Priyanka Chopra Citadel First Look: જાસૂસ બની ગઈ પ્રિયંકા ચોપડા, Citadel નો ફર્સ્ટ લુક રિલીઝ

Priyanka Chopra એ હાલમાં પોતાની મચઅવેટેડ વેબ સિરીઝ સિટાડેલનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. ફોટોમાં પ્રિયંકાને જોઈને ફેન્સ તેની આ સિરીઝની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. 
 

Priyanka Chopra Citadel First Look: જાસૂસ બની ગઈ પ્રિયંકા ચોપડા, Citadel નો ફર્સ્ટ લુક રિલીઝ

નવી દિલ્હીઃ Priyanka Chopra Citadel:બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)  આ દિવસોમાં ન માત્ર મધરહુડ એન્જોય કરી રહી છે પરંતુ પ્રોફેશનલી પણ સતત એક્ટિવ છે. પ્રિયંકાએ હાલમાં પોતાની અપકમિંગ વેબ સિરીઝ સિટાડેલ (Citadel)નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. ફોટોમાં પ્રિયંકા રેડ કલરની રિવીલિંગ ડ્રેસમાં એક્શન કરતી જોવા મળી રહી છે. આ ફોટોમાં પ્રિયંકા એટલી ગ્લેમરસ લાગી રહી છે કે તેના લુકની ફેન્સ ખુબ પ્રશંસા કરી રહ્યાં છે. આ તસવીરોને પ્રિયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 

જાસૂસની ભૂમિકામાં જોવા મળશે
સિટા઼ડેલ સિરીઝમાં પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)જાસૂસના રોલમાં છે, જેનું નામ નાદિયા (Nadia Sinh) છે. ફોટોમાં પ્રિયંકા ચોપડા એક તસવીરમાં એક્શન કરતી જોવા મળી, બીજી તસવીરમાં રોમાન્સ તો ત્રીજા ફોટોમાં ઘાયલ જોવા મળી. ખાસ વાત છે કે આ ફોટોને જોઈને એવું લાગી રહ્યું છે કે પ્રિયંકાની આવનારી આ સિરીઝ ધમાલ મચાવી દેશે. એટલું જ નહીં આ તસવીરોમાં અભિનેત્રી રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે, જેનું ગળુ ખુબ વધુ ડીપનેક છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

લખ્યું આ કેપ્શન
પ્રિયંકા ચોપરાએ આ તસવીરો ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને કેપ્શનમાં લખ્યું - 'ફર્સ્ટ લૂક સિટાડેલ... આ વેબ સિરીઝ 28 એપ્રિલે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.' આમાં પ્રિયંકા ચોપરા ઉપરાંત રિચર્ડ, લેસ્લી અને સ્ટેનલી પણ જોવા મળશે.
આ સિરીઝને  Anthony Russo અને Joseph Russo એ ડાયરેક્ટ કરી છે. 

રાજકુમાર રાવે કરી કોમેન્ટ
પ્રિયંકા ચોપડાની આ તસવીર પર રાજકુમાર રાવે કોમેન્ટ કરતા લખ્યું- ઔસમ. આ સાથે હાર્ટવાળી ઇમોજી શેર કરી છે. આ સિવાય ફેન્સ સતત અભિનેત્રીની આ તસવીરો પર કોમેન્ટ કરી પ્રશંસા કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. થોડા દિવસ પહેલા અભિનેત્રીએ પોતાની પુત્રી માલતી મૈરીનો ચહેરો ફેન્સની સાથે રિવીલ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news