LG vs દિલ્હી સરકાર: ACB કેન્દ્રના તાબા હેઠળ, ટ્રાન્સફર-પોસ્ટિંગ મુદ્દે સુપ્રીમના બંને જજમાં મતભેદ
દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અધિકારોના મામલે ઊભા થયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટની બે જજોની પેનલે વિરોધાભાસી ચૂકાદો આપ્યો છે. જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે અધિકારીઓની નિયુક્તિ અને ટ્રાન્સફરના અધિકાર કેન્દ્રની પાસે હોવા જોઈએ કે દિલ્હી સરકાર પાસે તે મામલે અલગ અલગ મત વ્યક્ત કર્યો છે. દિલ્હીમાં પબ્લિક સર્વિસ કમિશનને લઈને બંને જજોના અલગ મત છે. જસ્ટિસ સિકરીએ કહ્યું કે ન્યાયસંગત વ્યવસ્થા બનાવવી જરૂરી છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અધિકારોના મામલે ઊભા થયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટની બે જજોની પેનલે વિરોધાભાસી ચૂકાદો આપ્યો છે. જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે અધિકારીઓની નિયુક્તિ અને ટ્રાન્સફરના અધિકાર કેન્દ્રની પાસે હોવા જોઈએ કે દિલ્હી સરકાર પાસે તે મામલે અલગ અલગ મત વ્યક્ત કર્યો છે. દિલ્હીમાં પબ્લિક સર્વિસ કમિશનને લઈને બંને જજોના અલગ મત છે. જસ્ટિસ સિકરીએ કહ્યું કે ન્યાયસંગત વ્યવસ્થા બનાવવી જરૂરી છે. જોઈન્ટ સેક્રેટરી અને ઉપરના અધિકારીઓની ટ્રાન્સફર તથા પોસ્ટિંગ એલજી કરશે જ્યારે ગ્રેડ 3, 4ના અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ સીએમ ઓફિસ કરશે. જો કોઈ મતભેદ થાય તો મામલો રાષ્ટ્રપતિ પાસે જશે. બે જજોની બેન્ચમાં સામેલ જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે સર્વિસિઝ કેન્દ્ર પાસે રહેશે. બંને જજો બાકીના મુદ્દે જો કે સહમત રહ્યાં હતાં.
ચુકાદા મુજબ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિયુક્તિના અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે. જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો કેન્દ્રના તાબામાં રહેશે. કારણ કે પોલીસ કેન્દ્ર પાસે છે. રેવન્યુ પર એલજીની સહમતિ લેવી પડશે. ઈલેક્ટ્રિસિટીના મામલે ડાઈરેક્ટરની નિયુક્તિ સીએમ પાસે રહેશે.
જજો વચ્ચે મતભેદ, ત્રણ સભ્યોની બેન્ચની રચના
દિલ્હીમાં સર્વિસિઝનું નિયંત્રણ કોની પાસે રહેશે તેના પર બંને જજોના અલગ મત હોવાના કારણે તેનો ચુકાદો હવે સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની પેનલ કરશે. રાજ્ય સૂચિમાં રાજ્ય પબ્લિક સર્વિસિઝની એન્ટ્રી 41 હેઠળ દિલ્હી સરકારની કાર્યકારી શક્તિઓ મામલે જસ્ટીસ સિકરી અને જસ્ટિસ ભૂષણના મત અલગ હતાં. જસ્ટિસ ભૂષણે કહ્યું કે દિલ્હી સરકાર પાસે આ સંબંધે કોઈ કાર્યકારી શક્તિઓ નથી જ્યારે જસ્ટિસ સિકરીએ કહ્યું કે જોઈન્ટ સેક્રેટરી અને તેમની ઉપરના રેંકના અધિકારીઓની નિયુક્તિનો અધિકાર ઉપરાજ્યપાલ પાસે રહેશે. જ્યારે નીચેના રેંકના અધિકારીઓની નિયુક્તિ અને બદલીનો અધિકાર GNCTD પાસે રહેશે.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે તપાસ કમિશનની નિયુક્તિનો અધિકાર કેન્દ્ર પાસે રહેશે. દિલ્હી સરકાર કમીશન ઓફ ઈન્ક્વાયરી એક્ટ 1952 હેઠળ તેની નિયુક્તિ કરી શકે નહીં. આ સાથે જ સુપ્રીમે કહ્યું કે ઉપરાજ્યપાલ કોઈ પણ મુદ્દે પોતાનો મત બનાવી શકે છે પરંતુ અહીં કોઈનો અર્થ દરેક નાના નાના મુદ્દા પર મત ઊભો કરવાનો નથી. ઉપરાજ્યપાલે રૂટીન કામકાજમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. તેમણે દિલ્હી સંલગ્ન તે મૂળભૂત મુદ્દાઓ પર પોતાના મત વ્યક્ત કરવા જોઈએ જે રાષ્ટ્રપતિ સુધી જઈ શકે છે. ઉપરાજ્યપાલે ફાઈલો રોકવી જોઈએ નહીં. તેમણે કેબિનેટની ભાવનાનું સન્માન કરવું જોઈએ.
