Belly Fat: બસ કરી લો આ 5 વસ્તુ, રોકેટની ઝડપે ઘટવા લાગશે બેલી ફેટ
How to lose Belly fat: બેલી ફેટ ઘટાડવા માટે અમે તમને પાંચ સરળ વસ્તુ જણાવી રહ્યાં છીએ, જેને ફોલો કરી તમે ઝડપથી બેલી ફેટ ઘટાડી શકો છો.
Trending Photos
Belly Fat: બેલી ફેટની સમસ્યાથી ઘણા લોકો પરેશાન છે. હંમેશા લોકો બેલી ફેટ ઘટાડવા માટે અલગ-અલગ નુસ્ખા અજમાવે છે, પરંતુ કોઈ હલ નિકળતો નથી. તેવામાં અમે તમારા માટે એક ખાસ રીત લઈને આવ્યા છીએ, જેને ફોલો કરી તમે બેલી ફેટ ઘટાડી શકો છો. તે માટે તમારે અમે જણાવીએ તે પાંચ વસ્તુ ફોલો કરવી પડશે. જો તમે આ વસ્તુને કરશો તો કેટલાક દિવસમાં તમને જોરદાર પરિણામ મળશે. આવો જાણીએ.
સલાડનો યોગ્ય ઉપયોગ
સલાદનો સાચો ઉપયોગ કરવાનું શરૂ કરી શકો છો. ભોજનના 15 મિનિટ પહેલા એક પ્લેટ સલાડનું સેવન કરો. આમ કરવાથી શરીરમાં ઇંસલિન લેવલ ઝડપથી વધશે નહીં અને તમારા શરીર અને બેલી પર ફેટ નહીં આવે. સલાડમાં ફાઇબર સારી માત્રામાં મળે છે, જે સુગરને બ્લડમાં તેજીથી મળવા દેતા નથી. જેનાથી ઇંસુલિન લેવલ પણ ઝડપથી વધતું નથી.
લીલા શાકભાજી
ડાઇટમાં લીલા શાકભાજી ખાવો. શાકમાં મળનાર એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાઇબર બેલી ફેટને બર્ન કરવામાં મદદ કરે છે. આ સાથે શાકભાજી ઇંસુલિન રજિસ્ટેન્સને ઘટાડે છે, જેનાથી બેલી ફેટ સરળતાથી ઘટે છે.
સ્ટ્રેસ ઘટાડો
બેલી ફેટને ઘટાડવા માટે સ્ટ્રેસ ઘટાડવી ખુબ જરૂરી છે. સ્ટ્રેસ બેલી ફેટના મહત્વના કારણોમાંથી એક છે. સ્ટ્રેસને કારણે શરીરમાં કાર્ટિસોલ નામનું હોર્મોન વધવા લાગે છે, જેના કારણે શરીરમાં ફેટ વધુ જમા થાય છે અને બેલી ફેટની સમસ્યા પેદા થાય છે.
વિટામિન્સની કમી
વિટામિન્સની કમી પણ બેલી ફેટની સમસ્યાને જન્મ આપે છે. વિટામિન ડી અને વિટામિન બી12 બે એવા વિટામિન છે, જેની કમી થવા પર બેલી ફેટ વધવા લાગે છે અને સરળતાથી ઘટતું નથી. આ બંને વિટામિનની તપાસ અને બ્લડ ટેસ્ટ દ્વારા કરાવી શકો છો.
ફાસ્ટ ફૂડ
ફાસ્ટ ફૂડ અને મિઠાઈથી દૂર રહો. ફાસ્ટ ફૂડમાં હાઈ કેલેરી હોય છે અને તેને ખાવાથી વજન વધે છે. 2 રસગુલ્લામાં ત્રણ રોટી બરાબર કેલેરી હોય છે. તમને રોટલી ખાધા બાદ કલાકો સુધી ભૂખ લાગતી નથી, પરંતુ બે રસગુલ્લા ખાયને સરળતાથી ભૂખ લાગશે અને તમે બીજી વસ્તુ પણ ખાશો. તેવામાં તે ફેટ વધારવાનું કામ કરશે.
સફેદ વસ્તુ
મેંદો અને સફેદ ચોખાથી દૂર રહો. તેમાં ફાઇબર ઓછુ હોય છે, જેના કારણે બેલી ફેટ ઝડપથી વધે છે. તો તમે સફેદ ભાત ખાવ છો તો તેમાં વધુ સલાડ સામેલ કરો. તેવામાં તમે બેલી ફેટ ઘટાડી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે