અમેરિકન આર્મીમાં સામેલ થઇ આ અભિનેત્રી, જાણો કેવી રીતે મળી સફળતા

ભારતીય મૂળની તમિલ ફિલ્મ અભિનેત્રી અકિલા નારાયણને યુનાઇટેડ સ્ટેટ્સના સશસ્ત્ર દળોમાં જોડાઇને ઇતિહાસ રચ્યો છે. તે સેનામાં વકીલ તરીકે જોડાઈ છે. અકિલાએ ગયા વર્ષે દિગ્દર્શક અરુલની હોરર થ્રિલર 'કદમપારી'થી ડેબ્યૂ કર્યું હતું. અહેવાલો અનુસાર, અકિલાએ સશસ્ત્ર દળોમાં પ્રવેશ કરવા માટે યુએસ આર્મીની લડાઇ તાલીમ લેવી પડી હતી જે ઘણા મહિનાઓ સુધી ચાલી હતી.

અમેરિકન આર્મીમાં સામેલ થઇ આ અભિનેત્રી, જાણો કેવી રીતે મળી સફળતા

નવી દિલ્હી: ભારતીય મૂળની તમિલ ફિલ્મ અભિનેત્રી અકિલા નારાયણને યુનાઇટેડ સ્ટેટ્સના સશસ્ત્ર દળોમાં જોડાઇને ઇતિહાસ રચ્યો છે. તે સેનામાં વકીલ તરીકે જોડાઈ છે. અકિલાએ ગયા વર્ષે દિગ્દર્શક અરુલની હોરર થ્રિલર 'કદમપારી'થી ડેબ્યૂ કર્યું હતું. અહેવાલો અનુસાર, અકિલાએ સશસ્ત્ર દળોમાં પ્રવેશ કરવા માટે યુએસ આર્મીની લડાઇ તાલીમ લેવી પડી હતી જે ઘણા મહિનાઓ સુધી ચાલી હતી.

વકીલ તરીકે સેનામાં જોડાઇ
સફળતાપૂર્વક પોતાની તાલીમ પૂર્ણ કર્યા બાદ અભિનેત્રી હવે વકીલ તરીકે યુએસ આર્મીમાં જોડાઈ છે. રિપોર્ટો દ્વારા મળતી માહિતી અનુસાર અકિલા નારાયણન યુએસ લશ્કરી કર્મચારીઓના કાયદાકીય સલાહકાર તરીકે સેવા આપશે. સ્પષ્ટ છે કે તે જે દેશમાં રહે છે તેની સેવા કરવા માટે તે સેનામાં જોડાઈ છે.

સેવાને માને છે પોતાનું કર્તવ્ય 
અકિલા યુએસ આર્મીની સેવાને પોતાનું કર્તવ્ય માને છે. અકિલા યુએસમાં રહે છે અને 'નાઇટીંગેલ સ્કૂલ ઓફ મ્યુઝિક' નામની ઓનલાઈન મ્યુઝિક સ્કૂલ પણ ચલાવે છે. આ તમિલ અભિનેત્રી આ શાળામાં વિદ્યાર્થીઓને સંગીતની કળા શીખવે છે.

લોકો કરી રહ્યા છે વખાણ
અકિલા નારાયણન દેશની સેવા કરવા સેનામાં જોડાયા છે. અકિલાની દેશભક્તિને અનેક લોકોએ બિરદાવી છે અને પરિવારને શુભેચ્છા પાઠવી છે. અકિલા નારાયણન ઉપરાંત પરિવારના અન્ય સભ્યો જેમ કે સુમતિ નારાયણન, નારાયણન નરસિંહમ, ઐશ્વર્યા નારાયણન, સહગર કુંડાવદિવેલુ, ઉમા સેહગર, આદિત્ય સહગર ગર્વથી પોતાને આર્મી ફેમિલી કહે છે અને યુએસ આર્મીની સેવા કરવી પોતાનું કર્તવ્ય ગણે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news