AMUમાં જિન્ના પર સંગ્રામ, હવે યોગીના મંત્રીએ ગણાવ્યા મહાપુરૂષ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં લાગેલી પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાની તસ્વીર પર ઉભા થયેલા વિવાદમાં ભાજપમાં બે જૂથ થઈ ગયા છે. 

AMUમાં જિન્ના પર સંગ્રામ, હવે યોગીના મંત્રીએ ગણાવ્યા મહાપુરૂષ

લખનઉઃ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં લાગેલી પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાની તસ્વીર પર ઉભા થયેલા વિવાદમાં ભાજપમાં બે જૂથ થઈ ગયા છે. ભાજપના સાંસદે આ તસ્વીર લગાવવાનો વિરોધ કર્યો છે, જ્યારે યૂપીના એક મંત્રી જિન્નાના સમર્થનમાં ઉતરી આવ્યા છે. એટલું જ નહીં યોગીના મંત્રીએ કહ્યું કે, રાષ્ટ્રના નિર્માણમાં જિન્નાનું મહત્વનું યોગદાન રહ્યું છે. 

અલીગઢના સાંસદ સતીષ કુમાર ગૌતમે એએમયૂના વિદ્યાર્થી સંઘ ભવનમાં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાની તસ્વીર પર સવાલ ઉઠાવતા યુનિવર્સિટી પ્રશાસનને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે સવાલ કર્યો કે જિન્નાની તસ્વીર યુનિવર્સિટીમાં કેમ લાગેલી છે. સાંસદ સતીષ કુમાર ગૌતમે કહ્યું કે, કેવી મજબૂરી છે કે યુનિવર્સિટીમાં જિન્નાની તસ્વીર લગાવવી પડી છે. તેમણે કહ્યું કે, દેશના ભાગલા પડાવવામાં જિન્નાનો મહત્વનો રોલ રહ્યો હતો. 

સાંસદ દ્વારા તસ્વીર પર આપત્તિ ઉઠાવ્યા બાદ યોગી સરકારના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે જે મહાપુરૂષોનું યોદાન રાષ્ટ્રના નિર્માણમાં રહ્યું છે, તેના પર કોઈ આંગળી ઉઠાવે તો ખરાબ વાત છે. તેણે કહ્યું કે, દેશના ભાગલા પહેલા જિન્નાનું યોગદાન આ દેશમાં પણ હતું. 

AMUએ આપ્યો આ જવાબ
સાંસદના પત્ર પર એએમયૂ પ્રશાસને કહ્યું કે, મોહમ્મદ અલી જિ્નાની તસ્વીર યુનિવર્સિટી છાત્રસંગના ભવનમાં લાગેલી છે અને એએમયૂનું છાત્રસંગ એક સ્વતંત્ર સંગઠન છે. યુનિવર્સિટી સત્તાધિશોનો તેમાં કોઈ હસ્તક્ષેપ નથી. યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે છાત્રસંઘની સ્થાપના 1920માં થઈ હતી અને 1938માં જિન્ના અહીં આવ્યા હતા. તત્કાલીન છાત્રસંઘે જિન્નાને સંઘની માનદ સદસ્યતા આપી હતી અને તેણે અહીં તસ્વીર લગાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news