Indoor Plants Tips: શ્રાવણમાં ફક્ત એક નાનકડો ટુકડો રોપો, પછી બની જશે લીલોછમ ગાર્ડન

ઇન્ડોર પ્લાન્ટ લગાવવા અને તેની દેખરેખ રાખવામાં ખૂબ મહેનત પડે છે. તેમછતાં ઇન્ડોર પ્લાન્ટ ઘણીવાર સારી રીતે વધી શકતા નથી. અહીં અમે કેટલાક એવા ઇન્ડોર પ્લાન્ટ્સ વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે ફક્ત સ્ટિક એટલે ડાળી લગાવવાથી ઘરમાં સરળતાથી થઇ જાય છે.

Indoor Plants Tips: શ્રાવણમાં ફક્ત એક નાનકડો ટુકડો રોપો, પછી બની જશે લીલોછમ ગાર્ડન

Grow Giloy Plant At Home: ઇન્ડોર પ્લાન્ટ લગાવવા અને તેની દેખરેખ રાખવામાં ખૂબ મહેનત પડે છે. તેમછતાં ઇન્ડોર પ્લાન્ટ ઘણીવાર સારી રીતે વધી શકતા નથી. અહીં અમે કેટલાક એવા ઇન્ડોર પ્લાન્ટ્સ વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે ફક્ત સ્ટિક એટલે ડાળી લગાવવાથી ઘરમાં સરળતાથી થઇ જાય છે. આ છોડ દેખાવમાં સારો લાગે છે અને એકદમ લો મેંટનેસવાળો છે.

ગિલોય વેલ
આ સીઝનમાં સૌથી સરળ છે ગિલોય વેલ લગાવવી. આ છોડને શુભ ગણવામાં આવે છે, તેનો ટુકડો અને પત્તા કામ આવે છે અને દેખાવમાં પણ નાનો નીટ એન્ડ ક્લીન લાગે છે. ગિલોયની વેલ એકદમ મની પ્લાન્ટ જેવી દેખાય છે અને તેના પર કોઇપણ પ્રકારના કીડી મકોઇડા પણ થતા નથી. 

કેવી રીતે લગાવશો ગિલોયની વેલ
ગિલોયનો એક ટુકડો બજારમાંથી ખરીદી લાવો અથવા પછી કોઇપણના ઘર આગળ ગિલોય ઉગી હોય તો ત્યાંથી લઇ લો. તે ટુકડો ખૂબ નાના, મીડિયમ અથવા મોટા મિડિયમ કુંડામાં લગાવી દો. 3-4 દિવસની અંદર તે ટુકડામાંથી પત્તા નિકળવા લાગશે થોડું ખાતર કુંડામાં નાખો અને પછી જુઓ કેટલી સ્પીડમાં ગિલોયની વેલ વધે છે. આ ગિલોયની વેલને બાલ્કની, બેડરૂમ, ડ્રોઇંગરૂમ અથવા જ્યાં તમારું મન કરે ત્યાં લગાવી શકો છો અને તેને વધવા માટે સપોર્ટ લગાવો જેથી તે તેના સહારે ચઢી જાય. 

કયા ટુકડા વડે બનાવશો છોડ
વરસાદની સિઝનમાં મોટાભાગના ઝાડ સુકાઇ ગયા છે, અથવા કરમાઇ ગયા છે તે પણ લીલાછમ થઇ જાય છે. જો તમે ગિલોય ઉપરાંત એક-બે છોડ ઉગાડવા માંગો છો તો બોગનવેલ લગાવી શકો છો. તે પણ ફક્ત એક સ્ટેમ કોઇ ગમલામાં ખુલી જગ્યામાં લગાવી દો અને પછી વધુ દેખભાળની જરૂર નહી પડે. બોગનવેલ ઉપરાંત વરસાદની સિઝનમાં ગુલાબના છોડના ટુકડાને પણ ગમલામાં લગવી શકો છો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news