Recipe: માત્ર 5 વસ્તુની મદદથી ઘરે બનાવી શકો છો હેલ્ધી બ્રાઉન બ્રેડ, નોંધી લો બનાવવાની સરળ રીત
Recipe: બજારમાં મળતી બ્રેડમાં મેંદાનો ઉપયોગ થયો છે કે નહીં તે અંગે જો તમે સ્યોર ન હોય તો તમે ઘરે પણ હેલ્ધી બ્રેડ બનાવી શકો છો જેમાં મેંદાનો ઉપયોગ કરવો જરૂરી નથી.
Trending Photos
Recipe: વાઈટ બ્રેડને બદલે બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરવો વધારે હેલ્ધી માનવામાં આવે છે. જે લોકો નાસ્તામાં બ્રેડનો ઉપયોગ કરતા હોય છે તેઓ બ્રાઉન બ્રેડ ખાવાનું પસંદ કરે છે. માર્કેટમાં પણ તમને વિવિધ પ્રકારની બ્રાઉન બ્રેડ સરળતાથી મળી રહે છે. જો કે બજારમાં મળતી બ્રેડમાં મેંદાનો ઉપયોગ થયો છે કે નહીં તે અંગે જો તમે સ્યોર ન હોય તો તમે ઘરે પણ હેલ્ધી બ્રેડ બનાવી શકો છો જેમાં મેંદાનો ઉપયોગ કરવો જરૂરી નથી. તો ચાલો તમને આજે જણાવીએ કે ઘરે તમે કેવી રીતે હેલ્ધી બ્રાઉન બ્રેડ ફક્ત પાંચ સામગ્રીની મદદથી બનાવી શકો છો.
બ્રાઉન બ્રેડ બનાવવાની સામગ્રી
બે કપ ઘઉંનો લોટ
એક કપ ગરમ પાણી
બે મોટી ચમચી મધ અથવા ગોળ
1/4 ચમચી યિસ્ટ
સ્વાદ અનુસાર મીઠું
બે મોટી ચમચી માખણ અથવા તેલ
બ્રાઉન બ્રેડ બનાવવાની રીત
સૌથી પહેલા વાસણમાં ગરમ પાણી લો અને તેમાં મધ અથવા ગોળ ઉમેરો. હવે તેમાં યીસ્ટ ઉમેરી તેને 10 મિનિટ માટે ઢાંકી દો. બીજા મોટા બાઉલમાં ઘઉંના લોટમાં મીઠું મિક્સ કરો અને તેમાં યીસ્ટનું મિશ્રણ અને ઓગાળેલું માખણ અથવા તેલ ઉમેરો. બધી જ વસ્તુઓને સારી રીતે મસળી લોટ તૈયાર કરો. લોટને ત્યાં સુધી મસળવો જ્યાં સુધી તે સ્મૂધ ન થઈ જાય.
તૈયાર લોટ પર થોડું તેલ લગાવી તેને સ્વચ્છ કપડાથી ઢાંકીને લગભગ બે કલાક સુધી રહેવા દો. 2 કલાક પછી તે ફુલી જશે. ત્યારપછી ઓવનને 190 ડીગ્રી પર પ્રીહિટ કરો. હવે કણકમાં એક કાણું કરી તેમાંથી હવા કાઢી તેને હળવા હાથે મસળી અને તેલથી ગ્રીસ કરેલા લોફ પેનમાં રાખો. લોફ પેનને કપડાથી ઢાંકી અને કણકને 30 સુધી રહેવા દો.
ત્યારપછી આ પેનને પ્રીહિટેડ ઓવનમાં મુકી અને 40 મિનિટ બેક કરો. ત્યારપછી બ્રેડને ઓવનમાંથી કાઢી ઠંડી થવા દો અને પછી તેની સ્લાઈસ કરી લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે