સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આપ્યો ઝટકો, કહ્યું- ED ડાયરેક્ટરનો કાર્યકાળ ત્રીજીવાર વધારવો એ ખોટું

સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આપ્યો ઝટકો, કહ્યું- ED ડાયરેક્ટરનો કાર્યકાળ ત્રીજીવાર વધારવો એ ખોટું

સુપ્રીમ કોર્ટે મંગળવારે Enforcement Directorate (ED) ના ડાયરેક્ટર સંજયકુમાર મિશ્રાને ત્રીજીવાર એક્સ્ટેન્શન આપવાનો આદેશ રદ કરી નાખ્યો છે. સુનાવણી દરમિયાન આદેશ આપતા કોર્ટે કહ્યું કે ત્રીજીવાર એક્સ્ટેન્શન કાયદા મુજબ અમાન્ય છે. આ સાથે જ કોર્ટે વિસ્તારના આદેશને 'ગેરકાયદેસર' ગણાવ્યો.  કોર્ટે મિશ્રાને ઈડીના ડાયરેક્ટર પદને છોડવા માટે 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. આ નિર્ણય ઈડીના હાલના ડાયરેક્ટર સંજયકુમાર મિશ્રાના કાર્યકાળના એક્સ્ટેન્શનને પડકારનારી અરજીઓ પર આવ્યો છે. 

જો કે સુપ્રીમ કોર્ટે ડીએસપીઆઈ અને સીવીસી અધિનિયમમાં સંશોધનની પુષ્ટિ કરી, જેનાથી કેન્દ્રને સીબીઆઈ પ્રમુખ અને ઈડીના ડાયરેક્ટરના કાર્યકાળને તેમના અનિવાર્ય બે વર્ષના કાર્યકાળથી 3 વર્ષ આગળ વધારવાનો અધિકાર મળી ગયો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એફએટીએફ સમીક્ષા અને કાર્યભારના સુચારુ હસ્તાંતરણ માટે ઈડીના ડાયરેક્ટર સંજયકુમાર મિશ્રાનો કાર્યકાળ 31 જુલાઈ 2023 સુધી રહેશે. 

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 31 જુલાઈ બાદ ઈડી માટે નવા ડાયરેક્ટરની નિયુક્તિ  કરવી પડશે. કેન્દ્ર સરકારે સંજય મિશ્રાને સેવા વિસ્તાર આપ્યો હતો ત્યારબાદ તેઓ આ વર્ષ નવેમ્બર સુધી આ પદ પર રહેવાના હતા. તેમને છેલ્લા કેટલાક વર્ષોથી સતત સેવા વિસ્તાર મળી રહ્યો હતો. તેમના સેવા વિસ્તાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. જો કે કોર્ટે CVC અને DSPE એક્ટમાં કરાયેલા સંશોધનની બંધારણીય માન્યતાને યથાવતા રાખી. આ સંસોધન દ્વારા CBI અને ED ડાયરેક્ટરનો કાર્યકાળ 5 વર્ષ સુધી વધારવામાં આવી શકે છે. 

મિશ્રાને પહેલીવાર નવેમ્બર 2018માં બે વર્ષના કાર્યકાળ માટે ઈડી ડાયરેક્ટર નિયુક્ત કરાયા હતા. આ કાર્યકાળ નવેમ્બર 2020માં સમાપ્ત થયો હતો. મે 2020માં તેઓ 60 વર્ષની સેવાનિવૃત્તિની આયુ સુધી પહોંચી ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news