Haryana Election 2024: તે સીટ જ્યાં માત્ર 32 મતથી થઈ હાર-જીત, પૂર્વ કેન્દ્રીય મંત્રીના પુત્રને મળી હાર

Uchana Kalan Election Result: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઈતિહાસ રચી દીધો છે. પાર્ટી 2014 અને 2019નો રેકોર્ડ તોડતા 50 સીટો પર જીત મેળવી રહી છે. 
 

Haryana Election 2024: તે સીટ જ્યાં માત્ર 32 મતથી થઈ હાર-જીત, પૂર્વ કેન્દ્રીય મંત્રીના પુત્રને મળી હાર

નવી દિલ્હીઃ Uchana Kalan Election Result 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 2019માં કિંમગમેકર રહેલી જેજેપીના દુષ્યંત ચૌટાલાએ ઉચાના કલાંથી કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. તે છઠ્ઠા સ્થાને રહ્યાં છે. 

આ સીટ પર કોંગ્રેસ અને ભાજપમાં જીતનું અંતર માત્ર 32 મતનું રહ્યું છે. અહીં ભાજપના દેવેન્દ્ર અત્રીએ જીત હાસિલ કરી છે. તેને 48968 મત મળ્યા છે. તો કોંગ્રેસના બૃજેન્દ્ર સિંહને 48936 મત મળ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી બીરેન્દ્ર સિંહના પુત્ર બૃજેન્દ્ર સિંહ લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયા હતા.

તો ત્રીજા સ્થાને અપક્ષ ઉમેદવાર વીરેન્દ્ર ધોધડિયા રહ્યાં. તેને 31456 મત મળ્યા છે. અપક્ષ ઉમેદવાર વિકાસને 13458 મત મળ્યા છે. તો દુષ્યંત ચૌટાલાને 7950 મત મળ્યા છે. 

રાજ્યમાં શું આવ્યું પરિણામ?
અત્યાર સુધીના આંકડા અનુસાર ભાજપે 40 સીટો પર જીત મેળવી લીધી છે અને આઠ સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસે 31 સીટ જીતી છે અને 6 સીટ પર આગળ છે. આ સિવાય અન્યના ખાતામાં 5 સીટ આવી રહી છે. 

દેશના સૌથી ધનિક મહિલા ઉદ્યોગપતિ સાવિત્રી જિંદાલ સહિત ત્રણ અપક્ષો હિસારથી જીત્યા છે. સૌથી ખરાબ સ્થિતિ જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ની છે, જે પોતાનું ખાતું પણ ખોલવામાં નિષ્ફળ રહી છે. તેમને 0.90 ટકા મત મળ્યા હતા. છેલ્લી ચૂંટણીમાં જેજેપીએ 10 બેઠકો જીતી હતી અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news