જ્યારે અટલ બિહારી વાજપેયીને પ્રણબ મુખર્જીના પેટ ડોગે બચકું ભર્યું હતું....

શર્મિષ્ઠા મુખરર્જીએ યાદ કરતા લખ્યું હતું કે, હું તે સમયે નાની હતી. એક દિવસ મોર્નિંગ વૉક સમયે વાજપેયીજીને અમારા પેટ ડોગે બચકું ભરી લીધુ હતું

જ્યારે અટલ બિહારી વાજપેયીને પ્રણબ મુખર્જીના પેટ ડોગે બચકું ભર્યું હતું....

નવી દિલ્હી: સ્વ. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ હજુ પણ ઘણા એવા લોકો છે જે તેમના સાથે જોડાયેલી યાદોને શેર કરી રહ્યાં છે. દરેક સામાન્ય અને ખાસ લોકો તેમને અલગ અલગ રીતે યાદ કરી રહ્યાં છે. આવી જ એક ઘટના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરર્જીની દિકરી અને કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. શર્મિષ્ઠા મુખર્જીએ યાદ કરતા લખ્યું હતું કે એક વાર તેમના પેટ ડોગ ‘ડાકુ’એ વાજપેયીજીને મોર્નિંગ વૉક સમયે બચકું ભર્યું હતું.

શર્મિષ્ઠા મુખરર્જીએ યાદ કરતા લખ્યું હતું કે, હું તે સમયે નાની હતી. એક દિવસ મોર્નિંગ વૉક સમયે વાજપેયીજીને અમારા પેટ ડોગે બચકું ભરી લીધુ હતું. જ્યારે મારી માતાને આ વાતની જાણ થઇ, તેઓ તરત વાજપેયીજીને જોવા માટે પહોંચી ગયા હતા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તે સમયે વાજપેયીજીએ તેમના હસવા સાથે તેમનું સ્વાગત કર્યું. એટલું જ નહીં, તેમણે ઘરમાં ઉગાડેલા શાકભાજી માતાને ભેટમાં આપી હતી. શર્મિષ્ઠાએ યાદ કરતા લખ્યું કે, અમે લોકો એકબીજાના સારા પડોશી હતા. તેઓ તેમની કેટલીક યાદો અમારા માટે છોડી ગયા છે.

— Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 16, 2018

શર્મિષ્ઠા મુખર્જીએ વાજપેયીના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા તેમને ગ્રેટ સ્પીકર કહ્યું. તેમણે કહ્યું કે, તેમના જવાથી એક યુગનો અંત થયો છે. તેઓ કેટલા મહાન વ્યક્તિ હતા, તેમની આ વાત તેમની નીતિ અને રાજકારણમાં દેખાય છે. કશ્મીર મુદ્દે તેમની નીતિને આજે પણ યાદ કરવામાં આવે છે. જેમાં તેમણે માનવતા, ગતિશીલતા અને કાશ્મીરી વિશે વાત કરી હતી.

શર્મિષ્ઠાના પિતા અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ પણ વાજપેયીના નિધન દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અટલ બિહારી વાજપેયીના નિધનથી હૃદય ખૂબ જ દુઃખી છે. જેનું કારણ છે કે તેઓ વિરોધ પક્ષમાં કટ્ટર વિરોધી હતા. તેઓ ખુબજ લોકતાંત્રિક વ્યક્તિ હતા. તેમની મોતથી ભારતે તેનો મહાન દિકરો ગુમાવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news