ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો ભૂલથી પણ ના કરતા આ 5 ભૂલો, નહીં તો માથે પડી જશે મોટી ટાલ
CREDIT CARD: ક્રેડિટકાર્ડ આજના સમયની એવી મહત્વન વસ્તુ છે જેને લોકો ઈચ્છીને પણ નજરઅંદાજ કરી શકતા નથી. આમ તો ક્રેડિટ કાર્ડનો વધુને વધુ ઉપયોગ કરવાથી તમને ડિસ્કાઉન્ટ અને રિવોર્ડ પોઈન્ટ્સ આપવામાં આવે છે. ઘણીવાર ક્રેડિટકાર્ડ યુઝર્સ કેટલીક એવી ભૂલો કરી દેતા હોય છે જેના કારણે લાંબુ બિલ આવી જતું હોય છે. બિલ લાંબુ આવવાની સાથે યુઝર્સનો સિબિલ સ્કોર(CIBIL SCORE) ખરાબ થઈ જાય છે. આવો સમજીએ યુઝર્સે કઈ બાબતોનુ ધ્યાન રાખવુ જોઈએ..
Trending Photos
CREDIT CARD: ક્રેડિટકાર્ડ આજના સમયની એવી મહત્વન વસ્તુ છે જેને લોકો ઈચ્છીને પણ નજરઅંદાજ કરી શકતા નથી. આમ તો ક્રેડિટ કાર્ડનો વધુને વધુ ઉપયોગ કરવાથી તમને ડિસ્કાઉન્ટ અને રિવોર્ડ પોઈન્ટ્સ આપવામાં આવે છે. ઘણીવાર ક્રેડિટકાર્ડ યુઝર્સ કેટલીક એવી ભૂલો કરી દેતા હોય છે જેના કારણે લાંબુ બિલ આવી જતું હોય છે. બિલ લાંબુ આવવાની સાથે યુઝર્સનો સિબિલ સ્કોર(CIBIL SCORE) ખરાબ થઈ જાય છે. આવો સમજીએ યુઝર્સે કઈ બાબતોનુ ધ્યાન રાખવુ જોઈએ..
1. ક્રેડિટ કાર્ડથી ATMમાંથી રૂપિયા કાઢવાનું ટાળો
જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો ATMમાંથી રૂપિયા ઉપાડવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ટાળો. દરેક ક્રેડિટ કાર્ડ કંપની તમને કાર્ડ વેચતી વખતે ચોક્કસ કહેતી હોય છે કે વપરાશકર્તા ક્રેડિટ કાર્ડની મદદથી પણ ATMમાંથી રોકડ ઉપાડી શકે છે. પરંતુ અહીં સમજવા જેવી બાબત એ છે કે જો તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરશો તો અંદાજે 30-45 દિવસનો સમય મળે છે. બીજી બાજુ, તમને રોકડ પર ચૂકવણી માટે કોઈ સમય મળતો નથી, તેના બદલે રોકડ ઉપાડ્યા પછી તરત જ તમારા ક્રેડિટ કાર્ડ પર વ્યાજ લાગવાનું શરૂ થાય છે. અહીં મહિને 2.5 થી 3.5 ટકા વ્યાજ લાગે છે. આના પર તમારે ફ્લેટ ટ્રાન્જેકશન પણ આપવું પડશે.
2. આંતરરાષ્ટ્રીય ટ્રાન્જેકશનથી બચો
જો તમારા ક્રેડિટ કાર્ડથી વિદેશમાં પણ વ્યવહાર કરવાની પરવાનગી હોય તો પણ તેનાથી બચો, વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી ફોરેન કરન્સી ટ્રાન્જેકશન ફી પણ ચૂકવવી પડશે. અહીં એક્સચેન્જ(EXCHANGE RATE)માં થતા ઉતાર-ચઢાવ પણ અસર કરે છે.જો તમે વિદેશમાં રોકડનો ઉપયોગ નથી કરવા માગતા તો ક્રેડિટ કાર્ડના બદલે પ્રિપેડ કાર્ડ(PREPAID CARD)નો પણ ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો:
હોર્મોન્સને લગતી તકલીફોને મટાડી દેશે આ 6 નેચરલ ઉપાય, આજે જ અજમાવી જુઓ
આવો જાણીએ કોણ છે અંબાણી પરિવારની લાડલી ઈશા અંબાણીની નણંદ?
