તિનસુકિયામાં આતંકવાદી હુમલામાં 5 લોકોની મોત મામલે ઉલ્ફાએ લખી જાહેર ચિઠ્ઠી
ઉલ્ફાના પ્રચાર વિભાગના સભ્ય રોમલ અસોમે ચિઠ્ઠી જાહેર કરી આ જાણકારી આપી હતી. પરંતુ ત્યારબાદ પણ તિનસુકિયામાં વસતા લોકોનું આ માનવા તૈયાર નથી કે આ ઘટના ઉલ્ફાએ કરી નથી.
Trending Photos
નવી દિલ્હી: આસામના તિનસુકિયામાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં પાંચ લોકોનાં માત બાદ ઉલ્ફા (The United Liberation Front of Assam) તિનસુકિયા જિલ્લાના બિશ્નોઇમુખ ગામની પાસે ધોલા-સાદિયા પૂલની પાસે થયેલી ફાયરિંગમાં તેઓ શામલે ન હતા. ઉલ્ફાના પ્રચાર વિભાગના સભ્ય રોમલ અસોમે (Romal Asom) ચિઠ્ઠી જાહેર કરી આ જાણકારી આપી હતી. પરંતુ ત્યારબાદ પણ તિનસુકિયામાં વસતા લોકો આ માનવા તૈયાર નથી કે આ ઘટના ઉલ્ફાએ કરી નથી.
ઘટના બાદથી જ ત્યાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આસામ આજે બંધ છે. કેટલીક જગ્યાઓ પર લોકો ટાયર સળગાવી પ્રદર્શન પણ કરી રહ્યાં છે. કોલકાતામાં હત્યાથી ગુસ્સે ભરાયેલા લોકો જગ્યા-જગ્યાએ પ્રદર્શન કરી રહ્યાં છે. આ પ્રદર્શન ઉત્તરી અને દક્ષિણ બંગાળમાં થઇ રહ્યા ચે. તેમને જણાવી દઇએ કે ગુરૂવાર (1 નવેમ્બર) સાંજે લગભગ 7:45 વાગ્યાની આસપાસ હુમલામાં આતંકવાદીઓએ છ યુવાનોને ઉઠાવી લઇ ગયા હતા. ત્યારબાદ આતંકવાદીઓએ આ યુવાનોને ધોલા-સાદિયા પુલ પાસે બ્રહ્મપુત્ર નદીના કિનારે લઇ ગયા અને ગોળી મારી દીધી હતી. તેમાંથી ચાર લોકોના ઘટના સ્થળ પર મોત થઇ ગયા હતા. ત્યારે એકનું હોસ્પિટલ સારવાર માટે લઇ જતા રસ્તામાં મોત થયું તો અન્ય એક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.
Assam: All Assam Bengali Youth Students Federation has called a 12-hour shutdown in Tinsukia in protest against the murder of 5 people killed by ULFA terrorists in Bishnoimukh village near Dhola-Sadiya bridge in the district yesterday. pic.twitter.com/BKaZAtte8S
— ANI (@ANI) November 2, 2018
આતંકવાદી હુમલામાં મરનાર લોકો પશ્ચિમ બંગાળના રહેવાસી હતા. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનેવાલ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આ ઘટનાની નિંદા કરી છે. આ ધટના બાદ આતંકવાદીઓને પકડવા માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ટ્વિટ કરીને કહ્યું, આસામથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. અમે તિનસુકિયામાં થયેલા બર્બર હુમલાની નિંદા કરીએ છે. શું આ એનઆરસીનું કામ છે? નિરાધાર પરિવારો પ્રતિ દુ:ખ વ્યક્ત કરવા અમારી પાસે કોઇ શબ્દ નથી.
આ ગોળીબારમાં મરનારની ઓળખ થઇ ગઇ છે. જેમાં શ્યામલાલ બિસ્વાર, અનંત વિસ્વાસ, અભિનાશ બિસ્વાર, સુબોધ દાસ, અને ધનંજય નામેશુદ્રના નામના શખ્સ હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આરોપીઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે