Beauty Tips: ચહેરાને બનાવવા માગો છો ક્લીન એન્ડ ક્લીયર, તો આ છે રામબાણ ઈલાજ

Skin ગોરી બને તેની સાથે સાથે તે ક્લીન અને ક્લીયર બને તે પણ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘણીવાર આપણી સ્કીનનો કલર સારો હોય પણ તે ક્લીન નથી હોતી. આ માટે અનેક બજારમાં મળતી ક્રીમ અને ઘરેલું નુસ્ખાઓ અપનાવવામાં આવે છે. ત્યારે આજે અમે તમને એક એવો રામબાણ ઈલાજ જણાવીશું જે તમારી સ્કીનને ગોરી કરવાની સાથે બનાવશે ક્લીન એન્ડ ક્લીયર. 

Beauty Tips: ચહેરાને બનાવવા માગો છો ક્લીન એન્ડ ક્લીયર, તો આ છે રામબાણ ઈલાજ

નવી દિલ્લીઃ Skin ગોરી બને તેની સાથે સાથે તે ક્લીન અને ક્લીયર બને તે પણ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘણીવાર આપણી સ્કીનનો કલર સારો હોય પણ તે ક્લીન નથી હોતી. આ માટે અનેક બજારમાં મળતી ક્રીમ અને ઘરેલું નુસ્ખાઓ અપનાવવામાં આવે છે. ત્યારે આજે અમે તમને એક એવો રામબાણ ઈલાજ જણાવીશું જે તમારી સ્કીનને ગોરી કરવાની સાથે બનાવશે ક્લીન એન્ડ ક્લીયર. 

સનબર્નની સમસ્યા સામે ઉપાય:
ગરમીમાં થનારી સનબર્નની સમસ્યા દૂર કરવા માટે એલોવેરા ખૂબ જ ફાયદામંદ છે. એલોવેરાના જેલમાં કૂલિંગ પ્રોપર્ટીઝ હોય છે જે સ્કીનને ઠંડી રાખે છે. તેમાં રહેલું મોઈશ્ચુરાઈઝર હીલિંગ પ્રોસેસને વધારે છે. 

ખીલ માટે રામબાણ ઈલાજ છે એલોવેરા:
એલોવેરા જેલમાં એન્ટી ઈન્ફેલેમેટરી અને એન્ટી બેક્ટિરીયલ ગુણ આવેલા છે. જે બ્રેકઆઉટ્સ અને એક્નેના ઈલાજ માટે ઉપયોગી છે. રાત્રે સુતા પહેલા એલોવેરા જેલનો ઉપયોગ કરવાથી ખીલની સમસ્યા દૂર થાય છે. 

સ્કીન લાઈટિંગમાં ફાયદાકારક:
એલોવેરા જેલ સ્કીન ટોનને લાઈટન કરવા માટે મદદ કરે છે. તેને રાત્રે ચહેરા પર લગાવો અને પછી સવારે ચહેરાને ધોઈ લો. થોડા દિવસમાં તમને તમારી સ્કીનમાં નિખાર જોવા મળશે. 

ડાર્ક સર્કલ રિમૂવ કરવા માટે એલોવેરા ઉપયોગી:
જો તમારે બહુ વધારે ડાર્ક સર્કલ્સ છે તો તમારે જરૂર રાત્રે એલોવેરા જેલ લગાવવું જોઈએ. જેનાથી આંખોની આસપાસ રહેલા ડાર્ક સર્કલ દૂર થાય છે. 

સૌથી શ્રેષ્ઠ મોઈશ્ચુરાઈઝર છે એલોવેરા:
એલોવેરા એક શ્રેષ્ઠ મોઈશ્ચુરાઈઝરનું કામ કરે છે. એટલા માટે તેનો ઉપયોગ રાત્રે સુતા પહેલા કરવો જોઈએ. સૌથી સારી વાત એ છે કે તે સ્કીનને ઓઈલી નથી બનાવતું. ચહેરા સિવાય હાથ-પગમાં પણ તેનો ઉપયોગ ફાયદાકારક છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news