Board Exams 2022: ઓફલાઈન જ થશે બોર્ડની પરીક્ષાઓ, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે તમામ સ્ટેટ બોર્ડ, સીબીએસઈ, આઈસીએસઈ, અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) દ્વારા આયોજિત થનારી ધોરણ 10 અને 12ની ઓફલાઈન પરીક્ષાઓ રદ કરવાની માગણી કરતી અરજી ફગાવી દીધી છે. 

Board Exams 2022: ઓફલાઈન જ થશે બોર્ડની પરીક્ષાઓ, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તમામ સ્ટેટ બોર્ડ, સીબીએસઈ, આઈસીએસઈ, અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) દ્વારા આયોજિત થનારી ધોરણ 10 અને 12ની ઓફલાઈન પરીક્ષાઓ રદ કરવાની માગણી કરતી અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ પ્રકારની અરજીઓ ભ્રામક છે અને વિદ્યાર્થીઓને ખોટી આશા આપે છે. 

CBSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ઓનલાઈન કરાવવાના મામલે સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓની દલીલો સાંભળ્યા બાદ અરજી ફગાવી દીધી. અરજીકર્તાનું કહેવું છે કે ગત વર્ષની જેમ જ પરીક્ષાઓ કરાવવાનો આદેશ આપવામાં આવે. 

જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ માહેશ્વરી, અને જસ્ટિસ સીટી રવિકુમારની પેનલે કહ્યું કે તમારી અરજી પર વિચાર કરવાનો અર્થ છે કે વધુ કન્ફ્યૂઝન પેદા કરવું. પહેલેથી જ તમે જનહિત અરજીના નામ પર આ અરજી દાખલ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે ખુબ કન્ફ્યૂઝન પેદા કર્યું છે. કોર્ટે કહ્યું કે તમારે જે કહેવું હોય તે ઓથોરિટીને જઈને જણાવો. 

— ANI (@ANI) February 23, 2022

કોર્ટે કહ્યું 'છેલ્લા ચાર દિવસથી તમે આવી જનહિત અરજી દ્વારા માત્ર કન્ફ્યૂઝન જ નથી વધારી રહ્યા પરંતુ વિદ્યાર્થીઓમાં ખોટી આશા પણ વધારી રહ્યા છો. આ બેજવાબદાર ઢબે જનહિત અરજીનો દુરુપયોગ છે. લોકો પણ કેવી કેવી અરજી દાખલ કરી નાખે છે.'

અત્રે જણાવવાનું કે દાખલ કરાયેલી અરજીમાં આગામી બોર્ડ પરીક્ષાઓ માટે એક વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિની માગણી કરાઈ હતી. ગત વર્ષ સીબીએસઈ, સીઆઈએસસીઈ, અન્ય રાજ્ય બોર્ડોએ વૈકલ્પિક મૂલ્યાંકન માપદંડોના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો હતો. વિદ્યાર્થીઓના મૂલ્યાંકન આંતરિક પરીક્ષાઓ અને બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા એક નિર્ધારિત માપદંડોના આધારે કરાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news