કેરલ બાદ હવે મહારાષ્ટ્રમાં zika virus ની એન્ટ્રી, 50 વર્ષની મહિલા મળી સંક્રમિત

દેશમાં હવે કોરોના બાદ ઝિકા વાયરસના કેસે ચિંતા વધારી છે. કેરલ બાદ હવે મહારાષ્ટ્રમાં ઝિકાનો કેસ સામે આવ્યો છે. 

કેરલ બાદ હવે મહારાષ્ટ્રમાં zika virus ની એન્ટ્રી, 50 વર્ષની મહિલા મળી સંક્રમિત

નવી દિલ્હીઃ કેરલ બાદ હવે મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસની એન્ટ્રી થઈ છે. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગે શનિવારે જણાવ્યું કે, રાજ્યમાં ઝિકા વાયરસનો પ્રથમ કેસ મળ્યો છે. પુણે જિલ્લાની પુરંદર તાલુકામાં 50 વર્ષની એક મહિલા આ વાયરસથી સંક્રમિત થઈ છે. દર્દીની સારવાર કરવામાં આવી રહી છે અને તે સાજી થઈ રહી છે. તો કેરલમાં ઝિકા વાયરસના અત્યાર સુધી 63 વાયરસ સામે આવી ચુક્યા છે. કેરલના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે શનિવારે જણાવ્યુ કે રાજ્યમાં વધુ બે લોકોમાં ઝિકા વાયરસની પુષ્ટિ થઈ છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 63 પહોંચી ગયો છે. કેરલમાં હાર ઝિકા વાયરસના ત્રણ એક્ટિવ કેસ છે.

ઝિકા વાયરસ ફ્લાવિવિરિએડ વાયરસ ફેમેલિથી છે. આ મચ્છર કરડવાથી ફેલાતી બીમારી છે. ઝિકા વાયરસના લક્ષણ ચિકનગુનિયાની જેવા હોય છે. દિવસમાં એડીઝ મચ્છર કરડવાથી આ રોગ ફેલાય છે. સામાન્ય રીતે ઝિકા વાયરસમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી નથી. આ વાયરસથી સંક્રમિત રોગીઓને વધુમાં વધુ આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો વાયરસ ગર્ભવતિ મહિલાઓને સંક્રમિત કરે છે તો તેનું પરિણામ જન્મ દોષ હોઈ શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર ઝિકા વાયરસ એક મચ્છર જનિત ફ્લેવિવાયરસ છે. જેને પ્રથમવાર 1947માં યુગાન્ડામાં વાંદરામાં મળ્યા હતા. ત્યારબાદ 1952માં યુગાન્ડા અને સંયુક્ત ગણરાજ્ય તાન્ઝાનિયામાં મનુષ્યોમાં જોવા મળ્યો હતો. ઝિકા વાયરસનો પ્રકોપ આફ્રિકા, અમેરિકા, એશિયા અને પ્રશાંતમાં નોંધાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news