ISRO માં નોકરી કરવાની સૂવર્ણ તક! 200 પદ પર નિકળી જગ્યા, જાણો વિગત

સરકારી નોકરીની તૈયારી કરનાર લોકો માટે સારા સમાચાર છે. ઈસરોમાં ઘણા પદો પર નોકરી નિકળી છે, જે ઉમેદવાર અરજી કરવા ઈચ્છે છે તે સત્તાવાર વેબસાઇટ પર જઈને કરી શકે છે. 

ISRO માં નોકરી કરવાની સૂવર્ણ તક! 200 પદ પર નિકળી જગ્યા, જાણો વિગત

નવી દિલ્હીઃ સરકારી નોકરી કરવાની ઈચ્છા હોય તો તમારા માટે સારા સમાચાર છે. ઈન્ડિયન સ્પેસ રિચર્સ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) એ વૈજ્ઞાનિકો/એન્જિનિયર્સ, ટેકનિકલ આસિસ્ટન્ટ, લાઈબ્રેરી આસિસ્ટન્ટ અને અન્ય પોસ્ટ્સ પર ભરતી બહાર પાડી છે. જે ઉમેદવાર આ પદ માટે અરજી કરવા ઈચ્છુક છે તે સત્તાવાર વેબસાઇટ www.isro.gov.in ના માધ્યમથી અરજી કરી શકે છે. આ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે જે 1 માર્ચ સુધી ચાલશે. 

ભરતીની વિગત
224 ખાલી જગ્યાઓ ભરવા માટે આ ભરતી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.

વૈજ્ઞાનિક/એન્જિનિયર: 5

ટેકનિકલ આસિસ્ટન્ટ: 55

વૈજ્ઞાનિક સહાયક: 6

પુસ્તકાલય મદદનીશ: 1

ટેકનિશિયન-બી/ડ્રાફ્ટ્સમેન બી: 142

ફાયરમેન A: 3

રસોઈયા: 4

લાઇટ વ્હીકલ ડ્રાઈવર A: 6

ભારે વાહન ચાલક A: 2

એપ્લીકેશન ફી
ટેકનિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, સાયન્ટિસ્ટ અને એન્જિનિયર – SC ની જગ્યાઓ માટે ₹250 ની નોન-રિફંડપાત્ર એપ્લિકેશન ફી છે. જોકે, પ્રોસેસિંગ ફી તરીકે, બધા ઉમેદવારોએ દરેક અરજી માટે પહેલા ₹750 ચૂકવવા પડશે. મહેરબાની કરીને નોંધ કરો કે પ્રોસેસિંગ ફી માત્ર લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને જ પરત કરવામાં આવશે.

ટેકનિશિયન-બી, ડ્રાફ્ટ્સમેન-બી, કૂક, ફાયરમેન-એ, લાઇટ મોટર વ્હીકલ-એ અને હેવી મોટર વ્હીકલ-એ માટેની અરજી ફી બિન-રિફંડપાત્ર છે અને કુલ ₹100 છે. જોકે, શરૂઆતમાં તમામ ઉમેદવારોએ સમાનરૂપે ₹500 ચૂકવવા પડશે.

ISRO recruitment 2024: આ રીતે કરો અરજી
સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ  www.isro.gov.in પર જાવો.

પછી હોમપેજ પર કરિયર ટેબ પર ક્લિક કર
ત્યારબાદ, “Advt.No.URSC:ISTRAC:01:2024- Recruitment to the posts of Scientist/Engineer- ‘SC’ , Technical Assistant , Scientific Assistant, Library Assistant, Technician- ‘B’ , Draughtsman- ‘B’ , Cook , Fireman- ‘A’, Heavy Vehicle Driver- 'A' and Light Vehicle Driver-A” પર ક્લિક કરો.

હવે સ્ક્રીન પર નવું પેજ જોવા મળશે.

ત્યારબાદ તમારુ એપ્લીકેશન ફોર્મ ભરો.

પછી જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.

હવે એપ્લીકેશન ફીની ચુકવણી કરો.

અંતમાં ભવિષ્યની જરૂરીયાત માટે પ્રિન્ટ કરી રાખી લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news