ભારતના આ સાધુએ દુનિયામાં ખળભળાટ મચાવ્યો, 45 વર્ષથી કરે છે એવું કામ...બધા આશ્ચર્યચકિત
ખાસ વાત એ છે કે વ્યક્તિ આવું કોઈ મન્નત પૂરી થવાની રાહ જોઈ રહ્યો નથી, તેની ઈચ્છા ફક્ત આસ્થા અને શાંતિ વધારવા માટેની છે.
Trending Photos
નવી દિલ્હી: બે મિનિટ પણ જો તમને હાથ ઊંચો રાખવાની સજા મળે તો આખા હાથમાં દુખાવો થવા લાગે છે. પરંતુ એક વ્યક્તિ એક કે બે નહીં પરંતુ છેલ્લા 45 વર્ષથી પોતાનો હાથ હવામાં ઊંચો રાખી રહ્યો છે. આ દરમિયાન એક પળ માટે પણ તેણે હાથ નીચે કર્યો નથી. ખાસ વાત એ છે કે વ્યક્તિ આવું કોઈ મન્નત પૂરી થવાની રાહ જોઈ રહ્યો નથી, તેની ઈચ્છા ફક્ત આસ્થા અને શાંતિ વધારવા માટેની છે.
ભગવાન શિવના છે ભક્ત
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ પોતાની દ્રઢ ઈચ્છાશક્તિથી દુનિયાને ચોંકાવી દેનારા આ વ્યક્તિનું નામ છે અમર ભારતી. સંન્યાસી અમર ભારતી આસ્થા અને શાંતિ માટે છેલ્લા 45 વર્ષથી પોતાનો હાથ ઊંચો રાખે છે અને તેને નીચો કરવાની કોઈ યોજના પણ નથી. ભારતી ભગવાન શિવના ભક્ત છે અને તેઓ ઈચ્છે છે કે ભારત સહિત દુનિયાભરના લોકો શાંતિ અને ભાઈચારાથી રહે.
શરૂઆતમાં થઈ પરેશાની
તેમણે કહ્યું કે હું કઈ વધુ નથી માંગતો. આપણે પરસ્પર કેમ લડીએ છીએ? આપણી વચ્ચે આટલી નફરત અને શત્રુતા કેમ છે? હું ફક્ત એ ઈચ્છુ છું કે સમસ્ત દેશવાસીઓ શાંતિથી રહે. સમગ્ર દુનિયા શાંતિના રસ્તે ચાલે. અમર બારતીએ જ્યારે પોતાનો એક હાથ હવામાં ઉઠાવવાનો નિર્ણય લીધો ત્યારે શરૂઆતના બે વર્ષ તેમના માટે ખુબ મુશ્કેલીભર્યા રહ્યા. તેમના હાથમાં અપાર વેદના થતી હતી પરંતુ ધીરે ધીરે તે ઓછી થતી ગઈ. હવે આ ઉઠેલો હાથ તેમના જીવનનો ભાગ બની ગયો અને તેમાં તેમને કશું અસામાન્ય નથી લાગતું.
બેંકમાં કરતા હતા કામ
આમ તો અમર ભારતી શરૂઆતમાં કઈ સન્યાસી બનવા નહતા માંગતા. તેઓ એક બેંક કર્મચારી હતા. તેમની પત્ની અને બાળકો પણ હતા. પરિવાર હતો. પરંતુ એક દિવસ અચાનક તેમનું મન આધ્યાત્મ તરફ ખેંચાયું અને તેમણે બધુ ત્યાગીને ધર્મનો રસ્તો પકડી લીધો. પોતાના જીવનના બચેલા દિવસો તેમણે ભગવાન શિવને સમર્પિત કરી દીધા અને લોકોને શાંતિનો પાઠ ભણાવવા લાગ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે