આસામ

આ રાજ્ય દુલ્હનોને વિના મૂલ્યે આપે છે 10 ગ્રામ સોનું, જાણો વિગતવાર માહિતી 

જો તમારા પરિવારની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા કરતા ઓછી હોય અને ઓછી આવકવાળા વર્ગમાં તમે આવતા હશો તો લગ્ન વખતે યુવતીને સરકાર તરફથી એક તોલો (10 ગ્રામ) સોનું વિનામૂલ્યે મળશે. પૂર્વોત્તરના સૌથી મોટા રાજ્ય આસામ (Assam)ની સરકારે આ અંગે જોગવાઈ કરી છે. આ માટે સરકારે એક અરુંધતિ યોજના (Arundhati Scheme)ને ગત વર્ષે લોન્ચ કરી હતી. 

Nov 5, 2020, 08:24 AM IST

આસામ અને મિઝોરમના સરહદી વિસ્તારોમાં હિંસા ભડકી, ગૃહ મંત્રાલયે તાબડતોબ બોલાવી બેઠક

આસામ અને મિઝોરમના લોકો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા બાદ બંને રાજ્યોની સરહદો પર તણાવની સ્થિતિ પેદા થઈ છે. જો કે અધિકારીઓનું કહેવું છે કે મિઝોરમના કોલાસિબ અને આસામના કછાર વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે. 

Oct 19, 2020, 07:37 AM IST

આસામ સરકારે મદરેસાઓ માટે લીધો વધુ એક મોટો નિર્ણય, જલદી બહાર પડશે નોટિફિકેશન

આસામ સરકાર (Assam government) તમામ સરકાર દ્વારા સંચાલિત મદરેસાઓ (madrassa)  અને સંસ્કૃત શાળાઓને બંધ કરવાની જાહેરાત કરી ચૂકી છે. આ અંગે નોટિફિકેશન નવેમ્બરમાં બહાર પાડવામાં આવશે. હવે સરકારે નિર્ણય લીધો છે કે આ મદરેસાઓ, સંસ્કૃત શાળાઓને હાઈસ્કૂલોમા ફેરવી દેવાશે અને પ્રાઈવેટ મદરેસાઓ ચાલુ રહેશે. આ જાણકારી આસામના શિક્ષણમંત્રી હિમંત બિસ્વા સરમા(Himanta Biswa Sarma)એ આપી છે. 

Oct 18, 2020, 02:46 PM IST

આ રાજ્યમાં બંધ થશે સરકારી મદરેસાઓ અને સંસ્કૃત શાળાઓ, ખાસ જાણો કારણ

આસામ (Asaam) ની સરકારે સરકારી નાણાથી ધાર્મિક શિક્ષણ બંધ કરાવવાનો નિર્ણય લીધો છે. આસામ સરકારનું કહેવું છે કે જનતાના પૈસાથી હવે ફાલતું ખર્ચ નહીં થાય. આસામ સરકારે કહ્યું કે જનતાના પૈસાથી ધાર્મિક શિક્ષણની જોગવાઈ નથી. આ આદેશ આસામની સંસ્કૃત શાળાઓ ઉપર પણ લાગુ થશે.

Oct 11, 2020, 10:22 AM IST

'જળ પ્રલય'થી દેશમાં હાહાકાર! લાખો લોકો પૂરથી પ્રભાવિત, ઘર-ખેતરોમાં ચારેબાજુ પાણી જ પાણી

બિહાર (Bihar) માં પૂરનો કહેર સતત ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં ભલે પૂર (Flood) ના પાણી ઓસર્યા છે પરંતુ હજુ પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખેતરો પૂરના પાણીથી ભરાયેલા છે. રાજ્યના 16 જિલ્લાઓના 130 વિસ્તારોમાં હજુ પણ પૂરના પાણી ફેલાયેલા છે. જેનાથી લગભગ 81 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂરથી અત્યાર સુધીમાં 25 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે આઠ લાખ હેક્ટરમાં પાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે. 

Aug 18, 2020, 07:50 AM IST

ચાના બંધાણીઓ માટે મોટા સમચાર, હવે વધુ મોંઘી થઇ ચાની ચુસ્કી

ચાના બંધાણીઓ માટે મોટા સમચાર સામે આવ્યા છે. ચાની ચુસ્કી હવે વધુ મોંઘી બનશે. જથ્થાબંધા ચાના ભાવમાં 60 ટકાનો વધારો આવતા ઘરે કે કીટલી પર ચા પીવી મોંઘી બનશે. લૉકડાઉન અને આસામમાં આવેલા પૂરના કારણે ચાના પાકને મોટું નુકસાન થયું છે. જેથી ચાના ભાવમાં જલ્દી જ વધારો થવા જઈ રહ્યો છે.

