દરેક બ્લેડની વચ્ચે એક જ પ્રકારની ડિઝાઈન કેમ હોય છે? 121 વર્ષથી નથી બદલાઈ આ ડિઝાઈન
1901 માં જિલેટ કંપની એકમાત્ર કંપની હતી, જેણે રેઝર અને બ્લેડ બનાવવાની શરૂઆત કરી હતી. તે સમયે રેઝરમાં બ્લેડ બોલ્ટના માધ્યમથી ફીટ કરવુ પડતુ હતું. તેથી બ્લેડની વચ્ચે ખાસ પ્રકારની ડિઝાઈન રાખવામાં આવી છે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :સ્ત્રી અને પુરુષ દરેકના ઉપયોગમાં બ્લેડ આવે છે. શેવિંગ કે હેર કટિંગ બ્લેડ વગર શક્ય નથી. માર્કેટમાં અનેક કંપનીઓ બ્લેડ બનાવે છે. પરંતુ તે તમામ કંપનીઓની ડિઝાઈન એક જ હોય છે. દરેક કંપનીને બ્લેડની વચ્ચે એક જેવી જ ડિઝાઈન મૂકવી પડે છે. તમને પણ આશ્ચર્ય થતુ હશે કે આખરે બ્લેડની વચ્ચે એક જ પ્રકારની ડિઝાઈન કેમ હોય છે. આ માટે એક ખાસ કારણ જવાબદાર છે.
વર્ષ 1901 માં જિલેટ કંપની એકમાત્ર એવી કંપની હતી, જેણે બ્લેડ બનાવવાની શરૂઆત કરી હતી. જિલેટ કંપનીના સંસ્થાપક કિંગ કૈપ જિલેટે પોતાના સહયોગી વિલિયમ નિકર્સનની સાથે મળીને બ્લેડની આ ડિઝાઈન બનાવી હતી. આ જ વર્ષે તેમણે ડિઝાઈનની પેટન્ટ કરાવી હતી. 1904 ના વર્ષમા બ્લેડનું ઉત્પાદન શરૂ થયુ હતું.
અમદાવાદી પરિવારે ઘૂળેટીના દિવસે દીકરો ગુમાવ્યો, પણ એક નિર્ણયથી બચી ગઈ 6 લોકોની જિંદગી
શરૂઆતમાં જિલેટ એકમાત્ર એવી કંપની હતી, જે બ્લેડ અને રેઝર બનાવતી હતી. તે સમયે બોલ્ટ દ્વારા રેઝરમાં બ્લેડ ફીટ કરવામાં આવી હતી. તેથી બ્લેડની વચ્ચે ખાસ પ્રકારની ડિઝાઈન મૂકવામાં આવી હતી, જેથી તે બોલ્ટમાં ફીટ થઈ શકે. બાદમાં માર્કેટમાં જે કંપનીઓ આવી, તેમણે પણ જિલેટના બ્લેડની ડિઝાઈનને કોપી કરી.
હકીકતમાં તે સમયે જિલેટ જ એકમાત્ર કંપની હતી, જે રેઝર પણ બનાવતી હતી. કંપનીએ નવી ડિઝાઈન બનાવી તો તે રેઝરમાં ફીટ થઈ શક્તી ન હતી. તેથી કંપનીએ જે પહેલી ડિઝાઈન બનાવી હતી, તે જ આગળ વધારવામાં આવી. બાદમાં માર્કેટમાં આવનારી કંપનીઓએ પણ એ જ ટ્રેન્ડ ફોલો કર્યો.
દૈવી શક્તિ સાથે જોડાયેલી છે આદિવાસીઓની આ પરંપરા, ચુલના મેળામાં બાધા પૂરી કરવા આવે છે લોકો
કિંગ કૈપને બ્લેડ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો તેના પાછળ પણ એક રસપ્રદ કારણ છે. 1890 દરમિયાન કિંગ કૈપ ઢાંકણ બનાવવાની કંપનીમાં કામ કરતા હતા. તેમણે જોયુ કે, બોટલના ઉપયોગ બાદ લોકો ઢાંકણ ફેંકી દે છે. પરંતુ તેના પર આટલી મોટી કંપની ચાલી રહી છે. તેમના દિમાગમાં એક આઈડિયા આવ્યો કે યૂઝ એન્ડ થ્રોના મદદથી કંઈક બનાવાય. તે સમયગાળમાં દાઢી કાપવા જે ઉસ્તરા વપરાતા તે બહુ જ ખતરનાક હતા, તે લોહી કાઢતા હતા. તેમજ શેવિંગમા પણ બહુ સમય લાગતો હતો. તેથી કૈપે તેનો અન્ય વિકલ્પ શોધવાનો પ્રયાસ કર્યો. તેમણે 1901 માં બ્લેડની ડિઝાઈન બનાવી અને તેને પેટન્ટ કરાવી. બાદમાં આ જ ડિઝાઈન તેમણે માર્કેટમાં ઉતારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે