Government Job: કેન્દ્ર સરકારના મંત્રાલયો બંપર નોકરીઓ, જો જો રહી ન જતા, ખાસ જાણો વિગતો

SSC CGL EXAM 2023: જો તમને પણ સરકારી નોકરી કરવાની ઈચ્છા હોય, મંત્રાલયમાં કામ કરવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે કેન્દ્રિય મંત્રાલયો, વિભાગ અને સંગઠનમં ગ્રુપ બી અને ગ્રુપ સીના 7.5 હજાર પદ પર ભરતી કરવા માટે જાહેરાત કરી દીધી છે.

Government Job: કેન્દ્ર સરકારના મંત્રાલયો બંપર નોકરીઓ, જો જો રહી ન જતા, ખાસ જાણો વિગતો

SSC CGL EXAM 2023: કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાં સરકારી નોકરી કરવા ઈચ્છતા લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રિય મંત્રાલયો, વિભાગ અને સંગઠનમં ગ્રુપ બી અને ગ્રુપ સીના 7.5 હજાર પદ પર ભરતી કરવા માટે જાહેરાત કરી દીધી છે. આ પદ પર ભરતી માટે આયોગ દ્વારા સયુક્ત સ્નાતક સ્તરીય પરીક્ષા 2023નું આયોજન કર્યુ છે. SSC દ્વારા જાહેર કરાયેલી CGL EXAM 2023ના આયોજન પ્રમાણે ઈન્ટેલિજન્સ બ્યૂરો, CAG, CBI, ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ, નાણા મંત્રાલય, રેલવે મંત્રાલય, વિદેશ મંત્રાલય વગેરેમાં પે-લેવલ 8,7,6,5 અને 4માં ભરતી થવાની છે. 

3 જુલાઈ સુધી કરી શકાશે આવેદન
જે ઉમેદવારો SSC CGL EXAM 2023માં આવેદન કરવા માગે છે, તેઓ આયોગની ઓફિશિયલ વેબસાઈટ SSC.NIC.INના હોમ પેજ પર આપવામાં આવેલા લોગ-ઈન સેક્શનમાં પહેલા નોંધણી કરોસ પછી સંપૂર્ણ વિગત સાથે એપ્લિકેશન સબમિટ કરો. આવેદન કરનાર ઉમેદવારોએ અરજી કરવા માટે 100 રૂપિયા ફી પણ ચૂકવવી પડશે. આવેદન પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે, અને આવેદન કરવાની છેલ્લી તારીખ 3 જુલાઈ છે. તો 4 મે સુધી ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી ફી ચુકવી શકશે. જ્યારે 5 મે સુધી ઓફલાઈન મોડથી ફી ચુકવી શકાશે. જે બાદ આવેદનમાં સુધારા વધારા કરવા માટે કરેક્શન વિન્ડો 7 અને 8 મેના રોજ ખોલવામાં આવશે. જેમાં આવેદન કરતા વખતે જો કોઈ ભૂલ થઈ હોય તો તેમાં સુધારો કરી શકાશે. 

આવેદન માટે યોગ્યતા
જો પણ ઉમેદવાર પરીક્ષા આપવા માટે આવેદન કરે છે તેણે કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જોઈએ. એટલું જ નહીં 1 ઓગસ્ટ 2023 સુધીમાં ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 27 વર્ષ હોવી જોઈએ. તો ઘણી બધી જગ્યા માટે ઉંમર મર્યાદા વધુમાં વધુ 30 વર્ષ સુધીની છે. એટલું જ નહીં આરક્ષણમાં આવતા ઉમેદવારોને ઉંમર મર્યાદામાં નિયમ પ્રમાણે છુટછાટ પણ આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news