Jul 28, 2020, 11:04 AM IST

આસામમાં પૂરથી સ્થિતિ ખરાબ, અત્યાર સુધી 110 લોકોના મૃત્યુ, 24 જિલ્લાના લાખો લોકો પ્રભાવિત

આસામમાં વધુ પાંચ લોકોના મોત સાથે જ પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા હવે 110 થઈ ગઈ છે. રવિવારે આવેલા નવા આંકડા મુજબ રાજ્યના 33 જિલ્લાઓમાંથી 24 જિલ્લાના લગભગ 25.29 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. 

Jul 20, 2020, 09:12 AM IST

આસામમાં પૂરથી ભયાનક સ્થિતિ, 54 લાખ લોકો પ્રભાવિત, કાઝીરંગા નેશનલ પાર્કમાં 96 જાનવરોના મોત

પૂર્વોત્તરનું રાજ્ય આસામ (Assam)પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 79 લોકોના જીવ ગયા છે. અનેક લોકો પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા છે. જેમને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવી રહ્યાં છે. આ પૂરથી માણસોનું જ જનજીવન નહીં પરંતુ જીવજંતુ પણ ખુબ પ્રભાવિત થયા છે. 

Jul 19, 2020, 12:02 PM IST

શું ભૂતાને ભારતના પાણીને રોક્યું હતું? આ તસવીરોથી જાણો સંપૂર્ણ સત્ય

ચીન અને નેપાળ બાદ ભૂતાનથી જે ટેન્શન આપનારી ખબર આવી હતી તેની તો હવા નીકળી ગઈ છે. ભૂતાન પર જે ભારતીય ગામનું પાણી રોકવાનો આરોપ લાગ્યો તે માત્ર એક ગેરસમજ હતી. જેને હવે દૂર કરી લેવાઈ છે. ભૂતાને પોતે આ અંગે સ્પષ્ટીકરણ આપ્યું. આસામના અધિકારીએ તેના પર મહોર લગાવી. ભૂતાને આ અંગેની તસવીરો બહાર પાડી છે.

Jun 26, 2020, 03:43 PM IST

ચીન-નેપાળ બાદ ભૂતાને વધારી ચિંતા, ભારતીય કિસાનોનું પાણી રોક્યું

બક્સાના કિસાન ભૂતાનની આ હરકતથી ખુબ પરેશાન છે અને રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. બક્સા જિલ્લાના 26થી વધુ ગામોના આશરે 6000 કિસાન સિંચાઈ માટે ડોંગ પરિયોજના પર જ નિર્ભર છે. 

Jun 25, 2020, 10:44 PM IST

અસમમાં IOCના કુવામાં ભયાનક આગ, બુઝાતા લાગશે 1 મહિનો, 10 કિ.મી દુરથી દેખાય છે ભડકા

અસમના તિનસુખીયા જિલ્લામાં બાઘજનમાં ઓઇલ ઇન્ડિયાનાં તેલના કુવામાં મંગળવારે આગ લાગી ગઇ. કુવામાં છેલ્લા 14 દિવસથી ગેસ લીક થઇ રહ્યો હતો. દુર્ઘટનામાં 2 ફાયર ફાઇટરનાં મોત થિ ચુક્યા છે. ઓઇલ ઇન્ડિયાનાં અનુસાર આગ પર સંપુર્ણ કાબુ મેળવવામાં 1 મહિનો (4 અઠવાડીયા) કરતા પણ વધારે સમય લાગી શકે છે.

Jun 10, 2020, 07:24 PM IST

કોરોનાના કહેર વચ્ચે આ રાજ્યોમાં જાનવરોના મોતથી ખૌફનો માહોલ

અસમના ધેમાજી, ઉત્તરી લખીમપુર, વિશ્વનાથ, ડિબ્રૂગઢ, શિવસાગર અને જોરહાર જિલ્લાની સાથે જ અરૂણાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભૂંડના અસામાન્ય રીતે મોતનો મામલો સામે આવ્યો છે.

Apr 28, 2020, 09:53 PM IST

આસામમાં સરકારના આ એક નિર્ણયે પલટી બાજી, લોકોએ PM મોદી માટે ઠેર ઠેર દીવડા પ્રગટાવ્યાં

નાગરિકતા કાયદા (Citizenship Amendment Act 2019)  પર પ્રદર્શન હજુ ચાલુ છે. આસામ (Assam) માં પણ ભારે પ્રદર્શન થયું હતું. ભડકેલા આક્રોશને કારણે પીએમ મોદી (PM Narendra Modi) અને જાપાનના પીએમ શિંજો  આબેનું આસામમાં જે શિખર સંમેલન યોજાયું હતું તેને પણ રદ  કરવું પડ્યું હતું. પરંતુ કેન્દ્ર સરકારના એક જ નિર્ણયે સમગ્ર આસામની તસવીર બદલી નાખી છે. કોકરાઝારમાં લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરતા ગુરુવારે રસ્તાઓ અને શેરીઓમાં માટીના દીવડા પ્રગટાવ્યાં. ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયન (ABSU)એ કોકરાઝારમાં બાઈક રેલી પણ કાઢી. પીએમ મોદીના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. 

Feb 7, 2020, 07:56 AM IST

આસામઃ 50 વર્ષ, 2,823 મોત, અમિત શાહના નેતૃત્વમાં સમાપ્ત થયો અલગ બોડોલેન્ડ રાજ્ય વિવાદ

ગૃહપ્રધાને જાહેરાત કરી કે ઉગ્રવાદી જૂથ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના 1550 કેડર 30 જાન્યુઆરીએ પોતાના 130 હથિયાર સોંપી દેશે અને આત્મસમર્પણ કરી દેશે.

Jan 27, 2020, 05:51 PM IST

1 જાન્યુઆરીથી 10 ગ્રામ સોનું મફતમાં આપશે BJP સરકાર, જાણો- કેવી રીતે મળશે

નવા વર્ષમાં દુલ્હન બનનાર છોકરીઓ માટે સમાચાર છે. દુલ્હનને સરકાર દ્વારા 10 ગ્રામ સોનું ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ સ્કીમ 1 જાન્યુઆરી 2020થી લાગૂ થવા લઇ રહી છે. આ યોજનાનો લાભ ઉઠાવવા માટે કેટલી શરતો રાખવામાં આવી છે.

Dec 31, 2019, 08:08 AM IST

CAA-NRC વિરોધ: BJP જ્યાં જાય છે ત્યાં નફરત ફેલાવે છે, આસામને નાગપુરથી ચાલવા દઈશું નહીં -રાહુલ ગાંધી 

નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસ (Congress) ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આજે કોંગ્રેસનો 135મો સ્થાપના દિવસ છે. દેશભરમાં કોંગ્રેસ CAA અને NRCના વિરોધમાં કૂચ કરી રહી છે. લખનઉમાં આવી એક કૂચનું નેતૃત્વ પ્રિયંકા ગાંધીએ કર્યું જ્યારે રાહુલ ગાંધીએ આસામના ગુવાહાટીમાં નેતૃત્વ કર્યું.

Dec 28, 2019, 03:36 PM IST

What is NRC: જાણો આસામમાં લાગુ થયેલું નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ શું છે?

NRCની આ ફાઈનલ યાદીમાં આસામ રાજ્યના 3.29 કરોડ લોકોમાંથી 3.11 કરોડ લોકોને ભારતના કાયદેસરના નાગરિક જાહેર કરાયા હતા, જ્યારે લગભગ 19 લાખ લોકોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. ફાઈનલ NRCમાં એ લોકોના નામ સામેલ કરવામાં આવ્યા હતા, જે 25 માર્ચ, 1971થી પહેલા આસામના નાગિરક(Citizen) છે કે તેમના પૂર્વજો આ રાજ્યમાં રહેતા આવ્યા છે. આ અંગેની ખરાઈ સરકારી દસ્તાવેજો દ્વારા કરાઈ હતી. 
 

Dec 17, 2019, 11:02 PM IST

વિરોધના વંટોળ વચ્ચે નાગરિકતા સંશોધન બિલ બન્યો કાયદો, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી

નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે.  હવે આ બિલ કાયદો બની ગયું છે. હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) આ બિલને પોતાની મંજૂરી આપી છે જેના કારણે આ બિલ હવે કાયદો બની ગયું છે.

Dec 13, 2019, 08:29 AM IST

નાગરિક્તા સંશોધન બિલઃ આસામમાં વિરોધ ચરમસિમાએ, ત્રણનાં મોત, અનેક શહેરોમાં કરફ્યુ

આસામના(Assam) ગુવાહાટી, દિબ્રુગઢ, બારપેટા, નલબારી, જોરહાટ, ગોલહાટ, સોનિતપુર, તેઝપુર અને બિશ્વનાથ જિલ્લાઓમાં અચોક્કસ મુદ્દત માટે કરફ્યુ(Curfew) લાદવામાં આવ્યો છે. સરકારે આજે આસામના 10 જિલ્લામાં ઈન્ટરનેટ(Internat) સેવાઓ બંધ રાખવાના નિર્ણયને આગામી 48 કલાક માટે લંબાવી દીધો છે.

Dec 12, 2019, 11:33 PM IST

નાગરિકતા સંશોધન બિલ : મનમાં ઉઠી રહેલા સળગતા 5 સવાલનો જવાબ સાવ સરળ શબ્દોમાં 

નાગરિકતા સંશોધન બિલને સંસદમાં મંજૂરી મળવાને કારણે દેશના અનેક હિસ્સાઓમાં અવૈદ્ય રીતે રહેતા નાગરિકોને કોઈ પ્રમાણપત્ર ન હોવા છતાં નાગરિકતા મેળવવાનું સરળ થઈ જશે

Dec 12, 2019, 10:46 AM IST