મોંઘા પેટ્રોલ-ડીઝલથી થઈ રહી છે ફ્રી વેક્સિનની વ્યવસ્થા? કેન્દ્રીય મંત્રીએ આપ્યું નિવેદન
રામેશ્વર તેલી ડિબ્રૂગઢથી (Dibrugarh) સાંસદ છે, તેમણે અસમમાં કહ્યું કે પેટ્રોલ-ડીઝલની કિંમતો વધુ નથી પરંતુ તેના પર લાગેલા ટેક્ટથી ફ્રી વેક્સિન માટે ફંડ ભેગુ કરી શકાય.
Trending Photos
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝના ભાવમાં (Petrol Diesel Price) સતત વધારો થઈ રહ્યો છે. આ મહિનામાં 10 દિવસમાં પેટ્રોલ જ્યાં 2.80 રૂપિયા મોંઘુ થયું તો ડીઝલના ભાવમાં 3.30 રૂપિયાનો વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓ (Government Oil Companies) એ એકવાર ફરીથી સોમવારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો કર્યો છે. આ સાથે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. સતત સાતમાં દિવસે ભાવ વધારાથી ઈંધણની કિંમત રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગઈ છે. આ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીનું એક નિવેદન સામે આવ્યુ છે.
વેક્સિનના પૈસા ક્યાંથી આવશે?
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ કહ્યુ- તેલની કિંમતો વધુ નથી, આ કિંમતોમાં ટેક્સ પણ સામેલ છે. ફ્રી વેક્સિન (Free Vaccine) તો તમે લીધી હશે, તેના પૈસા ક્યાંથી આવશે? તમે વેક્સિન માટે રૂપિયા આપ્યા નથી, આ રીતે (પેટ્રોલ-ડીઝલ પર લાગેલા ટેક્સથી) રૂપિયા ભેગા કર્યા. કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીનું આ નિવેદન 9 ઓક્ટોબરનું છે, જેમણે અસમમાં આ નિવેદન આપ્યું હતું.
Fuel prices aren't high but include the tax levied. You must've taken a free vaccine, where will the money come from? You haven't paid the money, this is how it was collected: Union MoS (Petroleum & Natural Gas) Rameswar Teli in Assam on Oct 9 pic.twitter.com/uZZCpXdUCj
— ANI (@ANI) October 11, 2021
પેટ્રોલ-ડીઝલની કિંમતોની સ્થિતિ
કેન્દ્રીય મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં સોમવારે પેટ્રોલ પ્રતિ લીટર 104.44 રૂપિયા પર પહોંચી ગયું તો ડીઝલ 93.18 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું છે. મહત્વનું છે કે આ મહિનાની પ્રથમ તારીખે પેટ્રોલ 25 પૈસા મોંઘુ થયું હતું તો ડીઝલમાં 30 પૈસા પ્રતિ લીટરે વધારો થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે