આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસનો ધમકીભર્યો પત્ર, મતદાન દરમિયાન થઇ શકે છે જોરદાર હંગામો

આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસે ધમકી પત્ર જાહેર કર્યો છે. સંગઠને મતદાનના દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીએ પંજાબમાં મતદાન મથકો પર ખાલિસ્તાનનો કેસરી ધ્વજ ફરકાવવાનું આહ્વાન કર્યું છે.

આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસનો ધમકીભર્યો પત્ર, મતદાન દરમિયાન થઇ શકે છે જોરદાર હંગામો

નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસે ધમકી પત્ર જાહેર કર્યો છે. સંગઠને મતદાનના દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીએ પંજાબમાં મતદાન મથકો પર ખાલિસ્તાનનો કેસરી ધ્વજ ફરકાવવાનું આહ્વાન કર્યું છે.

દીપ સિદ્ધુના સમર્થનમાં રોકાશે રેલ
ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન SFJ એ 20 ફેબ્રુઆરીએ પંજાબમાં મતદાન કેન્દ્ર પર ખાલિસ્તાનનો કેસરી ધ્વજ ફરકાવવાની હાકલ કરી છે. આ સાથે જ આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસે 19 ફેબ્રુઆરીએ પંજાબમાં દીપ સિદ્ધુના મોતના વિરોધમાં ટ્રેન રોકવાનું એલાન આપ્યું છે.

મતદાન મથક પર થશે સૂત્રોચ્ચાર
અહેવાલો અનુસાર, ગુરપતવંત સિંહ પન્નુએ તેમના સમર્થકોને પંજાબમાં મતદાન મથકો પર 'કેસરી ખાલિસ્તાન' ઝંડા લગાવવા અને ચૂંટણીના દિવસે 'ખાલિસ્તાન ઝિંદાબાદ' ના નારા લગાવવાનું પણ કહ્યું છે.

દીપ સિદ્ધુના મૃત્યુનો ઉલ્લેખ
ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબી અભિનેતા દીપ સિદ્ધુના તાજેતરના મૃત્યુને 'રાજકીય હત્યા' ગણાવી હતી. તેના મૃત્યુ માટે ભારત સરકારને જવાબદાર ઠેરવતા, તેમણે તેમના સમર્થકોને અભિનેતાના મૃત્યુનો બદલો લેવા માટે પણ કહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news