Chanakya Niti: ગમે તેટલી સારી હોય પત્ની...ભૂલથી પણ આ 4 વાત ક્યારેય ન કહેતા, નહીં તો જીવવું ભારે થઈ જશે

Relationship Tips: લગ્નને લાંબા સમય સુધી ચલાવવા માટે કેટલીક ચીજોની જવાબદારી પતિ અને પત્નીએ એકલા હાથે ઉપાડવી પડતી હોય છે. આ સાથે જ કેટલીક વાતો પણ પોતાના પૂરતી ગુપ્ત રાખવી જરૂરી છે. 

Chanakya Niti: ગમે તેટલી સારી હોય પત્ની...ભૂલથી પણ આ 4 વાત ક્યારેય ન કહેતા, નહીં તો જીવવું ભારે થઈ જશે

પતિ અને પત્ની એકબીજાના પૂરક હોય છે એ વાતમાં કોઈ શક નથી. આ એવો સંબંધ છે કે તેમાં પારદર્શકતા જરૂરી છે. છૂપાવવામાં આવે તો સંબંધમાં તિરાડ પડતી હોય છે. પરંતુ લગ્નને લાંબા સમય સુધી ચલાવવા માટે કેટલીક ચીજોની જવાબદારી પતિ અને પત્નીએ એકલા હાથે ઉપાડવી પડતી હોય છે. આ સાથે જ કેટલીક વાતો પણ પોતાના પૂરતી ગુપ્ત રાખવી જરૂરી છે. આવામાં આજે અમે તમને ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ દર્શાવેલી કેટલીક એવી વાતો કહીશું જેને કોઈ પણ પતિએ તેની પત્ની સાથે ક્યારેય શેર કરવી જોઈએ નહીં. તેનાથી માત્ર સંબંધ જ નબળો પડે છે એવું નથી પરંતુ સાથે સાથે ઘરમાં પણ કલેશ રહે છે. 

પોતાના અપમાનની વાત
કોઈ પણ મહિલા તેના પતિનું અપમાન જરાય સહન કરી શકતી નથી. તેની જાણ  થતા જ તેનામાં તરત જ બદલાની  ભાવના અને ગુસ્સો આવી જાય છે. આવામાં તે કોઈ પણ સંબંધની પરવા કરતી નથી. આથી શાંતિ જાળવી રાખવા માટે ક્યારેય કોઈ પુરુષે પોતાના અપમાનની વાત પત્નીને જણાવવી જોઈએ નહીં. 

પોતાની અસલ કમાણી
એક સમજદાર પુરુષ પત્નીને ક્યારેય પોતાની સાચી કમાણી બતાવવાની ભૂલ ન કરે. ચાણક્ય નીતિ મુજબ જો પત્ની સમજદાર ન હોય તો તે ઓછી કમાણીવાળા પુરુષની ઈજ્જત કરતી નથી અને હંમેશા ટોણા માર્યા કરે છે. જો પુરુષની વધુ કમાણી વિશે પત્નીને ખબર પડે તો તે ખોટાખર્ચા કરવા લાગી જતી હોય છે. 

દાન કરેલી રકમ
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે અસલી દાન એ છે જેની જાણકારી તમારા સિવાય કોઈ અન્ય વ્યક્તિને તો દૂરની વાત છે પરંતુ તમારા બીજા હાથને પણ ન હોવી જોઈએ. ચાણક્ય નીતિમાં તેને કલેશનું કારણ પણ ગણાવવામાં આવ્યું છે. કારણ કે જો જીવનસાથી કંજૂસ કે લાલચી હોય તો તે દાનની વાત જાણીને તમારી સાથે ઝઘડો  કરી શકે છે. આથી પતિ અને પત્નિએ ક્યારેય એકબીજા સાથે પોતે કરેલા દાન વિશેની વાતો શેર કરવી જોઈએ નહીં. 

નબળાઈ ન બતાવો
એક પતિએ ક્યારેય તેની નબળાઈ વિશે પત્નીને જાણ કરવી જોઈએ નહીં. કારણ કે અનેકવાર મહિલાઓ અજાણતા જ તેનો ઉલ્લખ બીજા સામે કરી દે છે.  આ ઉપરાંત જો પત્ની દુષ્ટ હોય તો તે પોતે પણ તેનો ફાયદો ઉઠાવવા લાગે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news