Ahmedabad News: 12 વર્ષથી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા ફરાર પેરોલ જમ્પ આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 1994માં શાહીબાગની નીલમ હોટલ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો અને બે વખત પેરોલ જમ્પ કરનાર આરોપી સતીશ રૂપારેલિયાની ધરપકડ કરવામા આવી છે. આરોપીએ પોતાની ઓળખ છુપાવવા નામ પણ બદલી નાખ્યું હતું.
Ahmedabad Vatva 1992 murder case: અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને ફિલ્મ ‘દ્રશ્યમ’ની યાદ તાજી થઈ જાય. વર્ષ 1992માં બનેલી એક હત્યાનો ભેદ છેક 34 વર્ષ બાદ ઉકેલાયો છે. પ્રેમીએ જ પોતાની પરિણીત પ્રેમિકાની હત્યા કરી, લાશને પોતાના જ ઘરના ખાળકૂવામાં દાટી દીધી હતી.
Ahmedabad Vatva 1992 murder case: વટવામાં હત્યાને લઈને તપાસ તેજ કરવામાં આવી છે. 35 વર્ષ પહેલા થયેલી મહિલાની હત્યાને લઈને તપાસ શરૂ કરાઈ છે. મહિલાની હત્યા કરીને મૃતદેહ દફનાવી દીધો હોવાની માહિતી સામે આવી છે. કુતુબનગરમાં જેસીબી સાથે ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. 1990માં ફરજાના નામની મહિલાની હત્યા થઈ હતી.
Fake Currency Racket: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરતના 'સત્યમ યોગ ફાઉન્ડેશન'ના ઓઠા હેઠળ ચાલતા નકલી નોટોના હાઈ-ટેક કારખાનાનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ AI, ChatGPT અને ચીની પોર્ટલ અલીબાબાથી મંગાવેલા સિક્યોરિટી થ્રેડનો ઉપયોગ કરી અસલી જેવી નોટો છાપતી હતી. પોલીસે ₹2.38 કરોડના મુદ્દામાલ સાથે 7 આરોપીઓની ધરપકડ કરી છે.
Ahmedabad News: ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી 105 ચોરીના મોબાઈલ જપ્ત કર્યા છે. આરોપીઓ ભીડભાડવાળા વિસ્તારોમાંથી ફોન ચોરી અન્ય રાજ્યોમાં વેચતા હતા, જેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે થતો હતો. મુખ્ય આરોપી રણજીતસિંહ વર્ષ 2022થી આ નેટવર્ક ચલાવતો હતો.
Cyber Fraud Racket: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જે ખેડૂતો અને ભોળા ગ્રામજનોના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાની હેરાફેરી કરતું હતું. સાયબર ફ્રોડ અને ઓનલાઇન ગેમિંગના કાળા નાણાંને વ્હાઇટ કરવા માટે ભાડાના એકાઉન્ટનો ઉપયોગ કરનાર ભાવનગરના રેહાન ભુરાણીની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડના તાર મુંબઈથી લઈને ભાવનગર સુધી જોડાયેલા છે. કેવી રીતે ચાલતું હતું આ આખું બોગસ એકાઉન્ટનું નેટવર્ક? ચાલો જાણીએ.
PATHIK App: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને UIDAI દ્વારા ગુનેગારોને પકડવા અને સુરક્ષા વધારવા માટે દેશનો પ્રથમ 'Aadhaar Enabled PATHIK' પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડિજિટલ સિસ્ટમ દ્વારા હવે ભાડૂઆત કે PG તરીકે રહેતી વ્યક્તિની ઓળખ માત્ર 30 સેકન્ડમાં ફેશિયલ રેકગ્નિશન દ્વારા વેરિફાય કરી શકાશે, જેથી નકલી આધાર કાર્ડ કે દસ્તાવેજોનો ઉપયોગ કરી છુપાઈને રહેતા ગુનેગારો તુરંત પકડાઈ જશે.
Rajkot Silver Theft: રાજકોટમાં થોડા દિવસ પહેલા શક્તિ સિલ્વર નામની પેઢીમાં થયેલી 120 કિલો ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરીની ઘટનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરી છે. જેની પાસેથી ચોરી થયેલું 40 કિલો જેટલું ચાંદી પણ જપ્ત કરવામાં આવ્યું છે. જુઓ કોણ છે આરોપીઓની ગેંગ અને રાજકોટમાં ચોરીને કઈ રીતે અંજામ આપ્યો હતો.
એક તરફ ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. બીજીતરફ રાજકોટમાંથી 120 કિલો ચાંદીની ચોરી કરવામાં આવી હતી. રાજકોટમાં ચાંદીની ચોરી કરનાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. મહેસાણામાં ચાંદીનો માલ વેચે તે પહેલા તેને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી 40 કિલો ચાંદીના જથ્થા સાથે ઝડપાયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માનવ તસ્કરીનો એક મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગત ગુરુવારે નોબલનગર વિસ્તારમાંથી એક નવજાત બાળક સાથે મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી હિંમતનગરથી માત્ર 15 દિવસના બાળકને ખરીદી હૈદરાબાદ વેચવા જઈ રહી હતી, ત્યારે જ પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી માસૂમ જીવને બચાવી લીધો છે.
Ahmedabad Crime News : અમદાવાદના રીઢા ગુનેગારને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં સર્વિસ પિસ્તોલથી ગોળી વાગ્યાની ઘટના સામે આવી છે, ત્યારે આ ગોળી કઈ રીતે વાગી અને શું છે સમગ્ર ઘટના તેના વિશે આ લેખમાં વિસ્તારથી જાણીશું.
અલી મેઘાત અલ ઝહેરની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, સિરિયન નાગરિકે કર્યો વિઝાનો દુરુપયોગ...ક્રાઈમ બ્રાંચે શરુ કરી સઘન તપાસ
Ahmdabad News: અમદાવાદના રોડ રસ્તા પર સાંજના સમયે ચેઇન સ્નેચિંગ કરતા ચાર આરોપી પૈકી 2 આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી 10 લાખનો મુદામાલા કબ્જે કરી 7 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
Ahmedabad News:અમદાવાદમાં નોકરી આપવાના નામે છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ છેતરપિંડી કરનારી દંપતીની ધરપકડ કરવામાં આવી છે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા પડાવતા હતા. તેઓએ નોકરી અપાવવાના બહાને રૂ. 82 લાખ પડાવ્યા હતા.
Ahmedabad News: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી આધારે રામોલ વિસ્તારના વિનાયકપાર્ક પાસે જાહેરમાંથી એક મહિલા બાઉન્સર અને રિક્ષા ડ્રાઈવરને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની કસ્ટડીમાં દેખાતા આરોપીઓના નામ ગગનદીપસિંઘ રંધાવા, રનજોધસિંઘ બદેસા, મનપ્રિતસિંઘ બટ્ટી અને પ્રભુ જ્યોતસિંગ બટ્ટી છે. આ આરોપીઓ મૂળ પંજાબ રાજ્યના અમૃતસર જિલ્લાના રહેવાસી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવાની મુહિમ ચાલી રહી છે ત્યારે 35 વર્ષ થી ફરાર આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ના હાથે લાગ્યો છે આ આરોપી નું નામ છે અશોક ડાહ્યાભાઈ ઠાકોર.
ગુજરાત સરકારે 50 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની અટકાયત કરી છે. જેમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને એક બાળકને સફળતાપૂર્વક બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આજે ગુજરાત સરકારે રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા છે. આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે થોડા દિવસ અગાઉ ગેમિંગ સાઇટ અને ઓનલાઈન વેચાણ કરતી વેબસાઈટમાં ગેરરીતિ કરી હોવાનો મામલો પર્દાફાસ કરીને વિજય વાઘેલા, આદિલ પરમાર અને નિતેશ મડતા ની ધરપકડ કરી હતી.
ઈ કોર્મ્સની જુદી જુદી કંપનીના પેમેન્ટ ગેટવેને હેક કરી આરોપીઓએ 7 કરોડનો ફ્રોડ કર્યો છે. આરોપીઓ ઓનલાઇન ખરીદી કરી પેમેન્ટ સમયે સોર્સ કોડ હેક કરી ખરીદ કિંમત કરતા ઓછી રકમ ચૂકવી ટ્રાનઝેક્શન કરતા હતા.
ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવાના સમાચાર સામાન્ય બની ગયા છે. અમદાવાદમાં ફરી ડ્રગ્સ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. બાતમીના આધારે ક્રાઈમબ્રાન્ચે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
બે દિવસ પહેલા ચાંદખેડામાં મોટેરા સ્ટેડિયમ નજીક વણજારા સમાજ ના બે અલગ અલગ જૂથ વચ્ચે ધીંગાણું થયું જેમાં સરદારજી વણઝારા નામના યુવાન ની હત્યા કરવા માં આવી હતી.જેમાં 40 વર્ષીય સરદારજી વણઝારા નમણા વ્યક્તિની ધોળા દિવસે કરપીણ હત્યા કરી.