10મું પાસ મેળવો વીજળી વિભાગમાં નોકરી, પગાર રૂ. 39000, અહીં કરો અરજી
3. 30 ટકાથી વધુ ઉપયોગ ન કરો
ક્રેડિટકાર્ડ મળતા જ લોકો આડેધડ રીતે તેનો ઉપયોગ ચાલુ કરી દેતા હોય છે. ઘણા લોકોને એ પણ યાદ નથી રહેતું કે તેઓ પોતાની ક્રેડિટ લિમીટથી વધારે ખર્ચ ક્રેડિટ કાર્ડથી કરી રહ્યા છે. જો તમે તમારા ક્રેડિટ કાર્ડની લિમીટ કરતા વધુ ખર્ચ કરતા હશો તો કંપની તમારા પર તેનો પણ ચાર્જ લગાવશે. ઘણા ઓછા ક્રેડિટકાર્ડ ધારકોને ખબર નથી હોતી કે જો તેઓ 30 ટકાથી વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે તો તેમના સિબિલ સ્કોર(Cibil score) પર પણ તેનો ખરાબ અસર પડે છે.
4. બિલ ભરતા સમયે રાખો ધ્યાન
ક્રેડિટ કાર્ડ યુઝર્સ આ બાબતથી માહિતગાર હોય છે કે બિલ ભરવામાં બે વિકલ્પ હોય છે એક ટોટલ અમાઉન્ટ ડ્યૂ અને બીજો મિનીમમ અમાઉન્ટ ડ્યૂ. મિનીમમ અમાઉન્ટ ડ્યૂ ઓછા પૈસાનો હોય છે. પરંતુ ઓછા ડ્યૂનો વિકલ્પ પસંદ કરવાનું ટાળજો. મિનીમમ અમાઉન્ટ ડ્યૂની ચુકવણી કરવાથી માત્ર તમારું કાર્ડ બ્લોક નહીં થાય અને તમે ડ્યૂ ડેટ પછી પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકશો. પરંતુ આ વસ્તુ કરવાથી બેન્ક તરફથી તમારે વધારે વ્યાજ ચૂકવવું પડી શકે છે. હવેથી તમે જ્યારે ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી કરો તો ટોટલ અમાઉન્ટ ડ્યૂનો વિકલ્પ પસંદ કરજો જેથી તમારે વધારે વ્યાજની ચૂકવણી ના કરવી પડે. ધ્યાન રાખો ક્રેડિટ કાર્ડમાં વર્ષ દરમિયાન 48 ટકા સુધી વ્યાજ લાગી શકે છે.
5.દેવું ચૂકવવા વધારે ક્રેડિટ ન લો
ઘણા ક્રેડિટ કાર્ડ યુઝર્સને બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા મળે છે. એનો અર્થ એ છે કે તેઓ તેમના ક્રેડિટ કાર્ડમાંથી કોઈપણ અન્ય ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી કરી શકે છે. જો કે, આ માટે યુઝરને થોડું વ્યાજ પણ ચૂકવવું પડે છે. ક્યારેક પૈસાની તંગીના સમયમાં આ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ આનો અર્થ એ નથી કે એક કાર્ડનું બિલ બીજાથી ભરવું જોઈએ, પછી બીજાનું ત્રીજું અને ત્રીજાનું ચોથું. આમ કરવાથી તમારો CIBIL સ્કોર બગડી જશે.
આ પણ વાંચો:
માત્ર 50,000 રૂપિયામાં શરૂ કરો આ સુપરહિટ બિઝનેસ, દર મહિને થશે લાખોની કમાણી
સિતારાઓના ઘરે વૈભવી ગાડીઓની વણઝાર, BUGAATI અને FERARIમાં ફરે છે ફિલ્મી હીરો-હીરોઈન
રુબિના દિલૈકનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી બોલ્ડ તસવીરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે