મધ્યપ્રદેશ

ઘરમાં એકલા રહેતા હોય તો આ સમાચાર ખાસ વાંચી લેજો, નહીં તો મધ્યપ્રદેશની ગેંગ એકલામાં કરે છે આ કામ!

આ ઉપરાંત આ બન્ને આરોપીઓએ અગાઉ 14થી વધુ ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે. બંને આરોપીની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે, સાથે જ આ કેસમાં વોન્ટેડ વધુ એક આરોપીને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

Dec 21, 2021, 10:28 PM IST

હવે ગુજરાતમાં 'લવ' થઇ શકશે પણ 'જેહાદ' નહી, આજથી 'લવ જેહાદ'નો કાયદો લાગુ

વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તનની પ્રવૃતિ અટકાવવા માટે વિધાનસભામાંથી પસાર કરાયેલા લવ જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદો આજથી ગુજરાતમાં લાગુ થઇ ચુક્યો છે. અગાઉ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આ કાયદો લાગુ કરવામાં આવી ચુક્યો છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજુ કર્યું હતું. જે વિધાનસભામાંથી પાસ થઇ ગયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે ગયું હતું. જે મંજુર થયા બાદ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આજથી ધર્મ સ્વાતંત્ર ધારા અધિનિયમ 2021નો અમલ શરૂ થઇ ચુક્યો છે. 

Jun 15, 2021, 05:11 PM IST

આજથી ગુજરાતના સીમાડા સીલ, ગુજરાતમાં પ્રવેશવા માટે RTPCR ટેસ્ટ ફરજિયાત

  આજથી ગુજરાતને જોડતી તમામ બોર્ડરથી રાજ્યમાં પ્રવેશનારા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશવા માટેના તમામ સીમાડા સીલ કરી દેવામાં આવ્યા છે. હવે ગુજરાતમાં પ્રવેશવા માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત રહેશે. જે વ્યક્તિ પાસે ટેસ્ટ રિઝલ્ટ નહી હોય તેનો ટેસ્ટ કરવામાં આવશે. બનાસકાંઠાને રાજસ્થાન સાથે જોડતી બોર્ડરનાં ચાર્યે મહત્વના પોઇન્ટ સરકાર દ્વારા સીલ કરી દેવાયા છે. જો ટેસ્ટ કરાવેલો હશે તો જ એન્ટ્રી મળશે. 

Apr 1, 2021, 04:36 PM IST

જેની સાથે પ્રેમ લગ્ન કર્યા તેણે જ જંગલમાં જઇને કુહાડી વડે બંન્ને હાથ કાપી નાખ્યા, ડોક્ટર્સે 9 કલાક ઓપરેશન કર્યું અને...

મધ્યપ્રદેશમાં એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી હતી જેમાં પતિએ ચરિત્ર પર રાખેલી આશંકાને લીધે હેવાન બની ગયેલા પતિએ કુહાડીથી પત્નીના હાથ કાપી નાખ્યા હતા. મંગળવારે મહિલા તેના સસરા સાથે સાગરમાં ભોપાલની હમીદિયા હોસ્પિટલ પહોંચી હતી. અહીં ડોક્ટર્સની ટીમ દ્વારા 9 કલાક સુધી તેનું ઓપરેશન કર્યા બાદ તેના બંન્ને હાથ જોડી દીધા હતા. ડોક્ટર્સનાં અનુસાસ મહિલાના હાથમાં મુવમેન્ટ થઇ રહી છે. જો કે 3થી 4 દિવસ બાદ જ સાચી સ્થિતી અંગેનો ક્યાસ લગાવી શકાશે. 

Mar 25, 2021, 05:42 PM IST

સુરતમાંથી બાઇક ચોરી કરીને ચોર ભાગી જતા મધ્યપ્રદેશ, પોલીસે આ રીતે પકડ્યાં આરોપી

* સુરત ગ્રામ્યમાં વાહન ચોરીના કિસ્સા વધતા પોલીસ આવી હરકતમાં
* સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે શંકાના આધારે બેને ઝડપી પાડ્યા
* બે પૈકી એક સગીર હોવાથી પોલીસે સગીરને બાળ ગૃહમાં મોકલી આપ્યો
* પણ અન્ય એક આરોપીની પૂછપરછમાં એક નહી પણ ત્રણ જીલ્લાના ૧૫ કેસ ઉકેલાઈ ગયા

Dec 26, 2020, 10:44 PM IST

હું કોઈપણ કિંમતે મધ્યપ્રદેશની ધરતી પર 'લવ-જેહાદ'ની મંજૂરી આપીશ નહીંઃ સીએમ શિવરાજ

આ દિવસોમાં દેશમાં લવ-જેહાદનો મુદ્દો ચર્ચામાં છે. જ્યાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશે તેના પર કાયદો બનાવી દીધો છે. તો મધ્યપ્રદેશમાં પણ લવ જેહાદ પર કાયદો બનાવવાની વાત સામે આવી રહી છે.

Nov 25, 2020, 07:51 PM IST

CM શિવરાજે પૂર્વ કોંગ્રેસ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું દલાલોનો અડ્ડો હતો સચિવાલય

મધ્યપ્રદેશમાં કમલનાથની આગેવાનીવાળી પૂર્વવર્તી કોંગ્રેસ સરકાર પર તીખો હૂમલો કરતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારેને આરોપ લગાવ્યો કે, આ સરકારે પ્રદેશ સચિવાલયનો દલાલોનો અડ્ડો બનાવી દીધો હતો. આ ટોપ ઓફીસમાં દરરોજ નાણાની લેવડ દેવડી વાતો થતી હતી. ચૌહાણે કહ્યું કે, પૂર્વવર્તી કોંગ્રેસ સરકારે પ્રદેશની જનતાને ગુમરાહ કરીને ખેડૂતોનાં દેવા માફી અને અન્ય ચૂંટણી લક્ષી વચનો નથી નિભાવ્યા. આ સરકારે પ્રદેશનાં સચિવાલયનાં દલાલોનો અડ્ડો બનાવી દીધો હતો.

Jun 8, 2020, 10:38 PM IST

સાળીનાં લગ્નમાં પહોંચેલા બનેવી નિકળ્યો કોરોના પોઝિટિવ, તમામ મહેમાનો ક્વોરન્ટાઇન કરાયા

મધ્યપ્રદેશના (Madhya Pradesh) છિંદવાડામાં સાળીના લગ્નમાં ભાગ લેવા માટે પહોંચેલા જીજાએ કોરોના પોઝિટિવ (Coronavirus)  આવતા હડકંપ મચી ગયો. સમગ્ર લગ્ન સમારંભમાં હાજર તમામ લોકોને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવાહ સમારોહમાં જયમાલાની રસ્મ પુર્ણ થઇ રહી હતી દરમિયાન માહિતી મળી કે દુલ્હનનાં જીજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બસ પછી તો શું હતું સમગ્ર વિવાહ સમારંભમાં ખલબલી મચી ગઇ હતી.

May 29, 2020, 05:29 PM IST

અમદાવાદ: લોકડાઉન છતા પણ UP, MP અને રાજસ્થાની શ્રમજીવીઓની હિજરત યથાવત્ત

લોકડાઉનના કારણે સમગ્ર દેશ અને રાજ્ય ઠપ્પ થઇ ચુક્યા છે. જેના કારણે ગુજરાતમાં બહારથી આવેલા સેંકડો શ્રમજીવીઓ પોત પોતાના રાજ્યમાં પરત ફરી રહ્યા છે. જો કે લોકડાઉનના કારણે કોઇ વાહન નહી મળવાનાં કારણે આ શ્રમજીવીઓ પોતાનાં પરિવાર સાથે ખભે થેલા નાખીને ચાલતી પકડી છે. આ લોકો ચાલતા રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોમાં પોતાના પારિવારિક ગામડે પરત ફરી રહ્યા છે. 

Mar 29, 2020, 05:14 PM IST
The_country_s_famous_temples_closed_1 PT1M36S

કોરોના ઇફેક્ટનાં પગલે દેશનાં ખ્યાતનામ મંદિરો બંધ...

કોરોના ઇફેક્ટનાં પગલે દેશનાં ખ્યાતનામ મંદિરો બંધ થયા છે. દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે.

Mar 16, 2020, 11:00 PM IST

જ્યોતિરાદિત્યએ શિવરાજના કર્યા વખાણ, કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- સિંધિયાને લલકારો તો ચુપ ન રહે

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, 'મારા માટે આજે ભાવુક દિવસ છે. જે સંગઠન અને જે પરિવારમાં મેં 20 વર્ષ પસાર કર્યાં, મારી મહેનત લગન, મારા સંકલ્પ જેના માટે ખર્ચ કર્યાં, તે બધુ છોડીને હું મને તમારા હવાલે કરુ છું.'

Mar 12, 2020, 08:21 PM IST

હવે મહારાજ અને શિવરાજ બંન્ને ભાજપમાં: પૂર્વ સીએમ ચૌહાણ

શિવરાજ સિંહે કહ્યું, 'લગભગ 18 મહિના પહેલા 2018માં તેમણે કોંગ્રેસ પાર્ટી માટે કામ કર્યું હતું. પરંતુ કમલનાથની સરકારે મધ્યપ્રદેશને તબાહ અને બરબાદ કરી દીધું છે. 

Mar 11, 2020, 04:56 PM IST

કમલનાથનો ડર કે કોઈ અન્ય પ્લાન? ભાજપે પોતાના ધારાસભ્યોને ભોપાલથી કર્યાં શિફ્ટ

આ વચ્ચે ભાજપ પોતાના ધારાસભ્યોને મધ્યપ્રદેશથી બહાર મોકલી રહી છે. 

Mar 10, 2020, 09:50 PM IST

સામાન્ય બહુમત પર ટકેલી છે કમલનાથ સરકાર, રાજ્યમાં આવું છે રાજકીય સમીકરણ

રાજ્યસભા ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી ઉતાર-ચઢાવ આવી રહ્યો છે. રાજ્યની કમલનાથ સરકાર સામાન્ય બહુમતના આધાર પર ટકેલી છે. તેવામાં ધારાસભ્યોના બળવાખોર વલણથી સરકારના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવવા લાગ્યા છે. 

Mar 9, 2020, 10:22 PM IST

મધ્યપ્રદેશના તમામ મંત્રીઓએ સીએમને રાજીનામાં આપ્યા, નવી કેબિનેટ બનાવશે કમલનાથ

મધ્ય પ્રદેશ કોંગ્રેસના 16 ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી બેંગલુરૂના રિઝોર્ટમાં લઈ ગઈ છે તેવી માહિતી છે. માનવામાં આવી રહ્યું છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના આ ધારાસભ્યોને ભાજપ લઈ ગયું છે. 

Mar 9, 2020, 09:06 PM IST

મધ્યપ્રદેશઃ મુશ્કેલમાં કમલનાથ સરકાર, કોંગ્રેસના 10 ધારાસભ્યો બેંગલુરૂ પહોંચ્યા

મધ્ય પ્રદેશ કોંગ્રેસના 10 ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી બેંગલુરૂના રિઝોર્ટમાં લઈ ગઈ છે તેવી માહિતી છે. માનવામાં આવી રહ્યું છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના આ ધારાસભ્યોને ભાજપ લઈ ગયું છે. 

Mar 9, 2020, 06:54 PM IST
Special Name of Person in Madsor PT2M41S

મંદસૌરના છબ્બીસ જનવરી ટેલરની મુશ્કેલી છે અનોખી, જાણવા કરો ક્લિક

મધ્યપ્રદેશના મંદસૌરમાં એક વ્યક્તિનું નામ છે છબ્બીસ જનવરી ટેલર. તેના નામનો તેને ગર્વ છે પણ સાથે તે હેરાન થઈ ચૂક્યો છે. આ નામને તેને અનેક લોકો તેની મજાક બનાવી રહ્યા છે. ક્યારેક તે પોતાના નામને કારણે આનંદ અનુભવે છે અને ક્યારેક મુશ્કેલી. તેમનો જન્મદિવસ પણ દરેક હિન્દુસ્તાની મનાવે છે. તેમનો જન્મ 26 જાન્યુઆરી, 1966ના રોજ થયો છે.

Jan 26, 2020, 06:00 PM IST
News Room Live: Importance News Of Today PT26M52S

News Room Live: જુઓ આજના મહત્વ પૂર્ણ સમાચાર ન્યુઝ રૂમ લાઈવમાં

મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિધાનસભા વિસ્તાર રાજકોટમાં છેલ્લા 1 વર્ષમાં કુલ 1235 બાળકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં જ 253 બાળકો મોતને ભેટ્યા છે. ગુજરાતના પ્રમુખ શહેરની સરકારી હોસ્પિટલમાં બાળકોના મોત મામલે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે બાળકોના મોત મામલે યોગ્ય તપાસ કરાશે. સમગ્ર રીપોર્ટ સરકાર દ્વારા વિવિધ સરકારી હોસ્પિટલથી મંગાવામાં આવ્યો છે. દર ૧ હજાર બાળકે ૩૦ બાળકોના મોત થાય છે અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં મેડિકલ સારવાર સારી મળે છે.

Jan 5, 2020, 08:15 PM IST

સાવરકર અને ગોડસે વચ્ચે હતા સજાતીય સંબંધો: કોંગ્રેસ વિકૃત પ્રચાર પર ઉતરી આવ્યું?

રાજધાની ભોપાલમાં (Bhopal) સેવાદળનાં નેશનલ ટ્રેનિંગ કેમ્પમાં સાવરકર પર વિવાદિત સાહિત્ય વહેંચવાનો મુદ્દો સામે આવ્યો છે. કાર્યકર્તાઓ દ્વારા વહેંચવામાં આવેલા સાહિત્યના કારણે વિવાદ પેદા થઇ ગયો છે. આ સાહિત્યમાં સાવરકરનાં નામે અનેક વિવાદિત વસ્તુઓ લખવામાં આવી છે, વીર સાવરકર કેટલા વીર ? નામના આ પુસ્તકમાં નાથૂરામ ગોડસે અને સાવરકરના સંબંધ અંગે પણ વિવાદિત ટીપ્પણી કરવામાં આવી છે. પુસ્તકમાં સાવરકર અને ગોડસેનાં સંબંધોને સમલૈંગિક સંબંધ ગણાવ્યા છે. બીજી તરફ આ પુસ્તકમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સાવરકરે બળાત્કારને એક ન્યાય સંગત રાજનૈતિક હથિયાર ગણાવ્યું છે. 

Jan 2, 2020, 11:34 PM IST

વ્યાપમં કૌભાંડમાં 31 આરોપી દોષી, 25ના થશે સજાનું એલાન

પહેલા વ્યાપમંનું નામ વ્યાવસાયિક પરીક્ષા મંડળ હતું, જેને હવે 'પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ' કરી દેવામાં આવ્યું છે. જાન્યુઆરી 1970મા વ્યાપમંના સફરની શરૂઆત થઈ હતી. 

Nov 21, 2019, 09:57 PM IST