ના હવા પુરવી પડશે ના તો પંચર પડશે, અનોખું ટાયર જે બદલી દેશે ડ્રાઇવિંગનો અનુભવ
યુએસ સ્થિત કાર નિર્માતા જનરલ મોટર્સ અને મિશેલિન સંયુક્ત રીતે એક અનોખું ટાયર બનાવી રહ્યા છે. પેસેન્જર કાર માટે બનાવવામાં આવેલા આ ટાયરનું નામ અપટિસ છે, જેમાં ન તો હવા પુરવામાં આવે છે અને ના તો આ ટાયર પંચર થાય છે. બંને કંપનીઓના જણાવ્યા અનુસાર, આ નવું ન્યુમેટિક ટાયર આવનારી નવી પેઢીના શેવરોલે બોલ્ટમાં જોવા મળશે.
Trending Photos
નવી દિલ્હી: યુએસ સ્થિત કાર નિર્માતા જનરલ મોટર્સ અને મિશેલિન સંયુક્ત રીતે એક અનોખું ટાયર બનાવી રહ્યા છે. પેસેન્જર કાર માટે બનાવવામાં આવેલા આ ટાયરનું નામ અપટિસ છે, જેમાં ન તો હવા પુરવામાં આવે છે અને ના તો આ ટાયર પંચર થાય છે. બંને કંપનીઓના જણાવ્યા અનુસાર, આ નવું ન્યુમેટિક ટાયર આવનારી નવી પેઢીના શેવરોલે બોલ્ટમાં જોવા મળશે, આ ઉપરાંત આ ટાયરનો ઉપયોગ આગામી 3-5 વર્ષમાં બીજી ઘણી ઈલેક્ટ્રિક કારમાં પણ કરવામાં આવશે.
યૂનિક પંચરપ્રૂફ ટાયર સિસ્ટમ
અપટિસ એટલે યૂનિક પંચરપ્રૂફ ટાયર સિસ્ટમ અને તે ક્યારેય પંચર થતું નથી. આ ટાયર ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે કારણ કે આ ટાયર વધુ સ્પીડમાં ડ્રાઇવિંગ કરતી વખતે ટાયર ફાટવાને કારણે થતા અકસ્માતોમાંથી મુક્તિ આપે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એરલેસ ટાયરની લાઈફ સામાન્ય ટાયર કરતા વધુ લાંબી હશે અને તેના ઉપયોગ દરમિયાન પંચર થવાને કારણે તમારી કાર ક્યારેય બંધ નહીં થાય. આ એરલેસ ટાયરનો બીજો મોટો ફાયદો એ છે કે મોટા ભાગના ટાયર તેમની ઉંમરના ન થાય ત્યાં સુધી સ્ક્રેપ કરવામાં આવશે નહીં.
દુર્ઘટનાઓની સંભાવના ખૂબ ઓછી
મિશેલિનનો દાવો છે કે આ ટાયરનો ઉપયોગ કરવાથી કાર વધુ સુરક્ષિત છે અને અકસ્માતની શક્યતાઓ પણ ઘણી ઓછી થઈ જાય છે. જીએમ વાહનોમાં આ ટાયરનું પરીક્ષણ પહેલાથી જ શરૂ કરવામાં આવ્યું છે અને 2019થી શેવરોલેની વર્તમાન પેઢીના બોલ્ટ ઇલેક્ટ્રિક હેચબેકમાં તેનો ઉપયોગ ચાલુ છે. આ ઉપરાંત મિશેલિન નોર્થ અમેરિકાના પ્રેસિડેન્ટ એલેક્સિસ ગાર્સિન એ સંકેત આપ્યો છે કે આ જ ટાયર GMની આવનારી કોમ્પેક્ટ EVમાં ઉપયોગમાં લેવાના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે