Shahrukh Khan ના પુત્ર Aryan Khan પર લાગી છે NDPS એક્ટની કલમો, જાણો સજાની શું છે જોગવાઈ?

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને સાત અન્ય લોકોની ધરપકડ કરી છે. આ તમામ પર નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટન્સ (NDPS) એક્ટની વિભિન્ન કલમો હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. NDPS એક્ટ હેઠલ દેશમાં રોજેરોજ કેટલાય કેસ દાખલ થાય છે. આખરે શું છે આ NDPS એક્ટ અને તે હેઠળ શું કાર્યવાહી થઈ શકે છે. 

Shahrukh Khan ના પુત્ર Aryan Khan પર લાગી છે NDPS એક્ટની કલમો, જાણો સજાની શું છે જોગવાઈ?

નવી દિલ્હી: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને સાત અન્ય લોકોની ધરપકડ કરી છે. આ તમામ પર Narcotic Drugs and Psychotropic Substances Act (NDPS) એક્ટની વિભિન્ન કલમો હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. NDPS એક્ટ હેઠળ દેશમાં રોજેરોજ કેટલાય કેસ દાખલ થાય છે. આખરે શું છે આ NDPS એક્ટ અને તે હેઠળ શું કાર્યવાહી થઈ શકે છે. 

NCB તરફથી કઈ કઈ કલમો લાગી છે
NCB એ અત્યાર સુધીમાં NDPS એક્ટની ચાર કલમો લગાવી છે. જેમાં આ એક્ટની કલમ 8 (સી) પણ સામેલ છે. આ એક્ટમાં ડ્રગ્સ અને બીજા નશીલા પદાર્થના ઉત્પાદન, રાખવા, વેચવા, ખરીદવા, વાપરવા, આયાત કરવી, નિકાસ કરવા મુદ્દે વ્યાપક જોગવાઈ છે. આ સાથે જ કલમ 20 (બી) ભાગના ઉપયોગ સંબંધિત છે, કલમ 27 કોઈ પણ માદક દવાના સેવન સંબંધિત છે અને કલમ 35 જે અપરાધિક માનસિક સ્થિતિનું અનુમાન છે. 

ન મળી શક્યા જામીન
મુંબઈમાં રેવ પાર્ટીમાં પકડાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ગઈ કાલે કોર્ટમાં જામીન મળ્યા નહીં. આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, અને મુનમુન ધામેચાને 7 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલી દેવાયા છે. એનસીબીને કોર્ટથી હાલ આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જ રિમાન્ડ મળ્યા છે. એનસીબીની કોશિશ છે કે બાકીના ધરપકડ કરાયેલા 5 આરોપીઓના રિમાન્ડ પણ મેળવી શકે. આર્યન ખાનને એનસીબીની કસ્ટડીમાં મોકલતા પહેલા તેમના વકીલ સતીષ માનશિંદેએ ઘણી દલીલો કોર્ટમાં રજુ કરી હતી. 

ક્યારે આવ્યો આ NDPS એક્ટ
નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ 1985માં આવ્યો. દેશમાં કોઈ પણ નશીલા પદાર્થની રોકથામ માટે આ એક્ટ બનાવવામાં આવ્યો. જે હેઠળ નશીલા પદાર્થોના પ્રોડક્શન, સ્ટોરેજ, વેચાણ અને તેનું ટ્રાન્સપોર્ટ સામેલ છે. આ કાયદા હેઠળ સજાની જોગવાઈ તે કયા પ્રકારનો નશીલો પદાર્થ છે અને તેની કેટલી માત્રા છે તેના પર નિર્ભર કરે છે. આ એક્ટ લાગુ થયાના એક વર્ષ બાદ 1986માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સ્થાપના કરવામાં આવી. 

કેટલી થાય સજા
NDPS એક્ટ હેઠળ સજાને લઈને અલગ અલગ જોગવાઈઓ છે. આ ગુનામાં જેમણે ફક્ત નશીલા પદાર્થનું સેવન કર્યું હોય અને કોઈ પણ પ્રકારના વેપારમાં સામેલ ન હોય તેવી વ્યક્તિને જામીન મળતા હોય છે. ડ્રગ્સ ઓછા પ્રમાણમાં લીધુ હોય તો એક વર્ષની કેદ અને દંડની જોગવાઈ છે. ડ્રગ્સના વેપારમાં સામેલ વ્યક્તિને 10થી 20 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ સાથે જ એકથી બે લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ છે. ડ્રગ્સ ખરીદી અને વેચાણ મામલે ઘણું બધું ડ્રગ્સની માત્રા પર નિર્ભર કરે છે. NDPS એક્ટની કલમ 31 (એક) હેઠળ મહત્તમ સજા અપાય છે. આવા મામલાઓમાં જામીન ફક્ત એમને જ મળે છે જે વેપારમાં સામેલ ન હોય અને ભૂમિકા સેવન સુધી મર્યાદિત હોય છે. 

છેલ્લા કેટલાક સમયમાં દેશમાં NDPS એક્ટ હેઠળ નોંધાતા કેસની સંખ્યા વધી છે. બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ આ મામલો ખુબ ચર્ચામાં આવ્યો. એકવાર ફરીથી શાહરૂખ ખાનના પુત્રની ધરપકડ બાદ ડ્રગ્સ અને આ કાયદાની ચર્ચા થઈ રહી છે. એક અંદાજા મુજબ વર્ષમાં 72 હજારથી વધુ કેસ દાખલ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news