મોદી કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, ગરીબોને થશે મોટો ફાયદો, જાણો વિગતો

કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મિડ ડે મીલ, મફત રાશન યોજના, પીએમ પોષણ યોજના, આઈસીડીએસ, આકાંક્ષીની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઈડ ચોખાની આપૂર્તિ જુલાઈ 2024થી ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. 

મોદી કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, ગરીબોને થશે મોટો ફાયદો, જાણો વિગતો

દિલ્હીમાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની એક બેઠક યોજાઈ જેમાં અનેક મહત્વકાંક્ષી યોજનાઓને કેબિનેટની મંજૂરી મળી છે. બેઠકમાં પીએમ ગરીબ કલ્યાણ યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓની આપૂર્તિ ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવી છે. આ સાથે જ કેબિનેટે સરહદી રાજ્યોના વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂક્યો છે. 

કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મિડ ડે મીલ, મફત રાશન યોજના, પીએમ પોષણ યોજના, આઈસીડીએસ, આકાંક્ષીની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઈડ ચોખાની આપૂર્તિ જુલાઈ 2024થી ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. 

— ANI (@ANI) October 9, 2024

સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર
પીએમ મોદીએ બેઠકમાં સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર મૂક્યો છે. આજે કેબિનેટે સરહદી રાજ્યો પંજાબ અને રાજસ્થાનના વિસ્તારોમાં 4406 કરોડ રૂપિયાના રોકાણથી 2280 કિલોમીટર રસ્તાના નિર્માણને મંજૂરી આપી છે. આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોની આજીવિકા વધારવાનો છે અને અહીંના લોકો માટે મુસાફરી સરળ બનાવવાનો છે. અન્ય રાજમાર્ગ નેટવર્ક સાથે કનેક્ટિવિટી બનાવવાનો છે. 

 લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ નાં વિકાસને મંજૂરી 
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનાં વિકાસને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે.ફેઝ 1બી હેઠળ લાઇટ હાઉસ મ્યુઝિયમના નિર્માણ માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ લાઇટહાઉસીસ એન્ડ લાઇટશિપ્સ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. ભવિષ્યના તબક્કાઓના વિકાસ માટે એક અલગ સોસાયટીની સ્થાપના કરવામાં આવશે. જેનું સંચાલન બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રીની અધ્યક્ષતામાં ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે. પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 60 ટકાથી વધુ શારીરિક પ્રગતિ સાથે અમલીકરણ હેઠળ છે અને 2025 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news