પંજાબમાં મતદાન પહેલા SFJ એ ફોડ્યો લેટર બોમ્બ, કહ્યું- કેજરીવાલ અને ભગવંત માન કરે છે ખાલિસ્તાનનું સમર્થન

પંજાબ વિધાનસભા ચૂંટણીના મતદાનમાં 48 કલાક પહેલા જ શીખ ફોર જસ્ટિસે મોટો લેટર બોમ્બ ફોડ્યો છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ભગવંત માન ઉપર પણ નિશાન સાધ્યું છે. 
પંજાબમાં મતદાન પહેલા SFJ એ ફોડ્યો લેટર બોમ્બ, કહ્યું- કેજરીવાલ અને ભગવંત માન કરે છે ખાલિસ્તાનનું સમર્થન

ચંડીગઢ: પંજાબ વિધાનસભા ચૂંટણીના મતદાનમાં 48 કલાક પહેલા જ શીખ ફોર જસ્ટિસે મોટો લેટર બોમ્બ ફોડ્યો છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ભગવંત માન ઉપર પણ નિશાન સાધ્યું છે. 

કેજરીવાલ-ભગવંત માન કરે છે ખાલિસ્તાનનું સમર્થન
ભારતમાં પ્રતિબંધિત આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસે એક પત્ર બહાર પાડ્યો છે અને કહ્યું છે કે આપના સમર્થનવાળો ફેક લેટર વાયરલ થયા બાદ આપ નેતા રાઘવ ચડ્ઢાએ ગુરુપતવંત પન્નુને ફોન કર્યો હતો. પન્નુના જણાવ્યાં મુજબ રાઘવ ચડ્ઢાએ તેમને કહ્યું કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખાલિસ્તાન રેફરન્ડમનું સમર્થન કરે છે. 

કુમાર વિશ્વાસે લગાવ્યા છે ગંભીર આરોપ
અત્રે જણાવવાનું કે આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્ય રહી ચૂકેલા કુમાર વિશ્વાસે અરવિંદ કેજરીવાલ પર અલગાવવાદીઓના સમર્થક હોવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપોએ હવે તૂલ પકડ્યું છે. પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજકીય ભૂકંપ આવી ગયો છે. કુમાર વિશ્વાસે બે દિવસ પહેલા દાવો કર્યો હતો કે તેમણે કેજરીવાલને ગત ચૂંટણીમાં કહ્યું હતું કે અલગાવવાદી સંગઠન કે ખાલિસ્તાનનો સાથ ન લો. પરંતુ તેમણે કહ્યું હતું કે થઈ જશે, ચિંતા ન કર. વિશ્વાસે વધુમાં કહ્યું કે કેવી રીતે ચીફ મિનિસ્ટર બનશે, તેનો ફોર્મ્યુલા પણ બતાવી દીધો હતો. ભગવંત અને ફૂલ્કાજીને લડાવી દઈશ. એક દિવસ તેઓ મને કહે છે કે તુ ચિંતા ન કરે કાં તો હું એક સ્વતંત્ર પ્રદેશનો મુખ્યમંત્રી બનીશ...મેં કહ્યું આ અલગાવવાદ છે. આઈએસઆઈથી ફંડિંગ લઈને ફંડિંગ થઈ રહ્યું છે. કહે છે કે તો શું થઈ ગયું તો પછી સ્વતંત્ર દેશનો પ્રધાનમંત્રી બનીશ. 

ચન્નીએ તપાસની કરી માંગ
કુમાર વિશ્વાના આરોપો બાદ ચન્નીએ ટ્વીટ કરીને કહ્યું કે પંજાબના સીએમ હોવાના નાતે હું માનનીય પ્રધાનમંત્રીને ડો.કુમાર વિશ્વાસના વીડિયો ઈન્ટરવ્યુના મામલે નિષ્પક્ષ તપાસના આદેશ આપવાની અપીલ કરુ છું. રાજનીતિ એક બાજુ, પંજાબના લોકોએ અલગાવવાદ સામે લડતા ભારે કિંમત ચૂકવી છે. પીએમએ દરેક પંજાબીની ચિંતા દૂર કરવાની જરૂર છે. 

કેજરીવાલનો જવાબ
કેજરીવાલે એક પંજાબી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે તેઓ કહી રહ્યા છે કે કેજરીવાલ 10 વર્ષથી પ્લાન બનાવી રહ્યા છે ભારતના બે ટુકડા કરવાના અને તેમાંથી એક ટુકડાના પ્રધાનમંત્રી બનવા માંગે છે. આ શું છે? આ વિશ્વાસ કરાય તેવી વાત છે? મોદીજી રાહુલ ગાંધીની ભાષા બોલી રહ્યા છે. પાંચ વર્ષ સરકાર ચલાવ્યા બાદ કોંગ્રેસ કેજરીવાલ આતંકવાદી કહીને મત માંગી રહ્યા છે જેનો અર્થ છે કે તેમણે કામ કર્યું નથી. કહે છે કે કેજરીવાલ આતંકવાદી છે, દેશ તોડવાનો પ્લાન કરી રહ્યા છે....શું બકવાસ છે. 

શું પંજાબ ચૂંટણીમાં SFJ એ આપ્યું આપને સમર્થન?
આ અગાઉ શીખ ફોર જસ્ટિસનો એક લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. જેમાં દાવો કરાઈ રહ્યો હતો કે શીખ ફોર જસ્ટિસે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાને સમર્થન કર્યું છે. આ સાથે જ દાવો થઈ રહ્યો હતો કે સંગઠને ભગવંત માનને આપના સીએમ ફેસ બનાવવાનું પણ સમર્થન કર્યું છે. 

खुद गुरपतवंत सिंह पन्नू ने इसके फ़र्ज़ी होने का ऐलान किया है. @BhagwantMann @ArvindKejriwal @AamAadmiParty @raghav_chadha pic.twitter.com/100ptq2nVr

— Shivank Mishra (@shivank_8mishra) February 17, 2022

ગુરુપતવંત પન્નુએ લેટરને ફેક ગણાવ્યો
શીખ ફોર જસ્ટિસનો લેટર વાયરલ થયા બાદ ગુરુપતવંત બન્નુએ તેને ફેક ગણાવ્યો અને વીડિયોશેર કરી સચ્ચાઈ જણાવી. આ સાથે જ પન્નુએ કેજરીવાલને ખોટા ગણાવ્યાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news