રાહુલ જ્યાંના સાંસદ છે તે અમેઠી અંગે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, બનશે માસ્ટરસ્ટ્રોક!

72,400 એસોલ્ટ રાઈફલોની ખરીદી માટે એક અમેરિકી કંપની સાથે કરાર કર્યા બાદ ભારત સરકારે રક્ષા ક્ષેત્રમાં વધુ એક મોટો નિર્ણય લીધો છે.

રાહુલ જ્યાંના સાંસદ છે તે અમેઠી અંગે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, બનશે માસ્ટરસ્ટ્રોક!

નવી દિલ્હી: 72,400 એસોલ્ટ રાઈફલોની ખરીદી માટે એક અમેરિકી કંપની સાથે કરાર કર્યા બાદ ભારત સરકારે રક્ષા ક્ષેત્રમાં વધુ એક મોટો નિર્ણય લીધો છે. બુધવારે મોડી સાંજે કેન્દ્ર સરકારે રશિયા સાથે હાથ મીલાવીને લગભગ 7 લાખ 47 હજાર કલાશ્નિકોવ રાઈફલોના નિર્માણ માટે કરારનો નિર્ણય લીધો છે. આ રાઈફલોને બનાવવા માટે પ્લાન્ટ ઉત્તર પ્રદેશના અમેઠીમાં લગાવવામાં આવશે. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવે છે. 

બંને દેશોની સરકારો વચ્ચે થનારા આ કરાર હેઠળ રશિયાની કલાશ્નિકોવ કન્સર્ન અને ભારતના ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ મળીને AK-47ની થર્ડ જનરેશન રાઈફલો AK-203 તૈયાર કરશે. બંને દેશો વચ્ચે કરાર પર હસ્તાક્ષર આ અઠવાડિયાના અંત સુધીમાં થવાની શક્યતા છે. તે સમયે કરાર સંબંધિત કિંમત, સમયમર્યાદા જેવી અન્ય જરૂરી જાણકારીઓ સામે આવશે. 

— ANI (@ANI) February 13, 2019

અત્રે જણાવવાનું કે આ કરાર રક્ષા મંત્રાલયના તે પ્રસ્તાવ હેઠળ થઈ રહ્યો છે કે જેમાં મંત્રાલયે સાડા છ લાખ રાઈફલોની ખરીદી માટે લેટર ઓફ ઈન્ટરેસ્ટ માંગ્યા હતાં. આ રાઈફલો સંપૂર્ણ રીતે મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારતમાં જ બનાવવામાં આવશે. આ કરારમાં ભારત સરકારની પોલીસી મુજબ ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ પાસે મેજોરિટી શેર 50.5 ટકા રહેશે. જ્યારે રશિયા પાસે 49.5 ટકા શેર હશે. 

આ અઠવાડિયે કેન્દ્ર સરકારે 72,400 અસોલ્ટ રાઈફલોની ખરીદી માટે અમેરિકી કંપની સાથે કરાર  કર્યો છે. રક્ષા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ફાસ્ટ ટ્રેક પ્રોક્યોરમેન્ટ (એફટીપી) હેઠળ એસઆઈજી જોર એસોલ્ટ રાઈફલ્સ માટે અમેરિકા સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે. એક વર્ષની અંદર અમેરિકી કંપની એસઆઈજી જોર પાસેથી 72,400 એમએમ રાઈફલો મળી જશે. હાલ ભારતીય સુરક્ષાદળો 5.56X45 એમ એમ ઈનસાસ રાઈફલોથી લેસ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news