ટ્રાન્સફર તથા પોસ્ટિંગ
સર્વિસિઝને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગ્રેડ 1 અને ગ્રેડ 2ના અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ કેન્દ્ર સરકાર કરશે જ્યારે ગ્રેડ 3 અને ગ્રેડ 4ના અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગનો મામલો દિલ્હી સરકારના તાબા હેઠળ રહેશે. જ્યારે વીજળી વિભાગની ટ્રાન્સફર, પોસ્ટિંગ અને વીજળીના રેટ દિલ્હી સરકાર નક્કી કરશે. જો કે જસ્ટિસ ભૂષણ તમામ મુદ્દાઓ પર જસ્ટિસ સિકરીના મત સાથે સહમત નહતાં.
સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે ચૂંટાઈ આવેલી દિલ્હી સરકાર કમિશન ઓફ ઈન્ક્વાયરીની રચના કરી શકે નહીં. જસ્ટિસ સિકરીએ કહ્યું કે જોઈન્ટ સેક્રેટરીની ઉપરના અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર એલજી પાસે રહે તે જરૂરી છે. જો કે નીચેના અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર સીએમ ઓફિસના નિયંત્રણમાં હોઈ શકે છે.
રેવન્યુ
સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કહેવાયું છે કે જમીન સંલગ્ન મામલા દિલ્હી સરકારના તાબામાં રહેશે. જે મુજબ દિલ્હી સરકાર જમીનના ભાવ અને વળતરની રકમ નક્કી કરી શકે છે. દિલ્હી સરકારને રાહત મળી છે કારણ કે હવે જમીનનો મામલો સીએમ ઓફિસના કંટ્રોલમાં રહેશે.
કેન્દ્ર પાસે એસીબી
આ મુદ્દે બંને જજોમાં સહમતી બની. એન્ટી કરપ્શન બ્રાન્ચનો અધિકાર પણ કેન્દ્રને અપાયો છે. કારણ કે પોલીસ ફોર્સ કેન્દ્રના નિયંત્રણમાં છે.
દિલ્હી સરકારની અરજી
સુપ્રીમ કોર્ટમાં દિલ્હી સરકારે અરજી દાખલ કરીને દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓની બદલીના અધિકાર કેન્દ્ર સરકારની જગ્યાએ દિલ્હી સરકાર પાસે હોવાની માગણી કરી હતી. આ સાથે જ એક વધુ અરજી દાખલ કરીને દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચના અધિકાર ક્ષેત્રનો દાયરો વધારીને તેમાં કેન્દ્ર સરકાર સંબંધિત મામલાઓ ઉપર પણ કાર્યવાહી કરવાના અધિકારની માગણી કરી હતી. આ અરજીો દિલ્હી હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ દાખલ કરાઈ હતી જેમાં હાઈકોર્ટે દિલ્હી સરકારની આ માગણીઓ ફગાવીને ચુકાદો કેન્દ્ર સરકારના પક્ષમાં આપ્યો હતો.
શું છે વિવાદ? જાણો
* કેન્દ્ર સરકારનું 21 મે 2015ના રોજ નોટિફિકેશન- હોમ મિનિસ્ટ્રીએ 21 મેના રોજ નોટિફિકેશન જારી કર્યું હતું. જે મુજબ એલજીના અધિકાર ક્ષેત્ર હેઠળ સર્વિસ મેટર, પબ્લિક ઓર્ડર, પોલીસ અને લેન્ડ સંબંધિત મામલાઓ રાખવામાં આવ્યાં છે. જેમાં બ્યુરોક્રેટની સર્વિસ સંબંધિત મામલા પણ સામેલ છે. કેન્દ્ર સરકારે દિલ્હી સરકારની કાર્યકારી શક્તિઓને સિમિત કરી હતી.
વાત જાણે એમ છે કે ગત વર્ષ 4 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય પેનલે બંધારણની કમલ 239 એએ પર વ્યાખ્યા કરી હતી. સુપ્રીમ કોર્ટની બંધારણીય પેનલે ઐતિહાસિક ચુકાદામાં કહ્યું હતું કે દિલ્હીમાં ઉપરાજ્યપાલ દિલ્હી સરકારના મંત્રી પરિષદની સલાહથી કામ કરશે. સુપ્રીમ કોર્ટે એલજીના અધિકારને સીમિત કર્યા હતાં. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે એલજી સ્વતંત્ર રીતે કામ નહીં કરે. જો કોઈ અપવાદ હશે તો તેઓ આ મામલાને રાષ્ટ્રપતિ પાસે રેફર કરી શકે છે અને રાષ્ટ્રપતિ જે નિર્ણય લેશે તેના પર અમલ કરશે.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં દિલ્હી સરકાર તરફથી આ મામલો ઉઠાવવામાં આવ્યો અને કહેવાયું કે સર્વિસિઝ અને એન્ટી કરપ્શન બ્રાન્ચ જેવા મામલાઓમાં ગતિરોધ કાયમ છે અને આવામાં આ મુદ્દે સુનાવણીની જરૂર છે.
કેન્દ્ર સરકારે 23 જુલાઈ 2014ના રોજ નોટિફિકેશન જારી કર્યું હતું. હાઈકોર્ટમાં દિલ્હી સરકારે તે નોટિફિકેશનને પડકાર્યું હતું જેને હાઈકોર્ટે ફગાવી દીધુ. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો. કેન્દ્ર સરકાર તરફથી દલીલ આવી હતી કે એલજીને કેન્દ્ર સરકારે અધિકારો આપી રાખ્યા છે. સિવિલ સર્વિસિઝીનો મામલો એલજીના હાથમાં છે કારણ કે આ અધિકાર રાષ્ટ્રપતિએ એલજીને આપ્યા છે. ચીફ સેક્રેટરીની નિયુક્તિ વગેરે મામલા એલજી જ નક્કી કરશે. દિલ્હીના એલજીના પાવર અન્ય રાજ્યોના રાજ્યપાલના અધિકારથી અલગ છે. બંધારણ હેઠળ ગવર્નરને વિશેષાધિકાર પ્રાપ્ત છે.
આ બાજુ દિલ્હીની કેજરીવાલ સરકારે કહ્યું હતું કે એલજીએ કેબિનેટની સલાહ પર કામ કરવાનું હોય છે. જેવા જોઈન્ટ કેડરના અધિકારીની પોસ્ટિંગ દિલ્હીમાં થાય કે તે દિલ્હી એડમિનિસ્ટ્રેશન હેઠળ આવી જાય છે. દિલ્હી સરકારના વકીલે કહ્યું કે એન્ટી કરપ્શન બ્રાન્ચ દિલ્હી સરકારના તાબા હેઠળ હોવી જોઈએ. કારણ કે સીઆરપીસીમાં એવી જોગવાઈ છે. નોંધનીય છે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળેલો નથી. તે કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેના પર કેન્દ્રનું અનેક રીતે નિયંત્રણ છે. ટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે