કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, દિલ્હીમાં 500 મીટરના ઘેરાવામાં મળશે 'આ' ખાસ સુવિધા
દિલ્હીવાસીઓ માટે મોટા ખુશખબર આવ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીવાસીઓ માટે મોટા ખુશખબર આવ્યાં છે. દિલ્હી સરકાર એક એવી યોજના બનાવી રહી છે કે જેનાથી ઘરના 500 મીટરના દાયરામાં લોકોને સાર્વજનિક પરિવહન જેમ કે બસ, ટેમ્પો, ઈ રિક્ષા કે પછી મેટ્રો સુલભ થઈ શકે. એ પણ માત્ર સવારે કે સાંજે જ નહીં પરંતુ દર 15 મિનિટ પર મળી શકે. આ સાથે એક મોટા સમાચાર એ પણ છે કે જુલાઈના અંત સુધીમાં દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC)ની તમામ બસોમાં હવે દિલ્હી મેટ્રો સ્માર્ટ કાર્ડનો ઉપયોગ થઈ શકશે. દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે દાવો કર્યો કે કનેક્ટ ડેલ્હીથી દિલ્હીમાં પરિવહન વ્યવસ્થા સુધરશે. કનેક્ટ ડેલ્હીની શરૂઆત રૂટ રેશનલાઈઝેશનના પ્રભાવી રીતે અમલીકરણના હેતુથી કરાઈ છે.
દિલ્હીમાં છે 800 બસ રૂટ
ગહલોતે જણાવ્યું કે કનેક્ટ ડેલ્હી અભ્યાસમાં બસ રૂટોને વહેંચવા, પરિવહનના અન્ય સાધનો પર ધ્યાન આપવું, મેટ્રો ફીડર સેવા, દિલ્હી મેટ્રો, ગ્રામીણ સેવા, ઈ રિક્ષા વગેરે પર ભાર મૂકવો સામેલ છે. સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દિલ્હીના દરેક ગલ્લી મોહલ્લા સુધી સાર્વજનિક પરિવહન પહોંચે અને દરેક ઘરથી 500 મીટરના દાયરામાં સાર્વજનિક પરિવહન ઉપલબ્ધ હોય.
દિલ્હીમાં લગભગ 800 બસ રૂટ છે પરંતુ હવે વધુ રૂટો પર બસ ચલાવવાની માગણી કરવામાં આવી રહી છે. ગહલોતે કહ્યું કે આ અભ્યાસ દ્વારા આપણે દરેક દિલ્હીવાસી સુધી 15થી 20 મિનિટમાં સાર્વજનિક પરિવહન સુવિધા પહોંચાડી શકીશું.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ડીટીસીના એમડી મનોજકુમારના હવાલે કહ્યું કે 31 જુલાઈ સુધી નિગમની તમામ બસોને ઈલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન (ઈટીએમ)થી લેસ કરી દેવામાં આવશે. જેનાથી દિલ્હી મેટ્રો કાર્ડ બસોમાં પણ ઉપયોગમાં લેવાઈ શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે