શન પ્રચાર કરવા આવેલ કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મુદ્દે કહ્યં કે, ધર્મને રાજનીતિમાં ન લાવવું જોઈએ. અમારો હેતુ છે કે રાજનીતિને ધર્મથી દૂર રાખવું જોઈએ. કોઈ પણ સરકારી કર્મચારી કોઈ પણ રાજનીતિક સંગઠન સાથે જોડાયેલ નથી. તેથી કોંગ્રેસે આ મુદ્દાને વચનપત્રમાં સામેલ કર્યો હતો. રાજ્યમાં 28 નવેમ્બરના રોજ ઈલેક્શન થવાના છે. 

Image result for kamal nath zee news

ઉલ્લેખનીય છે કે, શનિવારે કોંગ્રેસે જાહેર કરેલા પોતાના વચનપત્રમાં કહ્યું હતું કે, જો પ્રદેશમાં તેમની સરકાર આવે છે, તો તેઓ સરકારી પરિસરમાં આરએસએસની શાખાઓ લાગવા પર પ્રતિબંધ મૂકશે, તથા શાસકીય અધિકારી તેમજ કર્મચારીઓને શાખાઓમાં છૂટ સંબંધી આદેશ દૂર કરશે. આ વચનપત્રના એક દિવસ બાદ રવિવારે ભાજપા પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસને ચેલેન્જ આપતા કહ્યું કે, જો હિંમત હોય તો સંઘની શાખાઓ પર પ્રતિબંધ લગાવીને બતાવો.

1981માં લાગ્યો હતો પ્રતિબંધ
વરિષ્ઠ પત્રકાર રાકેશ દીક્ષિતે કહ્યું કે, તત્કાલીન કોંગ્રેસ સરકારે વર્ષ 1981માં મધ્યપ્રદેશમાં સરકારી ભવનોમાં આરએસએસની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેના બાદ વર્ષ 200માં તત્કાલીન મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની સરકારે આ પ્રતિબંધને સિવિલ સર્વિસિસ ડન્ડક્ટ રુલ અંતર્ગત જાહેર કર્યો હતો. 

દીક્ષિતે કહ્યું કે, તેના બાદ નવેમ્બર 2003માં ભાજપાની સરકાર પ્રદેશમાં આવી અને ઉમા ભારતી મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે પણ આ પ્રતિબંધને ચાલુ રાખ્યો હતો. ઉમા ભારતીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યા બાદ બાબુલાલ ગૌર મુખ્યમંત્રી બન્યા. ત્યારે પણ આ પ્રતિબંધ યથાવત રહ્યો હતો. પરંતુ ગૌર બાદ વર્ષ 2005ના નવેમ્બર મહિનામાં શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી બન્યા અને તેમણે વર્ષ 2006માં આરએસએસને સામાજિક-સાંસ્કૃતિક સંગઠન તેમજ બિનરાજનીતિક સંગઠન ગણાવીને તેના પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો હતો.