credit card

ડાર્ક વેબસાઈટ પરથી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના ડેટા ચોરતી ગેંગથી સાવધાન

ક્રાઈમબ્રાંચે એક એવી ટોળકીને ઝડપી છે જે દુશ્મન દેશ સાથે મળીને પોતાના જ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહી છે. અને એમાં પણ હવે સાયબર ગેંગ નવી મોડસ ઓપરેન્ડી એકાઉન્ટમાંથી ના માત્ર રૂપિયા ખંખેરી લે છે પણ ઓનલાઈન શોપિંગ કરી સાયબર ક્રાઈમથી પણ બચવાનો કરે છે પ્રયાસ.અમદાવાદ ક્રાઈમબ્રાંચે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ભેજાબાજોની લોકોના ખાતામાંથી બારોબાર રૂપિયા ખંખેરી લેવાની મોડસ ઓપરેન્ડી પોલીસને પણ વિચારતા કરી દે તેવી છે. ભારતના નાગરિક થઈને દુશ્મન દેશ પાકિસ્તાનના ભેજાબાજો સાથે મળી ભારતના જ અર્થતંત્રને આ ત્રણેય નુક્સાન પહોંચાડી રહ્યા છે એ પણ એકબીજા સાથે મુલાકાત કર્યા વગર. 

Mar 13, 2021, 10:47 PM IST

ક્રેડિટ કાર્ડ કઢાવનાર એજન્ટ જ બન્યો ઠગ, ગ્રાહકોને ક્રેડિટ કાર્ડનાં નામે એવો ચુનો ચોપડ્યો કે...

જો આપને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાનું હોય તો ક્રેડિટ કાર્ડના કામ માટે આવતા એજન્ટને ઓટીપી કે પાસવર્ડ આપતા ચેતજો. નહીં તો , એકાઉન્ટ થઈ જશે સાફ અને બની જશો મોટા દેવાદાર. આવા જ એક આરોપીની અમદાવાદ રૂરલ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી પાંચે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જો કે ક્રેડિટ કાર્ડ લેતા પહેલા લોકોએ પુરતુ વેરિફિકેશન કરવું પડે તે ખુબ જ જરૂરી છે.

Feb 9, 2021, 10:11 PM IST

સુરતના પાંડેસરામાં ટેક્ષ કન્સલટન્ટ યુવકનાં ક્રેડીટ કાર્ડમાંથી 2.30 લાખનું બારોબાર ટ્રાન્જેક્શન

શહેરના વડોદગામ ખાતે રહેલા ટેક્ષ કન્સલટન્સના ક્રેડીટ કાર્ડના ડેટાની ચોરી કરીને ભેજાબાજો દ્વારા અડધા કલાકમાં જ અલગ અલગ 23 ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જેમાં કુલ રૂપિયા 2.30 ટ્રાન્સફર કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. વડોદગામ પાયોનિયર ડ્રીમ્સમાં રહેતા ટેક્ષ કન્સલટન્ટ વિષ્ણુભાઇ બાલકૃષ્ણ રૂમાલવાલા (ઉ.વ 22)  એચડીએફસી બેંકનું ક્રેડિટ કાર્ડ ધરાવે છે. તેમની લિમીટ રૂપીયા 3 લાખની છે. ગત્ત 1 નવેમ્બરે મોડી રાત્રે સવાત્રણથી પોણા ચાર વાગ્યાના અરસામાં કોઇ ભેજાબાજ દ્વારા વિષ્ણુભાઇના ક્રેડીટ કાર્ડમાંથી 23 અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 2.30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવાયા હતા. 

Jan 30, 2021, 09:34 PM IST

Data Leak: શું તમે પણ યૂઝ કરો છો Debit-Credit કાર્ડ? ખતરામાં છે તમારું એકાઉન્ટ

સમાચાર છે કે, 10 કરોડ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ યૂઝર્સનો ડેટા લીક થયો છે. જે લોકોનો ડેટા ચોરી થયો છે તેમને બેંક ખાતા મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

Jan 5, 2021, 04:15 PM IST

દર અઠવાડિયે ડેબિટ કાર્ડ અને આખા જીવન દરમિયાન 20 કિલો પ્લાસ્ટિક ખાઇ રહ્યા છે લોકો

હવે તમે વિચારતા હશો કે આવી વાતો કેમ કરી રહ્યા છો તો તેનો આધાર શું છે તો જાણી લો ડબ્લ્યૂડબ્લ્યૂએફ ઇન્ટરનેશનલ દ્રારા 2019ના એક રિસર્ચમાં સામે આવ્યું છે.

Dec 9, 2020, 04:41 PM IST

HDFC Bank પર રિઝર્વ બેંકે લગાવી ઘણી પાબંધીઓ, જાણો તમારા પર પડશે શું અસર

RBI એ  HDFC Bank પર નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આરબીઆઇએ બેંકને કહ્યું છે કે પ્રોગ્રામ Digital 2.0 હેઠળ ડિજિટલ બિઝનેસ એક્ટિવિટીઝને અટકાવી દે, સાથે જ પ્રસ્તાવિત બિઝનેસ આઇટી એપ્લિકેશનને પણ રોકવામાં આવે. 

Dec 3, 2020, 03:24 PM IST

Paytm વડે પેમેન્ટ કરવું થશે મોંઘું, વોલેટમાં પૈસા એડ કરશો તો લાગશે ચાર્જ

જો તમે પણ ડિજિટલ પેમેન્ટ (Digital Payment) કરવા માટે પેટીએમ (Paytm) નો ઉપયોગ કરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. પેટીએમ હવે વોલેટ (Paytm Wallet) માં પૈસા એડ કરવા પર 2%નો ચાર્જ ચૂકવવો પડશે.

Oct 17, 2020, 10:05 AM IST

ફેસ્ટિવલ સીઝનમાં કસ્ટમરને મળશે લોકર ફ્લેવર, Amazon એ કરી મોટી જાહેરાત

ઇ-કોમર્સ ક્ષેત્રની પ્રમુખ કંપની અમેઝોન ઇન્ડિયાના આ વર્ષે તહેવારની સેલના એક લાખથી વધુ સ્થાનિક દુકાન, કરિયાણા સ્ટોર તથા ગલી-મહોલ્લાના સ્ટોર જોડાવવાના છે. કંપનીએ રવિવારે તેની જાણકારી આપી.

Oct 4, 2020, 07:41 PM IST

ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વાપરનારાઓ માટે મહત્વના સમાચાર, બદલાયા નિયમો...ખાસ જાણો 

જો તમે ICICI બેન્ક કે SBI કે પછી કોઈ અન્ય બેન્કના કસ્ટમર હશો તો તમને એક મેસેજ જરૂર આવ્યો હશે, જેમાં કહેવાયું હશે કે 30 સપ્ટેમ્બરથી તમારા કાર્ડથી ઈન્ટરનેશનલ લેવડદેવડ સેવા બંધ કરવામાં આવી રહી છે. તો જરાય ગભરાઓ નહીં. આ તમારી સુરક્ષા માટે કરવામાં આવ્યું છે. હકીકતમાં રિઝર્વ બેન્ક (RBI)એ ડિબિટ અને ક્રેડિટ કાર્ડને લઈને વધી રહેલા ફ્રોડ રોકવા માટે તમામ બેન્કોને આદેશ આપ્યો હતો કે  જ્યાં સુધી ગ્રાહકો પોતે ડિમાન્ડ ન કરે ત્યાં સુધી તેઓ કારણવગર ગ્રાહકોને કાર્ડમાં ઈન્ટરનેશનલ સુવિધાઓ ન આપે. 

Sep 30, 2020, 11:42 AM IST

Credit-Debit કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 30 સપ્ટેમ્બરથી બદલાશે RBI ના આ નિયમ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ડેબિટ અને ક્રેડિટ કાર્ડ (Debit-Credit Card) સાથે સંકળાયેલા નિયમોમાં ફેરફાર કરવા જાય છે. 30 સપ્ટેમ્બર 2020થી આ ફેરફાર લાગૂ થશે. 

Sep 17, 2020, 08:07 PM IST

Credit Card બંધ પહેલા કરાવતા જાણી લો આ 4 વાત, ફાયદામાં રહેશો તમે

તમે પણ એકથી વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં હોવ અને તેને કોઈ કારણોસર બંધ કરાવવા ઈચ્છતા હોવ તો કસ્ટમર કેરમાં કોલ કરીને કે ઓનલાઇન રિક્વેસ્ટ મોકલીને તેને બંધ કરાવી શકો છો. 

Sep 8, 2020, 12:10 PM IST

ઑનલાઇન શોપિંગ દરમિયાન થઈ રહ્યો છે મોટો સ્કેમ, સરકારી એજન્સીએ આપી ચેતવણી

ભારત સરકારની કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ  (CERT-In) તરફથી એક પબ્લિક વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે, જે ઓનલાઇન શોપિંગ દરમિયાન થઈ રહેલા ફ્રોડ સાથે જોડાયેલી છે. 

Jul 19, 2020, 10:45 AM IST

કોરોના વાયરસના લીધે બેંકોએ ઘટાડી દીધી ક્રેડિટ કાર્ડની લિમિટ, આ કારણથી ભર્યું પગલું

કોરોના વાયરસના લીધે ચાલી રહેલા લોકડાઉનના કારણે હવે બેંક ક્રેડિટ કાર્ડની લિમીટ પણ ઘટાડવા લાગી છે. જેથી લોકો ને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આખરે બેંકોએ આ પ્રકારનો નિર્ણય કેમ લીધો, એ પણ જણાવુ ખૂબ જરૂરી છે.

Apr 30, 2020, 03:34 PM IST

આજથી બંધ થશે તમારા ડેબિટ કાર્ડની આ સુવિધાઓ, જાણો શું છે સમાચાર

જો તમે તમારા બેંક એકાઉન્ટની સાથે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો. તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડની કેટલીક સુવિધાઓ આજથી બંધ કરવામાં આવી રહી છે

Mar 16, 2020, 12:47 PM IST

યસ બેન્કના ગ્રાહકોને મંગળવારે મળી મોટી રાહત, જાણો શું છે મામલો

યસ બેન્કના ગ્રાહક હવે કોઈ બીજી બેન્કના ખાતાથી પોતાના લોનના હપ્તા તથા ક્રેડિટ કાર્ડની બાકી રકમની ચુકવણી કરી શકશે. બેન્કના નવનિયુક્ત પ્રશાસકે કહ્યું કે, શનિવાર સુધી બેન્ક પર લાગેલો પ્રતિબંધ હટી શકે છે. 
 

Mar 10, 2020, 05:59 PM IST

Indigo એરલાઇન્સે HDFC Bank સાથે મળીને લોન્ચ કર્યું ક્રેડિટ કાર્ડ, જાણો Welcome Benifits

વિમાન સેવા કંપની ઇંડિગોએ એચડીએફસી બેંક સાથે હાથ મિલાવીને 'કા-ચિન' ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. કાર્ડ બે એડિશન '6ઇ રિવોર્ડ્સ અને '6ઇ એક્સલ'માં લોન્ચ કર્યું છે. 'એક્સલ' એડિશનનો વાર્ષિક ચાર્જ અને તેના પર મળનાર ફાયદા વધુ હશે. એચડીએફસી બેંકના આ કાર્ડ પર મળનાર ફાયદા અને રિવોર્ડ્સ પોઇન્ટ એચડીએફસી બેંકના કોઇપણ કો-બ્રાંડેડના મુલાબલે વધુ છે.

Mar 3, 2020, 02:39 PM IST

પેટીએમે યૂઝરોને આપ્યો ઝટકો, હવે ફંડ ટ્રાન્સફર પર 2% ચાર્જ લાગશે

પેટીએમ યૂઝર જો પોતાના ઈવોલેટમાં ક્રેડિટ કાર્ડથી એક મહિનામાં 10,000 રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરે છે તો તેણે 2% ચાર્જની ચુકવણી કરવી પડશે. 
 

Jan 8, 2020, 06:07 PM IST

Paytmના ગ્રાહકો માટે મોટા સમાચાર, આજથી બદલાઇ જશે આ નિયમ

પૈસાની લેણદેણ સાથે જોડાયેલા મોટાભાગના કામ ડિજિટલ માધ્યમ (digital payment system)થી કરવામાં આવે છે. જો તમે પેટીએમ ઇ-વોલેટ (paytm e-wallet)નો ઉપયોગ કરો છો તો આજથી તમારા ખિસ્સા પર બોજો પડવાનો છે, કારણ પેટીએમ સાથે જોડાયેલો આ નિયમ બદલાઇ રહ્યો છે.

Dec 30, 2019, 09:44 AM IST

બંધ થઈ જશે તમારું ડેબિટ અને Credit કાર્ડ જો કરશો એક નાનકડી ભુલ 

સેન્ટ્રલ બેંકના ડેટા પ્રમાણે દેશમાં 40.4 મિલિયન એક્ટિવ ક્રેડિટ કાર્ડ અને 944 મિલિયન એક્ટિવ ડેબિટ કાર્ડ છે 

Dec 19, 2019, 08:56 AM IST

નવા વર્ષમાં મોંઘી પડશે ક્રેડિટ કાર્ડ વડે ખરીદી, વધી શકે છે વ્યાજ દર

તમે ક્રેડિટ કાર્ડ (Credit Card) વડે શોપિંગ કરવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે છે. ખાસકરીને સિટી બેંક (Citibank)ના ક્રેડિટ કાર્ડ હોલ્ડર માટે. સિટી બેંક ક્રેડિટ કાર્ડના વ્યાજ દરોમાં વધારો થઇ રહ્યો છે. નવા વ્યાજને વધારવા જઇ રહ્યા છે. નવા વ્યાજ દર નવા વર્ષથી લાગૂ થશે. 

Dec 17, 2019, 08:40 AM IST