ડેટા લીક મામલામાં Facebook અને Whatsappમાં સંઘર્ષ વધ્યો, કો-ફાઉન્ડરે આપ્યું રાજીનામું

સીઈઓ જેન કૂમે 2009માં કરી હતી વોટ્સએપની શરૂઆત, સાથી બ્રાયન પહેલા જ છોડૂ ચૂક્યો છે કંપની. 

 ડેટા લીક  મામલામાં Facebook અને Whatsappમાં સંઘર્ષ વધ્યો, કો-ફાઉન્ડરે આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ યૂઝરની પ્રાઇવેસીને લઈને ફેસબુક મેનેજમેન્ટ સાથે સંઘર્ષ વચ્ચે વોટ્સએપના સીઈઓ જેન કૂમે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેની જાણકારી તેણે પોતાની ફેસબુક વોલ પર આપી. જોને ફેસબુક બોર્ડને પણ અલવિદા કહી દીધું છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે જેન કૂમના રાજીનામાં પર કહ્યું કે તેની ખોટ પડશે. તેણે કંપનીને આગળ વધારવા માટે મોટું યોગદાન આપ્યું છે. મહત્વનું છે કે ફેસબુક મેનેજમેન્ટ અને વોટ્સએપ વચ્ચે ડેટા પ્રાઇવસીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ફેસબુક વોટ્સએપનો ડેટાનો ઉપયોગ કરવા ઈચ્છતી હતી પરંતુ જેન તેના વિરુદ્ધમાં હતો. જેન કૂમે ફેસબુક પોસ્ટમાં લખ્યું, બ્રાયન અને મેં આશરે એક દાયકા પહેલા એકસાથે વોટ્સએપની શરૂઆત કરી હતી. આ દરમિયાન સારા લોકો સાથે કામની સફર શાનદાર રહી. પરંતુ હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. તેના મને આશિર્વાદ મળ્યા અને જુઓ કેમ એક મોબાઇલ એપ્લીકેશન વોટ્સએપ દુનિયામાં અબજો લોકોની જિંદગીનો ભાગ બની ગઈ છે. 

વોટ્સએપની ટીમ પહેલાથી વધુ મજબૂતઃ જેન
તેણે પોસ્ટમાં આગળ લખ્યું, મેં ક્યારેય કલ્પના કરી ન હતી કે વોટ્સએપને આટલી મોટી સફળતા મળશે. જ્યારે તેની શરૂઆત કરી હતી ત્યારે તે માત્ર એક મોબાઇલ એપ હતી. હવે તેનો વિકાસ કરનારો પરિવાર પણ મોટો થઈ ગયો છે અને તે ભવિષ્યમાં શાનદાર આનંદ આપશે. આ ટીમ પહેલાથી વધુ મજબૂત અને સક્ષમ છે. હું કેટલોક સમય ટેકનોલોજીની દુનિયાથી દૂર રહીને જિંદગી જીવવા ઈચ્છું છું. આ દરમિયાન હું મારી કારમાં પ્રવાસ કરીશ. બહાર રહીને પણ વોટ્સએપની સેવા કરતો રહીશ. તે તમામનો આભાર જેણે આ સફરને શાનદાર બનાવી. 

વોટ્સએપના એક અરબથી વધુ ડેયલી યૂઝર
વોશિંગટન પોસ્ટમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે જેન કૂમે તે વોટ્સએપને અલવિદા કહ્યું છે, જેના દરરોજના એક અરબથી વધુ યૂઝર છે. જેને ફેસબુકની સાથે વોટ્સએપની ડેટા પ્રાઇવેસીને લઈને રાજીનામું આપ્યું છે, કારણ કે તે કોઇપણ સ્થિતિમાં વોટ્સએપ યૂઝરની પ્રાઇવેસી ઈચ્છતો હતો. હાલમાં ડેટા લીક બાદ ફેસબુક અને વોટ્સએપે પોતાની પ્રાઇવેસી પોલિસીમાં ફેરફાર કર્યો છે. 

કેમ પોપ્યુલર થયું વોટ્સએપ
વોટ્સએપની લોકપ્રિયતાનું કારણ આ મોબાઇલ એપ્લીકેશનનું સહજ અને ઝડપી હોવું જ નહીં પરંતુ યૂઝરના ડેટાની નિજતા (ઇનક્રિપ્શન) બનાવી રાખવું છે. તેણે એવી વ્યવસ્થા કરી જેનાથી યૂઝરના સંદેશા તેના સ્માર્ટફોનમાં સેવ થતા હતા ન કે કંપનીના સર્વર પર. આ તેની સૌથી મોટી યૂએસબી હતી જેથી આ મોબાઇલ એપ પોપ્યુલર થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news