હવે શિવસેનાના સંસદીય દળમાં બળવાની આશંકા? પાર્ટીએ ચીફ વ્હિપ ભાવના ગવલીને હટાવ્યા

Shiv Sena News: પાર્ટીએ સાંસદ ભાવના ગવલીને લોકસભામાં શિવસેનાના ચીફ વ્હિપ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાન પર ઉદ્ધવ ઠાકરેના નજીકના કહેવાતા રાજન વિચારેને આ જવાબદારી આપવામાં આવી છે. 

હવે શિવસેનાના સંસદીય દળમાં બળવાની આશંકા? પાર્ટીએ ચીફ વ્હિપ ભાવના ગવલીને હટાવ્યા

મુંબઈઃ શિવસેનામાં મોટા બળવા બાદ એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ગયા છે અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી મુખ્યમંત્રીની ખુરશી સંભાળી રહ્યા છે. ત્યારબાદ પણ શિવસેનાનો આંતરિક વિવાદ સમાપ્ત થયો નથી. ધારાસભ્યો બાદ હવે મોટી સંખ્યામાં સાંસદો પણ પાર્ટી સામે બળવો કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે નવા ઘટનાક્રમ હેઠળ પાર્ટીએ સાંસદ ભાવના ગવલીને લોકસભામાં સિવસેનાના ચીફ વ્હિપ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ રાજન વિચારેને આ જવાબદારી સોંપવામાં આવી છે. શિવસેનાના સંસદીય દળના નેતા સંજય રાઉતે સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીને લખેલા પત્રમાં પાર્ટીના આ નિર્ણયની જાણકારી આપી છે. 

સંજય રાઉતે પત્રમાં લખ્યુ છે, 'તમને જણાવવામાં આવે છે કે શિવસેનાના સંસદીય દળે રાજન વિચારેને લોકસભામાં ભાવના ગવલીના સ્થાન પર પાર્ટીના ચીફ વ્હિપ બનાવ્યા છે. આ નિમણૂક તત્કાલ પ્રભાવથી લાગૂ કરવામાં આવે છે.' આ નિર્ણયથી ધારાસભ્ય દળમાં ફૂટ બાદ હવે શિવસેનાના સંસદીય દળમાં પણ ટકરાવની સ્થિતિ વધી ગઈ છે. હકીકતમાં એકનાથ શિંદેના વિદ્રોહ બાદ ભાવના ગવલીએ શિવસેના પ્ રમુખ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો. તેમાં ભાવના ગવલીએ કહ્યું હતું કે શિવસેનાના 12 સાંસદ એકનાથ શિંદે જૂથની સાથે જઈ શકે છે. તેમાં સૌથી આગળ ભાવના ગવલીનું નામ છે. 

ગવલી સહિત 12 સાંસદ કરી શકે છે બળવો
એટલે જ શિવસેનાએ તેમને ચીફ વ્હિપ પદેથી હટાવી દેવાનો નિર્ણય લીધો છે. હવે જોવાનું રહેશે કે આ નિર્ણય પર ભાવના ગવલી શું પ્રતિક્રિયા આપે છે. ભાવના ગવલી, એકનાથ શિંદેના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદે સહિત ઘણા લોકો તરફથી બળવાની જાહેરાત કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે મંગળવારે મુંબઈથી શિવસેના સાંસદ રાહુલ શેવાલેએ પણ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો. તેમાં રાહુલ શેવાલેએ ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની રજૂઆત કરી હતી. 

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સાંસદોના ક્રોસ વોટિંગની આશંકા
સાંસદોના આ વલણથી સ્પષ્ટ છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો શિવસેના વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાનું સમર્થન કરે છે તો બળવો થશે અને ક્રોસ વોટિંગ થઈ શકે છે. 16માંથી 12 સાંસદ દ્રૌપદી મુર્મૂના સમર્થનમાં મત આપી શકે છે. જો તેમ થાય તો શિવસેનાના સંસદીય દળમાં પણ મોટી તૂટની શરૂઆત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news