રોમાનિયાથી આવેલા ટ્વીટે મચાવ્યો હડકંપ, મંત્રાલયની સ્પષ્ટતા બાદ પરિસ્થિતી થાળે
આ ટ્વીટમાં રોમાનિયામાં ઘણા કલાકોથી ઉભેલા એરવેઝના એક વિમાનની દાસ્તા હતી
Trending Photos
નવી દિલ્હી : રોમાનિયાથી આવેલા એક ટ્વીટે સોમવારે સવારે નગર વિમાનન મંત્રાલયના અધિકારીઓમાં હડકંપ મચાવી દીધો હતો. આ ટ્વીટના કારણે થયેલ હોબાળાની પરિસ્થિતી એવી હતી કે મંત્રી સુરેશપ્રભુ પોતે જ સામે આવીને પોતાની વાત કહેવી પડી હતી. પ્રભુ દ્વારા પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવ્યા બાદ વિમાનન મંત્રાલય તરફથી સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યું. ત્યાર બાદ દિલ્હીથી રોમાનિયા સુધી તમામ સ્તરે પરિસ્થિતી સુધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્વીટ એક પ્રસિદ્ધ લેખક સુહેલ સેઠની તરફથી કરવામાં આવ્યું હતું. આ ટ્વીટમાં રોમાનિયાએ ઘણા કલાકોથી ઉભેલી જેટ એરવેઝના એક વિમાનની દાસ્તા હતી. આ દાસ્તાનમાં ગણાવવામાં આવ્યું હતું કે મુંબઇના એક ડીજીસીએના અધિકારીની બેદરકારીના કારણે સેંકડો યાત્રી રોમાનિયાથી નથી નિકળી શકતા. આ ટ્વીટ તુરંત જ વાઇરલ થઇ ગઇ હતી. ત્યાર બાદ મંત્રીએ સ્પષ્ટીકરણ આપવું પડ્યું હતું.
લેખક સુહેલ સેઠ દ્વારા કરાયેલા આ ટ્વીટમાં વિમાનન મંત્રી સુરેશ પ્રભુની સાથે વિમાનન રાજ્યમંત્રી જયંત સિન્હાને ટેગ કરવામાં આવ્યા હતા. જેર એરવેઝની ફ્લાઇટ 9W-116 મુંબઇ એરપોર્ટથી લંડનના માટે રવાના થયા હતા. આ યાત્રીઓમાં સુહેલ શેઠ પણ હતા. મેડિકલ ઇમરજન્સીના કારણે આ વિમાનને વચ્ચે રસ્તામાં જ ડાયવર્ટ કરીને બુખારેસ્ટ (રોમાનિયાની રાજધાની) એરપોર્ટ પર મોકલી દેવાઇ હતી. બુખારેસ્ટ એરપોર્ટ પર પ્રાયોરિટી લેન્ડિંગ બાદ બીમાર મુસાફરને હોસ્પિટલ માટે રવાના કરી દેવામાં આવ્યા. ત્યાર બાદ આ વિમાન ટેરમૈક પર આશરે 4 કલાક સુધી એથોરિટીઝની ક્લીયરન્સ માટે ઉભા રહ્યા. પરેશાન થઇને આ વિમાનમાં હાજર સુહેલ સેઠના વિમાનન મંત્રીને ટેગ કરીને ટ્વીટ કરવાનું ચાલુ કરી દીધું.
So @jetairways flight 9W 116 was diverted to Bucharest at 12 noon BST while enroute London owing to a medical emergency. And now passengers are waiting in the aircraft while pilots get approvals from DGCA BOMBAY to take off! How stupid is this @jayantsinha and @sureshpprabhu ?
— SUHEL SETH (@suhelseth) July 22, 2018
પાયલોટની ખોટી માહિતી બાદ પેદા થયો વિવાદ
સેઠે પોતાનાં ટ્વીટમાં જણાવ્યું કે, જેટ એરવેઝની ફ્લાઇટ 9W-116ને મેડિકલ ઇમરજન્સીના કારણે રસ્તામાં બુખારેસ્ટ માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. હવે આ વિમાન ગત્ત ચાર કલાકથી ટેરમેક પર ઉભુ છે. પાયલોટ આ ફ્લાઇટ ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા સુચના આપી છે કે ત્યાંથી રવાના થવા માટે તેમણે તમામ સ્થાનીક પરવાનગી મળી ગઇ છે. હવે મુંબઇથી આવનારી ડીજીસીએ પરવાનગીની રાહ જોઇ રહી છે. મુંબઇથી ડીજીસીએની પરવાનગી મળતા જ વિમાન લંડન માટે રવાના થઇ જશે. પાયલોટની આ માહિતી બાદ વિમાનનમાં તમામ મુસાફરો ભડકી ગયા. ત્યાર બાદ સુહેલ સેઠે વિમાનન મંત્રીને એક બાદ એક ટ્વીટ મોકલવાનું ચાલુ કરી દીધું.
There is no permission pending from DGCA.However, since the landing was with excess fuel weight (en route London), clearance has been sought from the manufacturer (Boeing) so that there is no technical safety issue on take-off.Should take off as soon as the clearance is received. https://t.co/iMeinhkQtl
— Ministry of Civil Aviation (@MoCA_GoI) July 22, 2018
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે